Home » Gossip» સલમાનના આખો પરિવાર ધોનીને પસંદ કરે છે I Khan Family Likes MS Dhoni

ખાન પરિવાર છે મહેન્દ્ર સિંહ ધોનીનો FAN, સલમાને જ શોમાં કર્યો આ વાતનો ખુલાસો

divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 04:19 PM IST

એક બાજુએ જ્યારે ભાઈ ક્રિકેટના સટ્ટાકાંડમાં ફસાયો, બીજી તરફ સલમાને પોતાના ક્રિકેટમાં રહેલા રસ વિશે વાત કરી
  • ખાન પરિવાર છે મહેન્દ્ર સિંહ ધોનીનો FAN, સલમાને જ શોમાં કર્યો આ વાતનો ખુલાસો
    ખાન પરિવાર છે મહેન્દ્ર સિંહ ધોનીનો FAN, સલમાને જ શોમાં કર્યો આ વાતનો ખુલાસો

    મુંબઈઃ સલમાન ખાન હાલ રિયાલિટી શો ‘દસ કા દમ’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ શોમાં સલમાન ખાને પોતાનો પરિવાર તથા તે કયા ભારતીય ક્રિકેટરના ચાહક છે, તે વાતનો ખુલાસો કર્યો હતો. સલમાને કહ્યુ હતુ કે તેનો પરિવાર ઈન્ડિયન ક્રિકટેર મહેન્દ્ર સિંહ ધોનીનો ચાહક છે.

    સલમાનનો પૂરો પરિવાર ક્રિકેટપ્રેમીઓથી ભરાયેલું, ધોની ફેવરિટ ક્રિકેટરઃ


    - ‘દસ કા દમ’માં સલમાન ખાને ઘણી વાતોનો ખુલાસો કર્યો હતો. સલમાન ખાને જણાવ્યુ હતુ કે તે પોતે અને તેના પિતા મહેન્દ્રસિંહ ધોનીના ફેન છે.
    - સલમાન ખાન ઘણીવાર મહેન્દ્રસિંહ ધોની પ્રત્યેની નિક્ટતા દેખાડી ચૂક્યો છે. ફિલ્મ ‘સુલ્તાન’ના રીલિઝ સમયે સલમાને ધોની અને સાક્ષીને પોતાના ઘરે બોલાવ્યા હતા. ધોની પણ સલમાનની બર્થડે પાર્ટીમાં પણ હાજર રહ્યો હતો.
    - શોમાં સલમાને પ્રશ્ન કર્યો હતો કે કેટલા ટકા ભારતીય કપિલ દેવ, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીમાંથી કોને સારો કેપ્ટન માને છે. આ સવાલ બાદ સલમાને પોતે અને પિતા ધોનીના ફેન હોવાનું જણાવ્યું હતું.
    - સલમાને કહ્યુ,‘‘મારા પિતા ધોનીને સૌથી કૂલ કેપ્ટન માને છે. તે મેદાનની ગરિમા જાળવે છે. ક્રિકેટ જેન્ટલમેન ગેમ છે. તેની ખેલ ભાવનાને તે મેદાનમાં જાળવી રાખે છે.’’

    ખાન પરિવારમાં મૂકાયો મુશ્કેલીમાં:


    - અરબાઝ ખાનનું નામ આઈપીએલ સટ્ટાકાંડ સાથે જોડાતા સલમાન ખાન સહિત તેનો પૂરો પરિવાર ફરી મુશ્કેલીમાં મુકાયો છે.
    - તાજેતરમાં એવા અહેવાલ પણ સામે આવ્યા હતા કે સલમાન ખાન હવે અપકમિંગ ફિલ્મ ‘દબંગ-3’ના પ્રોજેક્ટથી અરબાઝ ખાનને બહાર કરવા માગે છે. - સટ્ટાની ટેવને કારણે ડિરેક્શનની જવાબદારી સલમાને પહેલાથી જ અરબાઝ પાસેથી લઈ લીધી હતી અને હવે તે પ્રોડક્શનની જવાબદારીઓમાંથી પણ અરબાઝને હટાવવા માગે છે.

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: સલમાનના આખો પરિવાર ધોનીને પસંદ કરે છે I Khan Family Likes MS Dhoni
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top