Home »Gossip» Virat Kohli And Anushka Sharma May Be Re Marry In India For This Reason

વિરાટ-અનુષ્કાએ ફેરા ફરતી વખતે કરી આ 'મોટી ભૂલ', બીજીવાર કરવા પડશે લગ્ન

divyabhaskar.com | Jan 10, 2018, 18:23 PM IST

મુંબઈઃ ગયા વર્ષે વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બરના રોજ ઈટાલીમાં લગ્ન કર્યાં હતાં. હવે, આ લગ્નને લઈ સવાલ ઉઠી રહ્યાં છે. આ બંનેએ રોમમાં ભારતીય દૂતાવાસમાં લગ્નની કોઈ માહિતી આપી નહોતી. જેને કારણે આ બંનેએ બીજીવાર કોર્ટ મેરેજ કરવા પડશે.


RTIમાં પૂછાયા આ સવાલોઃ
પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટના એડવોકેટ તથા અંબાલા શહેરના હેમંત કુમારે 13 ડિસેમ્બરના રોજ વિદેશ મંત્રાલયમાં RTI કરી હતી. જેનો જવાબ રોમ સ્થિત ભારતીય દૂતાવાસે ચાર જાન્યુઆરીએ આપ્યો હતો. આમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે વિરાટ તથા અનુષ્કાએ નિયમ મુજબ પોતાના લગ્ન અંગે ઈટાલી સ્થિત ભારતીય દૂતાવાસના મેરેજ ઓફિસરને કોઈ માહિતી આપી નહોતી. નિયમ મુજબ, ભારતીય નાગરિક જે દેશની બહાર લગ્ન કરે, તેણે જે-તે દેશમાં આવેલા ભારતીય દૂતાવાસમાં મેરેજ ઓફિસરને લગ્નની માહિતી આપવી ફરજીયાત છે. આ લગ્ન વિદેશી વિવાહ અધિનિયમ 1969 હેઠળ રજિસ્ટર્ડ થાય છે. જોકે, વિરાટ તથા અનુષ્કાના લગ્ન અધિનિયમ હેઠળ થયા નથી.


ભારતમાં લગ્ન રજિસ્ટર્ડ કરાવવા પડશેઃ
હવે, વિરાટ તથા અનુષ્કા દેશના જે રાજ્યમાં રહેતા હોય તે રાજ્યના નિયમ મુજબ લગ્ન રજિસ્ટર્ડ કરાવવા માટે બીજીવાર લગ્ન કરવા પડશે. 


RTIમાં હેમંતકુમારે પૂછ્યાં હતાં આ સવાલોઃ
હેમંત કુમારે RTIમાં સવાલ પૂછ્યાં હતાં કે વિદેશી વિવાહ અધિનિયમ 1969 હેઠળ વિદેશમાં લગ્ન કરવા માટે ભારત તરફથી કોણ મેરેજ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. બીજો સવાલ એ કરવામાં આવ્યો હતો કે વિરાટ-અનુષ્કના લગ્ન વિદેશી વિવાહ અધિનિયમ 1969 થયા છે કે નહીં. આ સવાલો ઈટાલી સાથે જોડાયેલા હતાં. તેથી 14 ડિસેમ્બરના રોજ વિદેશી મંત્રાલયે આ RTI રોમમાં આવેલા ભારતીય દૂતાવાસમાં ટ્રાન્સફર કરી હતી. 


ચાર જાન્યુઆરીએ મળ્યો જવાબઃ
એડવોકેટ હેમંત કુમાર કહ્યું હતું કે ચાર જાન્યુઆરીના રોજ રોમ સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી જવાબ આપ્યો હતો. જેમાં પહેલા સવાલમાં કહેવામાં આવ્યું હતું કે રોમમાં ભારતીય વિદેશ મંત્રાલય તરફથી સરૂચિ શર્મા તથા મિલાનમાં પ્રદિપ ગૌતમ મેરેજ અધિકારી તરીકે નિમણૂંક પામેલા છે. બીજા પ્રશ્નના જવાબમાં એમ કહેવામાં આવ્યું કે, રોમ સ્થિત ભારતીય દૂતાવાસને વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માના લગ્નની કોઈ સત્તાવાર માહિતી મળેલી નથી. 


રજિસ્ટ્રેશન માટે આપવા પડે છે આટલાં દસ્તાવેજોઃ
દેશના કોઈ પણ રાજ્યમાં લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો યુવતી-યુવકનું લગ્નનું કાર્ડ, બંનેના લગ્નની આઠ તસવીરો, પરિવાર તરફથી બે સાક્ષીઓ, હોટલ કે મેરેજ વેન્યૂ સંચાલકનું પ્રમાણપત્ર, પંડિતનું પ્રમાણપત્ર, બેંકનું 100 રૂપિયાનું ચલાન, યુવક-યુવતીના નામની બે-બે એફિડેવિટ સહિતના દસ્તાવેજોની જરૂર પડે છે. 


માહિતી માટે કરી હતી RTI
હેમંત કુમારે કહ્યું હતું કે વકિલના અભ્યાસ સમયે તેમણે વિદેશી વિવાહ અધિનિયમ 1969નો અભ્યાસ કર્યો હતો. તે જાણવા માંગતા હતા કે વિદેશમાં થયેલા લગ્ન ભારતમાં રજિસ્ટર્ડ થઈ શકે છે કે નહીં. જોકે, વિરાટ-અનુષ્કાના લગ્ન વિદેશી વિવાહ અધિનિયમ 1969ની ઔપચારિકતા પૂરી કર્યા વગર જ કરવામાં આવ્યા છે. હવે, તેમને રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી આવી શકે છે. બંને મુંબઈમાં રહે છે, તેથી મહારાષ્ટ્ર વિવાહ પંજીકરણ અધિનિયમ 1998ની ધારા 4 હેઠળ માત્ર મહારાષ્ટ્રમાં લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તેમણે કોર્ટમાં બીજીવાર લગ્ન કરવા પડશે. 


(જુઓ, અનુષ્કા-વિરાટનાં ઈટાલીમાં યોજાયેલા લગ્નની ખાસ તસવીરો....)

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: virat kohli and anushka sharma may be re marry in india for this reason
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended