Home »Celebs B'day & Anniversary» Mana Shettys Father Owned A Heritage Divan Bungalow

અમદાવાદમાં છે સુનિલ શેટ્ટીના સસરાની Heritage હવેલી

divyabhaskar.com | Aug 11, 2017, 00:06 AM IST

  • દિવાન બંગલોનો અંદરનો નજારો અને ઈન્સેટમાં માના તથા સુનિલ શેટ્ટી
અમદાવાદઃ આજે સુનિલ શેટ્ટીનો બર્થ ડે છે. એક્ટર અને બિઝનેસમેન તરીકે તો તેને જાણીતો જ છે. પરંતુ તેનું અમદાવાદ કનેક્શન પણ છે. તેનું સાસરું અમદાવાદ છે. સુનિલ શેટ્ટીએ મૂળ ગુજરાતી એવી માના કાદરી સાથે લગ્ન કર્યા છે. માનાના પિતા અમદાવાદમાં આવેલા દિવાન બંગલોમાં મોટા થયા હતા. જે આજે એક હેરિટેજ હોટલમાં કન્વર્ટ થઇ ગયો છે.
 
સુનિલ શેટ્ટીના સસરા છે જાણીતા આર્કિટેક્ચર
આઈ.એમ.કાદરી 'અનજુમન-એ-ઇસ્લામ' સ્કૂલમાં ભણ્યા. તેઓ ગુજરાત કોલેજમાંથી 'ઇન્ટર-સાયન્સ'નો કોર્સનો કરી આર્કિટેક્ચરનું ભણવા માટે પૂણે ગયા હતા. તેમના પિતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પહેલા ડેપ્યુટી મેયર હતા. અભ્યાસ પૂરો કર્યા પછી આઇ.એમ.કાદરી મુંબઇ શિફ્ટ થઇ ગયા હતા અને અહીંથી કામની શરૂઆત કરી હતી.
 
ફેશન ડિઝાઈનર છે સુનિલ શેટ્ટીની પત્ની
માના આ સિવાય ફેશન ડિઝાઈનર પણ છે. તે બહેન સાથે મળીને 'માના એન્ડ ઈશા' નામનું એક ક્લોથ બ્રાન્ડ પણ ચલાવે છે. આ સિવાય તે પતિ સાથે રિયલ એસ્ટેટ બિઝનેસમાં પણ અનેક જવાબદારીઓ સંભાળી રહી છે.
 
આગળની સ્લાઈડ્સમાં દિવાન બંગલોના વધુ ફોટોઝ
(Celebs B'day & Anniversary Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: mana shettys father owned a heritage divan bungalow
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended