Home »Gossip» Anushka And Virat Kohli Will Host Wedding Reception In Mumbai On 26th

થોડો સમય અહીંયા રહેશે અનુષ્કા-વિરાટ, આ કારણે નહીં રહી શકે પોતાના ઘરમાં!

divyabhaskar.com | Dec 24, 2017, 16:31 PM IST

મુંબઈઃ હાલમાં જ દિલ્હીમાં યોજાયેલા વેડિંગ રિસેપ્શન બાદ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી મુંબઈ આવી ગયા છે. એરપોર્ટ આવ્યા ત્યારથી જ ફોટોગ્રાફર્સ અનુષ્કા-વિરાટને સતત ફોલો કરતા હતાં અને જાણવા માંગતા હતાં કે આ બંને ક્યા જાય છે. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અનુષ્કા-વિરાટ પોતાના વરલી સ્થિતિ એપાર્ટમેન્ટના નવા ઘરમાં નહીં પરંતુ અન્ય એપાર્ટમેન્ટમાં ગયા હતાં. 


નવા ફ્લેટમાં જવાના હતાં અનુષ્કા-વિરાટઃ
અનુષ્કા-વિરાટ ઓન્કાર 1973(ટાવર સીના 34માં માળે) બિલ્ડિંગમાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ ફ્લેટની કિંમત 34 કરોડ રૂપિયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એરપોર્ટથી આ બંને સીધી ક્લોઝ ફ્રેન્ડ રહેજાના ઘરે ગયા હતાં. ફ્રેન્ડના ઘરે આખી સાંજ પસાર કર્યા બાદ બંને લગભગ આઠ વાગે ત્યાંથી રવાના થયા હતાં. બંને ઓન્કાર ફ્લેટના 34માં નહીં પરંતુ 40માં માળે ગયા હતાં. અહીંયા વિરાટની બહેને બંનેનું વેલકમ કર્યું હતું. 34માં માળે હજી થોડું કામ બાકી છે અને તેથી જ બંનેને પઝેશન મળ્યું નથી. જ્યાં સુધી પઝેશન નહીં મળે ત્યાં સુધી બંને 40માં માળે રહેશે. 


(જુઓ, અનુષ્કા-વિરાટના 34 કરોડના એપાર્ટમેન્ટની ખાસ તસવીરો...)

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: anushka and virat kohli will host wedding reception in mumbai on 26th
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended