Home »Reviews »Film Reviews» Movie Review Nirdosh

Movie Review: 'નિદ્રોષ'

Divyabhaskar.com | Jan 19, 2018, 15:53 PM IST

  • Movie Review: 'નિદ્રોષ',  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: સસ્પેન્સ થ્રિલર
    • Director: પ્રદીપ રંગવાની, સુબ્રતો પોલ
    • Plot: ડાયરેક્ટર જોડી પ્રદીપ રંગવાની, સુબ્રતો પોલે મળીને અરબાઝ ખાન, મંજરી ફડનિસ, અશ્મિત પટેલ, મહેક ચહલ, મુકુલ દેવને લઇને આ સસ્પ

ડાયરેક્ટર જોડી પ્રદીપ રંગવાની, સુબ્રતો પોલે મળીને અરબાઝ ખાન, મંજરી ફડનિસ, અશ્મિત પટેલ, મહેક ચહલ, મુકુલ દેવને લઇને આ સસ્પેન્સ થ્રિલર બનાવી છે.

 

વાર્તાઃ-

વાર્તાની શરૂઆત એક મર્ડરથી થાય છે જેની માટે શંકાના દાયરામાં શિનાયા (મંજરી ફડનીસ)ની ધરકપડ કરવામાં આવે છે અને ઇન્સપેક્ટર લોખંડે (અરબાઝ ખાન) આ કેસની તપાસ કરતાં જોવા મળે છે, લોખંડે જેલમાં સતત પોતાના અંદાજમાં શિનાયાની પૂછપરછ કરે છે ત્યારે ધીમે-ધીમે કેસની ગુત્થીનો ઉકેલ મળતો જોવા મળે છે, પરંતું દરેક સમયે નવો ટ્વિસ્ટ સામે આવે છે, ક્યારેક શિનાયાનો પતિ ગૌતમ (અશ્મિત પટેલ) પોતાને કાતિલ જણાવે છે, તો ક્યારેક શંકા મોડલ અદા (મહેક ચહલ) અને ક્યારેક રાણા (મુકુલ દેવ)ની ઉપાય થાય છે. છેલ્લે કાતિલ કોણ છે, અને કોણ નિર્દોષ તેની જાણ અંતમાં થાય છે. કાતિલ કોણ છે તેની માટે તમારે ફિલ્મ જોવી પડશે.

 

ડાયરેક્શનઃ-

ફિલ્મનું ડાયરેક્શન સારું છે, ખાસ કરીને લોકેશન સારા છે અને રીયલ લોકેશન શૂટ હોવાથી તે વધુ સારા દેખાય છે. ફિલ્મનો પ્લોટ ઘણો નબળો જોઇ શકાય છે, ફર્સ્ટ હાફમાં કહાણીનું બિલ્ડ અપ સારું છે, પરંતુ સેકેન્ડ હાફમાં વાર્તા ક્યાંકની ક્યાંક જાય છે અને ખાસ કરીને ફ્લેશબેકમાં વધારે સારી સ્ટોરી બની શકતી હતી. ફિલ્માંકની રીત પણ 90ના દશકના સસ્પેન્સ થ્રિલર જેવું છે. પ્રોડક્શન વેલ્યૂ વધારે સારી થઇ શકતી હતી. સંવાદ પણ ઘણાં જૂના જોવા મળે છે અને ફિલ્મનો કોઇ એક્સ ફેક્ટર નથી.

 

સ્ટારકાસ્ટનું પરફોમન્સઃ-

અભિનયની દ્રષ્ટિથી મંજરી ફડનીસે સારું કામ કર્યું છે. અશ્મિત પટેલ પણ સારું કામ કરતો જોવા મળ્યો છે, અરબાઝ ખાનનો ડેડલી રોલ છે પરંતુ તે તમને 'પ્યાર કિયા તો ડરના ક્યા' ના અરબાઝ ખાનની યાદ અપાવશે. મુકુલ દેવનું કામ સારું છે. મહેક ચહલને એક્ટિંગનો કોર્સ કરી લેવો જોઇએ, તે કાસ્ટિંગમાં બિલકુલ પણ ફિટ થતી નથી.

 

ફિલ્મનું મ્યૂઝિકઃ-

ફિલ્મનું સંગીત વધારે સારું થઇ શકતું હતું. સૈયાં રે વાળું ગીત સારું છે, બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે.

 

જોવી કે નહીં-

જો તમે અરબાઝ ખાન કે અશ્મિત પટેલના દીવાના છો અને 80 કે 90 દશકવાળા સસ્પેન્સ થ્રિલર પસંદ છે તો એકવાર જરૂર ટ્રાઇ કરી શકો છો, નહીંતર પૈસા બચાવો.

(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Movie Review Nirdosh
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended