Home »Gossip» Tridev Actress Sonam Ties The Knot With Puducherry Doctor Murali Poduval

'ઓયે ઓયે'ની એક્ટ્રેસે કર્યા બીજા લગ્ન, 14 વર્ષે બોલ્ડ સીન આપી આવી'તી ચર્ચામાં

divyabhaskar.com | Apr 20, 2017, 11:19 AM IST

  • સોનમ, સોનમે મુરલી પોડુવલ (ઇનસેટમાં) સાથે બીજા લગ્ન કર્યા છે
મુંબઇઃ વિતેલા જમાનાની એક્ટ્રેસ સોનમ(44)એ પુડ્ડુચેરીના ઓર્થોપેડીક ડોક્ટર મુરલી પોડુવલ સાથે બીજા લગ્ન કર્યા છે. 14 એપ્રિલના રોજ સોનમે મુરલી પોડુવલ સાથે ઉટીમાં લગ્ન કર્યા હતાં. નોંધનીય છે કે સોનમના પહેલા લગ્ન ડિરેક્ટર રાજીવ રાય સાથે 21 જાન્યુઆરી, 1991ના રોજ થયા હતાં. આશરે 25 વર્ષ સાથે રહ્યા પછી આ જોડીના ઓગસ્ટ 2016માં ડિવોર્સ થયા હતાં. સોનમ માત્ર 14 વર્ષે જ  1988માં આવેલી ફિલ્મ 'વિજય'માં બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવી હતી.
 
આ રીતે મળ્યા અને થયો પ્રેમ
-સોનમ અને મુરલીની મુલાકાત પુડ્ડુચેરીમાં થઇ હતી. જ્યારે સોનમ તેના પહેલા પતિ અને ફિલ્મમેકર રાજીવ રાયથી અલગ થઇ હતી ત્યારે મુરલીએ જ તેને સપોર્ટ કર્યો હતો.
-આ મુલાકાત પછી તેઓ એકબીજાની નજીક આવ્યા હતાં અને એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. એક લિડિંગ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે એ પણ જણાવ્યું હતું કે તેના દીકરા ગૌરવ અને મુરલીનું બોન્ડિંગ પણ ખૂબ સારૂં છે. 
 
ગત 26 વર્ષથી ગુમનામીની જિંદગી જીવી રહી છે સોનમ
-'આખિરી અદાલત' અને 'ત્રિદેવ' જેવી ફિલ્મ્સમાં જોવા મળેલી સોનમે લગ્ન પછી ફિલ્મ્સમાં એક્ટિંગ કરવાનું છોડ્યું હતું. છેલ્લા 26 વર્ષથી સોનમ ગુમનામીની જિંદગી જીવી રહી છે. રાજીવ સાથે લગ્ન કર્યા પછી સોનમે બોલિવૂડને અલવિદા કહ્યું હતું.
-નોંધનીય છે કે રાજીવે ગુપ્ત (1994) જેવી સુપરહિટ ફિલ્મ બનાવી હતી. લગભગ આ જ સમયે રાજીવ અંડરવર્લ્ડના નિશાને આવ્યો હતો. તેની ઓફિસ સામે જ તેની પર એટેક થયો હતો. તેની પર હુમલો થતાં આ જોડીએ ભારત છોડીને વિદેશમાં સેટલ થવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા લોસ એન્જલસ પછી સ્વિત્ઝર્લેન્ડ અને થોડા વર્ષ પછી મુંબઇ પરત ફર્યા હતાં. જોકે, 2001થી તેઓ અલગ રહી રહ્યા હતાં.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો,સોનમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ અંગે....
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tridev Actress Sonam Ties The Knot With Puducherry Doctor Murali Poduval
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended