Home »Gossip» Bipasha Basu Shared Her Old Photos On Social Media

મોડલિંગના દિવસોમાં આવી દેખાતી હતી બિપાશા, Photos માં જુઓ ટ્રાન્સફોર્મેશન

divyabhaskar.com | Sep 07, 2017, 17:47 PM IST

  • એક સમયે આવી દેખાતી હતી બિપાશા
મુંબઈ: છેલ્લે 2015માં આવેલી ફિલ્મ ‘અલોન’માં જોવા મળેલી બિપાશ બાસુ હાલ સોશ્યિલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. થોડા સમય પહેલા જ તેણે સોશ્યિલ મીડિયા પર પોતાના કેટલાક જુના ફોટોઝ શૅર કર્યા હતા. આ પોસ્ટમાં તેણે લખ્યું હતુ કે ‘my all time favourite picture shot by my favourite"। ફોટોઝમાં તે ફિટનેસ એક્સપર્ટ સુઝાન દાધિચ, સુપરમોડલ દિપનીતા શર્મા, ફેશન ડિઝાઈનર રોકી સ્ટાર, વીજે અનુષ્કા ડાન્ડકર અને વિશાલ મુલની સાથે જોવા મળી રહી છે. નો ડાઉટ આ ફોટોઝમાં અને અત્યારની બિપાશામાં ખૂબ જ અંતર આવી ગયો છે. તે પૂરી રીતે ટ્રાન્સફોર્મ થઈ ગઈ છે. બિપાશાને મોડલિંગમાં લઈને આવી આ એક્ટરની પત્ની.......
 
7 જાન્યુઆરી 1979માં દિલ્હીમાં જન્મેલી બિપાશાએ ગોદરેજ સિન્થોલ સુપર મોડલ કોન્ટેસ્ટ જીત્યા પછી 1996માં મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.
 
-એક્ટ્રેસ હોવાની સાથે-સાથે બિપાશાની સફળ મોડલ્સમાં પણ ગણતરી કરવામાં આવે છે. જોકે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે તેને મોડલિંગમાં લાવવાનો શ્રેય અર્જુન રામપાલની પત્ની અને પૂર્વ સુપર મોડલ મેહર જેસિયાને જાય છે.
-કોલકત્તાની એક હોટલમાં બિપાશા અને મેહરની મુલાકાત થઈ હતી. ત્યારે મેહરે બિપ્સને મોડલિંગમાં કરિયર બનાવવાની સલાહ આપી હતી. જે પછી બિપાશાએ આ ફિલ્ડમાં પગ મુક્યો હતો. અને સફળ રહી હતી.
-બિપાશાએ બોલિવૂડમાં પોતાનું કરિયર 2001માં આવેલી ફિલ્મ “અજનબી’થી શરૂ કર્યુ હતુ.
-બિપાશાની પહેલી સુપરહિટ ફિલ્મ ‘રાઝ’(2002)હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મ ફેયર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ કેટેગરી માટે નોમિનેટ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી બિપાશા લગભગ 55થી વધુ ફિલ્મ્સ કરી ચુકી છે.
 
ફિલ્મના સેટર પર થઈ કરણ સાથે મુલકાત
 
-બિપાશાની કરણ  સાથે મુલકાત ફિલ્મ ‘અલોન’(2015)ના સેટ પર થઈ હતી.
-શૂટિંગ દરમિયાન બન્ને નજીક આવ્યા હતા અને કપલની ડેટિંગના ન્યૂઝ આવવા લાગ્યા હતા.
-લગભગ એક વર્ષ ડેટિંગ કર્યા પછી બિપાશાએ કરણ સાથે બંગાળી રિતિ-રિવાજથી 30 એપ્રિલ 2016માં લગ્ન કરી લીધા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ બિપાશાની લાઈફનીTHROWBACK PHOTOS...
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bipasha Basu shared her old photos on social media
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended