Home »Gossip» Esha Deol Flaunts Her Baby Bump During Rakshabandhan Celebration

ધરમ-હેમાની પ્રેગ્નન્ટ દિકરીએ પતિ અને દિયરો સાથે કર્યું એન્જોય

divyabhaskar.com | Aug 09, 2017, 00:04 AM IST

  • દિયરો અને પતિ સાથે પ્રેગ્નન્ટ એશા દેઓલ
મુંબઈઃએક્ટ્રેસ એશા દેઓલ અને તેના બિઝનેસમેન પતિ ભરત તખ્તાની હાલ પોતાના પ્રથમ સંતાનના આગમનની રાહ જોઈ રહ્યા છે. તેમજ નવા મહેમાનને લઈ ફેમિલીમાં પણ એક્સાઈટમેન્ટ જોવા મળે છે. માત્ર ફેમિલી જ નહીં, તેના ફ્રેન્ડ્સ પણ એટલા જ એક્સાઈટેડ છે. તેમાં પણ રક્ષા બંધનના દિવસે તો ડબલ સેલિબ્રેશન થયું હતું. તખ્તાની ફેમિલીએ ખૂબ એન્જોય કર્યું હતું અને એશાએ તેના 6 દિયરોને રાખડી પણ બાંધી હતી. ઉલ્લેખનીય છે કે, એશા અને ભરત બેબીમૂન સેલિબ્રેટ કરવા માટે ગ્રીસ ગયા હતા. તેમજ બન્નેએ ત્યાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
 
લગ્નના 5 વર્ષ બાદ થઈ પ્રેગ્નન્ટ થઈ
રસપ્રદ વાત તો એ છે કે, એશાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા અને 2013થી ઘણીવાર તેના પ્રેગ્નન્ટ હોવા અંગેની વાતો આવતી રહી હતી. આમ તે લગ્નના પાંચ વર્ષ બાદ પ્રેગ્નન્ટ થઈ છે. જોકે તેના બાદ લગ્ન કરનારી તેની બહેન આહના દેઓલ હાલ દીકરા ડેરેનની મોમ છે.
 
આહનાની પ્રેગ્નન્સી દરમિયાન એશાએ કર્યું હતું શોપિંગ
શાને પહેલેથી બાળકો પ્રત્યે લગાવ છે અને નાની બહેન આહનાની પ્રેગ્નન્સી દરમિયાન તેણે જ શોપિંગ કર્યું હતું. સૂત્રો મુજબ, એશા તેની મા સાથે જુહુ બંગલોમાં રહે છે અને બાન્દ્રામાં તેના સાસરિયાઓની મુલાકાત લેતી રહે છે.
 
આગળની સ્લાઈડ્સમાં એશા દેઓલના વધુ ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: esha deol flaunts her baby bump during rakshabandhan celebration
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended