Home »Gossip» Jhanvi Kapoor Is Being Groomed By Karan Johar For Her Bollywood Debut

શ્રીદેવી-જ્હાનવીથી લઈ અમૃતા-સારા સુધી, આ છે યમ્મી મમ્મીઝની ગ્લેમરસ Daughters

divyabhaskar.com | Jan 17, 2018, 18:54 PM IST

  • શ્રીદેવી-જ્હાનવી કપૂર અને સારા અલી ખાન-અમૃતા સિંહ.

બોલિવૂડ ડેસ્કઃશ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર ડિરેક્ટર શશાંક ખૈતાનની ફિલ્મ ‘ધડક’ થકી બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર પણ ડેબ્યૂ કરશે. જ્હાન્વી ઘણીવાર અલગ-અલગ સ્થળોએ સ્પોટ થઈ છે અને તેનો ગ્લેમરસ લૂક હંમેશા ચર્ચામાં રહ્યો છે. જ્હાનવી ઘણીવાર પોતાની માતા શ્રીદેવી સાથે પાર્ટીઝમાં જોવા મળે છે. જ્હાનવી પણ માતા શ્રીદેવીની જેમ જ ગોર્જીયસ દેખાય છે. શ્રીદેવી અને જ્હાનવી જ નહીં પણ બોલિવૂડની અન્ય ઘણી યમ્મી મમ્મીઝ તથા તેમની ગ્લેમરસ દીકરીઓ જોવા મળે છે. આજે divyabhaskar.com આવી જ યમ્મી મમ્મી અને ગ્લેમરસ દીકરીઓની જોડી વિશે જણાવી રહ્યું છે.

 

6 જુલાઈના રોજ રિલીઝ થશે જ્હાનવીની ફિલ્મ...


- પ્રોડ્યૂસર કરણ જોહરે અમુક સમય પહેલા ‘ધડક’નો ફર્સ્ટ લુક લોન્ચ કર્યો હતો. ‘ધડક’ મરાઠી બ્લોકબસ્ટર ફિલ્મ ‘સૈરાટ’ની હિંદી રિમેક છે.
- ‘ધડક’ને ધર્મા પ્રોડક્શન અને ઝી સ્ટુડિયોઝ મળીને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મ 6 જુલાઈ 2018ના રિલીઝ થશે.
- સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પણ ઘણી ગ્લેમરસ દેખાય છે, સારા ડિરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડ ડેબ્યૂ કરશે.
- આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં જોવા મળશે. હાલ ફિલ્મની શૂટિંગ ચાલી રહી છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ યમ્મી મમ્મીઝ અને તેમની ગ્લેમરસ દીકરીઓની તસવીરો......)

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jhanvi Kapoor is Being Groomed by Karan Johar for her Bollywood debut
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended