Home » Gossip» અક્ષયની ફિલ્મમાં નહોતો અંડરટેકર I Real Undertaker Was Not in Khiladiyon Ka Khiladi

ખેલાડી અક્કીની ફિલ્મમાં નહોતો અસલી અંડરટેકર, તેના ડુપ્લિકેટ ભાઈએ કરી હતી ફાઈટ!

divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 04:07 PM IST

અક્ષયે 8 ‘ખિલાડી’ ટાઈટલવાળી ફિલ્મ્સમાં કામ કર્યું છે, જોકે હાલ તે કોમેડી તથા દેશભક્તિની થીમવાળી ફિલ્મ્સ વધુ કરે છે
  • ખેલાડી અક્કીની ફિલ્મમાં નહોતો અસલી અંડરટેકર, તેના ડુપ્લિકેટ ભાઈએ કરી હતી ફાઈટ!
    ખેલાડી અક્કીની ફિલ્મમાં નહોતો અસલી અંડરટેકર, તેના ડુપ્લિકેટ ભાઈએ કરી હતી ફાઈટ!

    મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર ફિટનેસ આઈકોન છે. 50 વર્ષે એક્ટર પોતાની ફિટનેસ વડે યુવાઓને ટક્કર આપે છે. માર્શલ આર્ટમાં એક્સપર્ટ એવા અક્ષય કુમારને સ્પોર્ટ્સ પ્રત્યે ઘણો રસ રહ્યો છે. ‘ખિલાડી કુમાર’ના નામથી જાણીતા અક્ષયે અત્યારસુધી 8 ‘ખિલાડી’ ટાઈટલવાળી ફિલ્મ્સમાં કામ કર્યું છે. આવી જ એક ફિલ્મ હતી ‘ખિલાડીયો કા ખિલાડી’. આ ફિલ્મના એક સીનમાં અક્ષય કુમાર WWEના જાણીતા રેસલર ‘ધ અંડરટેકર’ સાથે ફાઈટ કરતો જોવા મળ્યો હતો. ત્યારે ચાહકોના મનમાં એક સવાલ થતો હતો કે આ અંડરટેકર રિયલ છે કે નકલી.

    અસલી હતો કે નકલીઃ

    નકલી હતો અંડરટેકર પણ લોકો ઓળખી ન શક્યા


    - વાસ્તવમાં 1996માં રીલિઝ થયેલી ફિલ્મના સૌથી ખતરનાક સીનમાં અક્ષય અને અંડરટેકર વચ્ચે ભયંકર લડાઈ થાય છે. ફૅન્સને લાગતું હતું કે અંડરટેકર અને અક્ષય લડી રહ્યાં છે. પરંતુ આ વાત સાચી નથી.
    - ફિલ્મમાં અંડરટેકરનો રોલ કરનાર વ્યક્તિ વાસ્તવમાં ‘બ્રાયન લી’ હતો. બ્રાયન લી અંડરટેકરનો પિતરાઈ ભાઈ છે.

    પ્રોફેશનલ રેસલર હતો અંડરટેકરનો પિતરાઈ ભાઈ


    - 26 નવેમ્બર 1966ના અમેરિકામાં જન્મેલો બ્રાયન લી એક પ્રોફેશનલ રેસલર રહી ચૂક્યો છે.
    - ‘ખિલાડીયો કા ખિલાડી’માં એક પ્રોફેશનલ રેસલરની જરૂર હતી, જે સારા રેસલિંગ સ્કિલ્સની સાથે-સાથે અંડરટેકર જેવો દેખાતો હોય.
    - લીએ આ રોલને શાનદાર રીતે ભજવ્યો હોવાની સાથે તે સંપૂર્ણ રીતે અંડરટેકર લાગ્યો હતો. આ જ કારણે ફેન્સને ક્યારેય લાગ્યું નહીં કે ફિલ્મમાં નકલી અંડરટેકર લડી રહ્યો હતો.
    - બ્રાયન લી એક્સટ્રીમ ચેમ્પિયનશીપ રેસલિંગ અને ફુલ નૉનસ્ટૉપ એક્શન રેસલિંગમાં ભાગ લઈ ચૂક્યો છે. તેનું રિંગ નેમ બ્રાયન લી જ હતું. તેનું આખું નામ બ્રાયન લી હેરિસ છે.

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: અક્ષયની ફિલ્મમાં નહોતો અંડરટેકર I Real Undertaker Was Not in Khiladiyon Ka Khiladi
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top