Home »Gossip» See Photos Of Dabboo Ratnani Calendar PhotoShoot

Big Bથી ઐશ્વર્યા સુધી, આ 24 સેલેબ્સને મળ્યું ડબ્બૂ રતનાનીના કેલેન્ડરમાં સ્થાન

divyabhaskar.com | Jan 17, 2018, 16:25 PM IST

  • અમિતાભ બચ્ચનથી લઈને ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ સહિત 24 સ્ટાર્સે શૂટ કરાવ્યું છે.

મુંબઈઃજાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીનું મોસ્ટ અવેઈટેડ અને ગ્લેમરસ કેલેન્ડર લોન્ચ થઈ ગયું છે. તેના માટે અમિતાભ બચ્ચનથી લઈને ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ સહિત 24 સ્ટાર્સે શૂટ કરાવ્યું છે. આ ડબ્બૂનું 2018નું 19મું કેલેન્ડર શૂટ છે. શૂટમાં ડબ્બૂની ફેમિલી મેમ્બર્સ પત્ની મનીષા રતનાની અને બાળકોનું પણ પ્રમોશન કર્યું છે. આ સેલેબ્સે કરાવ્યું ફોટોશૂટ...

 

- અમિતાભ બચ્ચન આ કેલેન્ડરમાં છેલ્લા 17 વર્ષથી જોવા મળે છે. તેમના સિવાય ઐશ્વર્યા, શાહરૂખ ખાન, સન્ની લિયોની, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે ફોટોશૂટ કર્યું છે.
- શાહરૂખનું આ કેલેન્ડરમાં એકદમ હટકે જ લુક જોવા મળ્યું છે. તે ફોટોશૂટમાં આંખોમાં કાજળ લગાવેલો જોવા મળી રહ્યો છે. તેનો આ લુક 'ટ્યૂબલાઈટ' કેમિયોની યાદ અપાવે છે.
- લોન્ચ પહેલા ડબ્બૂએ કેલેન્ડરનું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, હૃતિક રોશન, અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપરા, વિદ્યા બાલન, આલિયા ભટ્ટ, ફરહાન અખ્તર, અર્જુન રામપાલ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, ટાઇગર શ્રોફ, પરિણીતી ચોપરા, સોનાક્ષી સિંહા, સન્ની લિયોની, સંજય દત્ત, જેક્વેલિન ફર્નાન્ડીઝ,શ્રદ્ધા કપૂર અને ક્રિતી સૈનન સહિત 24 સ્ટાર્સને લેવામાં આવ્યા છે.
- નોંધનીય છે કે, આ વર્ષના કેલેન્ડરનું આ ટીઝર અંદાજે 11 મિનિટનું છે અને બહુ સરસ છે. તેમાં તમામ સ્ટાર્સ તેના શૂટના અનુભવને શેર કરતા જોવા મળે છે.

 

માનુષી છિલ્લરને પણ મળ્યું સ્થાન


- આ વર્ષે કેલેન્ડરમાં મિસ વર્લ્ડ માનુષી છિલ્લર ડેબ્યૂ કરવાની છે. માનુષીએ જણાવ્યું કે, તે આ કેલેન્ડરને લઈને ઘણી ઉત્સુક છે.
- પરિણીતી ચોપરાનું આ પાંચમું વર્ષ છે. તેનું કહેવું છે કે, આ કેલેન્ડર એવોર્ડ કરતા મોટું છે અને તેના વિના તેનું વર્ષ પૂરું થતું નથી.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ અન્ય સેલેબ્સના ફોટોશૂટની તસવીરો...

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: See photos of Dabboo Ratnani Calendar photoShoot
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended