Home »Gossip» Salman Khan Loves His Dogs And Care Them

સલમાન ખાન કૂતરાઓ પાછળ ખર્ચે લાખો રૂ., ખરીદ્યા'તાં આટલી કિંમતમાં

divyabhaskar.com | Aug 12, 2017, 00:04 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ડોગ્સ ઘણાં જ પસંદ છે. સલમાન પોતાના ડોગ્સ પાછળ મહિને લાખ રૂપિયાથી પણ વધુ પૈસા ખર્ચ કરે છે. સલમાન અનેકવાર પોતાના ડોગ્સની તસવીરો સોશ્યિલ મીડિયામાં શૅર કરતો રહેતો હોય છે. 

કૂતરો બીમાર પડતા શૂટિંગ અટકાવ્યું હતું:
સલમાન ખાન જ્યારે 'બજરંગી ભાઈજાન'નું રાજસ્થાનમાં શૂટિંગ કરતો હતો ત્યારે તેનો ડોગી સેન્ડી બીમાર પડી ગયો હતો. સલમાન શૂટિંગ અટકાવીને રાજસ્થાનથી મુંબઈ આવી ગયો હતો. 

દુઃખી થયો હતો સલમાનઃ
સલમાન પાસે પહેલાં 'માઈસન' તથા 'માઈજાન' નામના બે ડોગ્સ હતાં. જેમનું 2016માં નિધન થયું હતું. સલમાન આ બંને ડોગ્સને ઘણો જ પ્રેમ કરતો હતો. સલમાન આ બંનેને 'બિગ બોસ'ના સેટ પર પણ લઈને આવતો હતો. સલમાન પોતાના ડોગ્સને લઈ ઘણો જ પઝેસિવ છે. સલમાન કહેતો હોય છે કે તેણે પોતાના ડોગ્સ પાસેથી ધીરજ અને સંયમ શીખ્યું છે. આ સિવાય અનકન્ડિશનલ પ્રેમ કરતાં શીખ્યું છે. 

હવે છે આ ડોગ્સઃ
સલમાન પાસે હવે લેબ્રોડર, સેન્ટ બર્નાર્ડ તથઆ નેપોલિટન મસ્ટિફ બ્રીડના પણ ડોગ્સ છે. તેના નામ મોગલી, સેન્ટ તથા માઈ લવ છે. સલમાનનો એક ડોગ અંદાજે 2 લાખ રૂપિયાનો છે. 

કરે છે આટલો ખર્ચઃ
સલમાન ખાન પોતાના એક ડોગ પાછળ 50 હજાર રૂપિયાનો ખર્ચ કરે છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સલમાનની ડોગ્સ સાથેની તસવીરો.....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan loves his dogs and care them
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended