Home »Gossip» Reena Dutta Spotted Out Side Of Imran Khan House

આવી દેખાય છે આમિર ખાનની પહેલી પત્ની રિના દત્તા, ઓળખવી બની મુશ્કેલ

divyabhaskar.com | Apr 17, 2017, 00:03 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાનની પૂર્વ પત્ની રિના દત્તા તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર ઈમરાન ખાન(આમિરનો ભાણીયો)ના ઘર આગળ જોવા મળી હતી. આ સમયે રિના દત્તાને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ છે.

સંતાનો સાથે એકલી રહે છે રિના દત્તાઃ
આમિર ખાને રિના દત્તા સાથે 18 એપ્રિલ, 1986માં છાનામાના લગ્ન કર્યાં હતાં. રિના તથા આમિરને જુનૈદ તથા ઈરાન એમ બે સંતાનો પણ છે. જોકે, 2002માં અચાનક જ આમિરે રિના સાથે અલગ થવાનો નિર્ણય લીધો હતો અને બંનેએ ડિવોર્સ લઈ લીધા હતાં. આમિરે ત્યારબાદ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. આમિર તથા કિરણને પુત્ર આઝાદ છે.

ડિવોર્સ બાદ પણ આમિરના ઘરે આવતી-જતી રહે છે રિનાઃ
રિના અને આમિરના ડિવોર્સ થઈ ગયા છે પરંતુ તેઓ આજે પણ ફ્રેન્ડ્સની જેમ સાથે જોવા મળે છે. આમિરના ઘરે કોઈ પ્રસંગ હોય તો રિના જરૂરથી હાજર રહે છે. આટલું જ નહીં કિરણ રાવ પણ રિનાને ખાસ બોલાવતી હોય છે. જુનૈદ તથા ઈરા પણ કિરણ રાવ સાથે હળી-મળી ગયા છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, રિના દત્તાની ખાસ તસવીરો...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: reena dutta spotted out side of imran khan house
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended