Home »Gossip» Anushka Sharma And Virat Kohli Host A Wedding Reception In Delhi

Mrs. કોહલીએ પહેરી હતી આટલી મોંઘી સાડી તો જ્વેલરીની કિંમત જાણીને લાગશે નવાઈ

divyabhaskar.com | Dec 24, 2017, 14:46 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીનું ભવ્ય રિસેપ્શન  21 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં યોજાઈ ગયું. રિસેપ્શનમાં અનુષ્કાએ લાલ રંગની બનારસી સાડી પહેરી હતી. અનુષ્કા શર્માની આ સાડી બનારસના પીલીકોઠી વિસ્તારમાં બની છે. આ સાડીમાં રિયલ ગોલ્ડ, જરી તથા ચાંદીના તાર છે. આ સાડીની કિંમત પાંચ લાખ રૂપિયા કરતાં પણ વધારે છે. આ સાડીને બનાવતા છ મહિનાનો સમય થયો હતો. આટલું જ નહીં અનુષ્કાએ લગ્નમાં જે જ્વેલરી પહેરી હતી, તેની કિંમત 25-30 લાખ રૂપિયા છે. 


જાણો કેવી રીતે બને છે સાડીઃ
ડિઝાઈનર સબ્યાસાચીએ સૌ પહેલાં સાડીનો લે-આઉટ બનાવ્યો હતો. સાડીના એક્સપર્ટ તે લે-આઉટને ફાઈનલ સેટિંગ કરીને અપ્રૂવલ છે. ત્યારબાદ સિલ્ક સિફોન, સિલ્ક સેટિંગ સાડી બને છે. એક-એક બુટીકમાં એક-એક ડિઝાઈન માટે અલગથી સાડીની વણાટ કરવામાં આવે છે. આ સાડી ત્રણ કારીગરો બનાવે છે. સાડી બનવામાં કુલ છ મહિનાનો સમય લાગે છે. 


શું છે ખાસઃ
સાડીની સૌથી ખાસ વાત એ છે કે આ ડિઝાઈનને બીજીવાર કોપી-ટુ-કોપી બનાવી શકાતી નથી. સાડીમાં જે સોનાના તાર હોય છે, તેની કિંમત કિલોએ એક લાખ 25 હજાર રૂપિયા હોય છે. 


આટલી કિંમતી હતી જ્વેલરીઃ
સબ્યાસાચીના 'હેરીટેજ બ્રાઈડલ કલેક્શન'માંથી અનુષ્કાએ ચોકર-ઝુમકાનો સેટ પસંદ કર્યો હતો. આ સેટની કિંમત અંદાજે 25-30 લાખ રૂપિયા હોવાનું ચર્ચાય છે. 


(જુઓ, રિસેપ્શનમાં અનુષ્કા-વિરાટની ખાસ તસવીરો....)

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: anushka sharma and virat kohli host a wedding reception in delhi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended