Home »Celebs B'day & Anniversary» Jaya Bachchan Sister Rita Verma Husband Is Also A Bollywood Actor

આ છે અમિતાભ બચ્ચનના સાઢુભાઈ, અહીંયા ચલાવે છે હોટલ

divyabhaskar.com | Oct 11, 2017, 17:07 PM IST

  • ડાબેથી, બચ્ચન પરિવાર, ઈન્દિરા ભાદુરી રાજીવ વર્મા, રીટા વર્મા તથા નવદંપતી
મુંબઈઃ 11 ઓક્ટોબરના રોજ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો 75મો જન્મદિવસ છે. અમિતાભ બચ્ચનના સાસુ ઈન્દિરા ભાદુરી તથા અન્ય સંબંધીઓ હજી પણ ભોપાલમાં રહે છે. અમિતાભના એક સાળી એટલે કે જયા બચ્ચનની એક બહેન રીટા વર્મા તથા સાઢુભાઈ રાજીવ વર્મા પણ ભોપાલમાં રહે છે રાજીવે અનેક બોલિવૂડ ફિલ્મ્સમાં કામ કર્યું છે. ભોપાલમાં રાજીવ વર્માની હોટલ તાપ્તી સરળ છે. 

સાળીએ પણ કર્યાં હતાં લવ મેરેજઃ
રાજીવ વર્માએ જયા બચ્ચનની બહેન રીટા ભાદુરી સાથે લવ મેરેજ કર્યાં હતાં. રાજીવે 1989માં ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'થી કરી હતી. આ ફિલ્મમાં તેણે સલમાનના પિતાની ભૂમિકા ભજવી હતી. 

પિતાની ભજવી છે ભૂમિકાઃ
બે દાયકા સુધી રાજીવ વર્માએ ફિલ્મ્સ તથા ટીવીમાં પિતાની ભૂમિકા ભજવી છે. 'ચુનૌતી' સીરિયલથી ટીવી કરિયરની શરૂઆત કરી હતી. આ સીરિયલમાં સ્કૂલના પ્રિન્સિપાલની ભૂમિકા ભજવી હતી. 

એક્ટિંગ માટે છોડી દીધી હતી સરકારી નોકરીઃ
એમપીના હોશંગાબાદ જીલ્લામાં જન્મેલા રાજીવ વર્માએ ભોપાલમાં જ અભ્યાસ કર્યો છે. હાલમાં તો તે મુંબઈમાં રહે છે. જોકે, ભોપાલ નિયમિત રીતે આવે છે. જ્યારે રાજીવને ફિલ્મની ઓફર મળી ત્યારે તે સરકારી નોકરી કરતો હતો. જોકે, ફિલ્મ્સ માટે રાજીવે સરકારી નોકરી છોડી દીધી હતી. 

પુત્રના લગ્નમાં આવ્યો હતો બચ્ચન પરિવારઃ
પાંચ ડિસેમ્બર, 2013માં ભોપાલમાં રાજીવ વર્માના પુત્ર તથાગતના લગ્નમાં પૂરા બચ્ચન પરિવારે હાજરી આપી હતી. આ લગ્નમાં તેઓ પ્રાઈવેટ જેટથી આવ્યા હતાં. આ સિવાય અન્ય સ્ટાર્સ પણ આવ્યાં હતાં.

(જુઓ, રાજીવ વર્મા તથા બચ્ચન પરિવારની ખાસ તસવીરો....)
(Celebs B'day & Anniversary Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: jaya bachchan sister rita verma husband is also a bollywood actor
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended