Home »Gossip» Salman Ex Girlfriend Sangeeta Bijlani Look Fit And Young At Age Of 52

52 વર્ષે પણ આમ Fit અને Young રહે છે સલમાનની આ Ex ગર્લફ્રેન્ડ

divyabhaskar.com | Sep 12, 2017, 15:52 PM IST

  • સંગીતા બિજલાણી
મુંબઈઃ એક સમયની ફેમસ બોલિવૂડ એક્ટ્રેસ સંગીતા બિજલાની 1980માં મિસ ઈન્ડિયા બન્યા બાદ ફિલ્મ જગતમાં આવી હતી. પરંતુ મિસ ઈન્ડિયા જીતવા કરતા તે સલમાન ખાન સાથેના અફેરને લઈ વધુ ચર્ચામાં રહી હતી. રાઈટર અને પત્રકાર જસિમ ખાનની બુક 'બીઈંગ સલમાન'માં કરવામાં આવેલા દાવાનું માનીએ તો સલમાનને સંગીતા સાથે લગ્ન કરવા માટે તેના ફેમિલી તરફથી મંજુરી મળી ગઈ હતી. પરંતુ વચ્ચે કંઈક એવું બન્યું કે, આ લગ્ન અચાનક જ પડતા મુકવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સલમાન ખાનની સોમી અલી સાથેની નિકટતાને કારણે આ સંબંધોનો અંત આવ્યો હતો. આ સંબંધોનો અંત આવ્યા બાદ સંગીતાએ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન જીવનનો પણ 2010માં અંત આવ્યો હતો. હાલ તે સિંગલ છે. જોકે તે હાલ 52 વર્ષની હોવા છતાં બેહદ ખૂબસૂરત લાગી રહી છે. 52 વર્ષે આમ ફિટ અને યંગ રહે છે સંગીતા
 
સંગીતા પોતાની ફિટનેસને લઈ ખૂબ જ એક્ટિવ છે. ફિટનેસ માટે તે ખાસ ડાયટ ફોલો કરે છે અને સાથે સાથે યોગા અને ધ્યાન પણ કરે છે. માત્ર એટલું જ નહીં, તે બ્લોગ લખે છે અને તેના દ્વારા તે ફિટનેસ અંગે પણ માહિતી આપતી રહે છે.
 
ધ્યાનથી ઉંમર પર મેળવ્યો છે કાબૂ
સંગીતા પોતાના બ્લોગ પર યુવા રહેવા અંગે એક આર્ટિકલ લખ્યો છે. તેના આ આર્ટિકલ મુજબ, આપણા પ્રાચીન ગ્રંથો સાચા હતા. જેમાં હિમાલયમાં યોગીઓ અને સાધુઓ ધ્યાન દ્વારા હજારો વર્ષ જીવતા હોવાની વાતો હતી. શું ઉંમર ના વધવા દેવા પાછળનું સિક્રેટ ધ્યાન છે?એક રિસર્ચ મુજબ, ધ્યાનથી બીપી વધતું નથી, સ્ટ્રેસ ઘટાડે છે અને ઉંમર પર પણ કાબુ આવે છે. પાંચ વર્ષથી ધ્યાન કરતા લોકોની ઉંમર વધતી અટકી જાય છે.
 
આગળ વાંચો સંગીતા બિજલાણીના ધ્યાન કરવાથી લઈ ફિલ્મ કરિયર, અફેર, લગ્ન અને બિઝનેસ અંગે
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman ex girlfriend sangeeta bijlani look fit and young at age of 52
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended