Home »Gossip» Actreses Saba Qamar Emotional Video Viral

'અમારા કપડાં ઉતરાવે છે, તે સહન નથી થતું', વ્યથા ઠાલવી રડી પડી આ એક્ટ્રેસ

divyabhaskar.com | Jan 17, 2018, 16:04 PM IST

  • અભિનેત્રી સબા કમરનો એક વીડિયો વાયરલ થયો છે

લાહોર: સબા કમરની ગણના પાકિસ્તાનની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે. બોલિવૂડમાં ઇરફાન ખાન સાથે 'હિન્દી મીડિયમ'માં નજરે પડેલી સબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સબા કમર પાકિસ્તાનમાં એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપી રહી હતી. આ દરમિયાન તે રડી પડી હતી. પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સબા કમરે જણાવ્યુ કે પાકિસ્તાની હોવુ  દુનિયા સામે કેવુ છે. સબાએ રડતા જણાવ્યુ કે પાકિસ્તાની થવાનો દર્દ શું હોય છે? પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોંઘી એક્ટ્રેસનો વીડિયો જેને પણ જોયો તે ભાવુક થઇ ગયો હતો.

 

એક એક કરીને અમારા કપડા ઉતારવામાં આવે છે

 

વીડિયોમાં સબા કહે છે, ' પાકિસ્તાન જે એક પાક. જમીન ગણવામાં આવે છે, જેના નારા પણ લાગે છે કે પાકિસ્તાન જિન્દા બાદ પરંતુ જ્યારે અમે બહારના દેશમાં જઇએ છીએ તો અમારૂ જે રીતે ચેકિંગ થાય છે તે અમે તમને જણાવી પણ નથી શકતા. મને ઘણી શરમ આવે છે કે જ્યારે એક એક કરીને ત્યાં અમારા કપડા ઉતારવામાં આવે છે' સબાએ આ ઇન્ટરવ્યૂમાં ભારતીયો સામે થયેલી પાકિસ્તાનીઓની બદનામીને સામે રાખતા કહ્યું, 'મને યાદ છે જ્યારે હું શૂટિંગ માટે ભારતીયો સાથે વિદેશ ગઇ હતી તો કઇ રીતે તે લોકોને એરપોર્ટ પર આસાનીથી જવા દીધા હતા અને મને રોકી લેવામાં આવી હતી. મને રોકવાનું કારણ મારૂ પાકિસ્તાની હોવાનું હતું, તે દિવસે મને અહેસાસ થયો કે શું આ ઇજ્જત છે અમારી. અમે દુનિયામાં ક્યા સ્ટેન્ડ કરીએ છીએ'

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબા કમરની વધુ તસવીરો...

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actreses Saba Qamar Emotional Video Viral
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended