Home »Gossip» Aishwarya Rai Bachchan And Aaradhya Hoist Indian Flag In Melbourne

આરાધ્યા સાથે મેલબોર્નમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી છવાઈ બચ્ચન બહુ

divyabhaskar.com | Aug 13, 2017, 17:24 PM IST

  • રાષ્ટ્રધ્વજ ફરકાવી રહેલા આરાધ્યા-ઐશ્વર્યા અને ફેન્સ સાથે એશ
મેલબોર્નઃ 11 ઓગસ્ટના રોજ બચ્ચન બહુ ઐશ્વર્યા રાયે દીકરી આરાધ્યા સાથે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 70માં સ્વાતંત્ર્ય દિવસનું સેલિબ્રેશન કર્યું હતું. બન્નેએ ત્યાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રગીત પણ ગાયું હતું. આ દરમિયાન ઐશ્વર્યા ટ્રેડિશનલ લુકમાં જ્યારે આરાધ્યા પણ ઈન્ડિયન લહેંગામાં જોવા મળી હતી. તેમજ તે મા એશ સાથે સ્ટેજ પર પણ હાજર રહી હતી.
 
70માં સ્વાતંત્ર્ય દિવસને ગણાવ્યો કાયમી સંભારણું
આ દરમિયાન ઐશ્વર્યાએ હિન્દી અને બાદમાં ઈંગ્લિશમાં અનુવાદ કરતા જણાવ્યું કે,''થેંક્યુ સો મચ મેલબોર્ન, આ ગર્વની ક્ષણ અને ખુશી આપવા બદલ સૌ કોઈનો આભાર. 70મો સ્વાતંત્ર્ય દિવસ મારા અને મારી દીકરી આરાધ્યા માટે એક સંભારણું બની રહેશે. ''. માત્ર એટલું જ નહીં, એશે ફેન્સ સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. ઉલ્લેખનીય છે કે, એશ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં હાજરી આપવા માટે પહોંચી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં ઐશ્વર્યા રાય બચ્ચનના વધુ ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya rai bachchan and aaradhya hoist indian flag in melbourne
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended