Home » Gossip» શિખા તલસાનિયાના પિતા છે ટીકુ I Sikha Talsania Daughter Of Tiku Talsania

કોમેડીના કારણે લોકપ્રિય થયો હતો કોમેડિયન ટીકુ, હવે દીકરી ‘વીરે દી વેડિંગ’ને કારણે ચર્ચામાં

divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 03:29 PM IST

ટીકુની જેમ તેમની દીકરી પણ ઘણી ટેલેન્ટેડ કલાકાર છે, ‘વીરે દી વેડિંગ’થી લોકો શિખાને ઓળખતા થયા
  • કોમેડીના કારણે લોકપ્રિય થયો હતો કોમેડિયન ટીકુ, હવે દીકરી ‘વીરે દી વેડિંગ’ને કારણે ચર્ચામાં
    કોમેડીના કારણે લોકપ્રિય થયો હતો કોમેડિયન ટીકુ, હવે દીકરી ‘વીરે દી વેડિંગ’ને કારણે ચર્ચામાં

    મુંબઈઃ 200થી વધુ ફિલ્મ્સ અને ટીવી શોઝમાં કામ કરી ચૂકેલા કોમેડિયન એક્ટર ટીકુ તલસાણિયાએ પોતાના ફિલ્મી કરિયરનો પ્રારંભ 1986માં આવેલી ફિલ્મ ‘પ્યાર કે દો પલ’થી કરી હતી. 31 વર્ષના પોતાના ફિલ્મી કરિયરમાં ટીકુએ તમામ પ્રકારના રોલ કર્યા પરંતુ લોકો આજે પણ તેમને કોમેડી રોલ્સના કારણે ઓળખે છે. ફિલ્મ્સ અને ટીવી શો ઉપરાંત ટીકુ થિએટર્સમાં ફ્રિલાન્સ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરે છે.

    નાના પડદેથી કર્યો કરિયરનો પ્રારંભઃ


    - ટીકૂનો જન્મ 7 જૂન 1956ના રોજ મુંબઈમાં થયો હતો. અન્ય ફિલ્મી એક્ટર્સની જેમ જ ટીકુએ પણ પોતાની કરિયરનો પ્રારંભ નાના પડદેથી કર્યો હતો.
    - 1984માં તેઓ ટીવી શો ‘યે જો હૈ જીંદગી’ અને ‘યે દુનિયા ગજબ કી’માં જોવા મળ્યા હતા. છેલ્લે તેમની ફિલ્મ ‘પટેલ કી પંજાબી શાદી’ રીલિઝ થઈ હતી.
    - ટીકુ હવે જ્યારે મોટા પડદે ઓછા જોવા મળે છે ત્યારે તેમની દીકરી શિખા બોલિવૂડમાં ધમાલ માચવવા તૈયાર છે.

    ‘વીરે દી વેડિંગ’થી ચર્ચામાં આવી ટીકુની દીકરી શિખાઃ


    - ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં કરીના કપૂર ખાન, સોનમ કપૂર અને સ્વરા ભાસ્કર જેવી દિગ્ગજ એક્ટ્રેસિસની સાથે શિખા તલસાણિયા જોવા મળી છે.
    - જોકે, ‘વીરે દી વેડિંગ’ શિખાની પ્રથમ ફિલ્મ નથી. આ પહેલા તે ‘મિડનાઈટ્સ ચિલ્ડ્રન’, ‘માય ફ્રેન્ડ પિન્ટો’ અને ‘વેક અપ સિડ’ જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે.
    - ‘વીરે દી વેડિંગ’ને કારણે શિખાની ઘણી જ ચર્ચાઓ થઈ છે. આ સાથે જ ફિલ્મ પણ સુપરહિટ થતાં શિખાની કરિયરને વેગ મળે તેવી પૂરી શક્યતા છે.

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: શિખા તલસાનિયાના પિતા છે ટીકુ I Sikha Talsania Daughter Of Tiku Talsania
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top