Home » Gossip» પત્નીને માધુરી કેહતો અનિલ કપૂર I Anil-Madhuri Was Hit Pair in Film During 90s

અનિલ કપૂર પત્નીને બોલાવતો હતો માધુરી કહીને, કારણ હતું રસપ્રદ

divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 01:31 PM IST

માધુરી અને અનિલ 90ના દાયકાની હિટ જોડી હતી. આ બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મ્સ આપી
  • અનિલ કપૂર પત્નીને બોલાવતો હતો માધુરી કહીને, કારણ હતું રસપ્રદ
    અનિલ કપૂર પત્નીને બોલાવતો હતો માધુરી કહીને, કારણ હતું રસપ્રદ

    મુંબઈઃ અનિલ કપૂરે સલમાન ખાનના ગેમ શો ‘10 કા દમ’ના સેટ પર મોટો ખુલાસો કર્યો છે. અનિલ કપૂરે કહ્યુ હતુ કે એક સમયે તે પોતાની પત્ની સુનીતાને માધુરી કહીને બોલાવતા હતો. ‘રેસ-3’ની પૂરી સ્ટારકાસ્ટ ‘10 કા દમ’ના સેટ પર પ્રમોશન માટે આવી હતી. આ સમયે સલમાને સવાલ કર્યો હતો કે "કેટલા ટકા ભારતીય પાર્ટનર્સને બીજા નામથી બોલાવતા હોય છે?" આ સમયે અનિલ કપૂરે ખુલાસો કર્યો હતો કે, તે ક્યારેક-ક્યારેક પત્ની સુનીતાને માધુરીના નામથી બોલાવતો હતો.

    અનિલનો જવાબ સાંભળી હસવા લાગી ‘રેસ-3’ની ટીમ


    - અનિલે કહ્યુ હતુ, ''હું મારી પત્નીને સુનિતાને બદલે માધુરી કહીને બોલાવતો હતો.''
    - આનું કારણ આપતા અનિલ કપૂરે જણાવ્યું હતું, "હું અને માધુરી ઘણી ફિલ્મ્સ સાથે કરી રહ્યાં હોવાથી મને ખ્યાલ જ ના આવ્યો કે હું મારી પત્નીને માધુરી કહીને બોલાવું છે.''
    - અનિલે પોતાની પત્નીની પ્રશંસા કરતા જણાવ્યું હતું, "સુનીતા ક્યારેય મારી આ વાત પર નારાજ થતી નહોતી, કારણ કે તે મારા પ્રોફેશનને સમજતી હતી. તેણે મને હંમેશા સપોર્ટ કર્યો છે."
    - ઉલ્લેખનીય છે કે, માધુરી અને અનિલ 90ના દાયકાની હિટ જોડી હતી. આ બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મ્સ આપી હતી. ચાહકોએ પણ આ જોડીને ઘણો પ્રેમ આપ્યો હતો.
    - જ્યારે અનિલ કપૂરે પત્નીને માધુરી કહેવાની વાત કરી ત્યારે ‘રેસ-3’ની સંપૂર્ણ ટીમ હસવા લાગી હતી.

    Lamborghini Gallardoથી Range Rover સુધી, આવી મોંઘીદાટ કાર્સમાં ફરે છે અનિલ કપૂર

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: પત્નીને માધુરી કેહતો અનિલ કપૂર I Anil-Madhuri Was Hit Pair in Film During 90s
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top