Home »Party» Riya Sen-Shivam Tewari Wedding Reception Held In Leela Palace New Delhi

એક્ટ્રેસના લગ્નનું યોજાયું ગ્રાન્ડ રિસેપ્શન, બોલિવૂડમાંથી ના આવ્યું કોઈ

divyabhaskar.com | Sep 18, 2017, 12:56 PM IST

  • ફ્રેન્ડ્સ સાથે રિયા સેન અને શિવમ તિવારી તથા સાસુ સાથે રીટા તિવારી સાથે રિયા
મુંબઈઃ17 સપ્ટેમ્બરના રોજ રિયા સેન અને શિવમ તિવારીના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન નવી દિલ્હીના લીલા પેલેસમાં યોજાયું હતું. જેમાં રિયા અને શિવમના ફેમિલી તથા ફ્રેન્ડ્સ સામેલ થયા હતા. જોકે બોલિવૂડમાંથી કોઈપણ સેલેબ્સ આ પ્રસંગે જોવા મળ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે, રિયાએ પોતાના બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે ગત ઓગસ્ટ માસમાં લગ્ન કર્યા હતા. પિંક કલરની ટ્રેડિશનલ સાડીમાં જોવા મળી રિયા
 
લીલા પેલેસમાં યોજાયેલા રિસેપ્શનમાં રિયા સેન બે આઉટફિટમાં જોવા મળી હતી. આ પહેલા તેણે પિંક કલરની ટ્રેડિશનલ સાડી પહેરી હતી. જેમાં તે બેહદ ગોર્જીયસ લાગી રહી હતી. થોડા સમય બાદ તે બ્લેક કલરના ગાઉનમાં પણ જોવા મળી હતી. રિસેપ્શનમાં રિયાની મા મુનમુન સેન અને બહેન રાઈમા સેન પણ હાજર હતી. તો બીજી તરફ શિવમના ફેમિલીમાંથી તેના પેરેન્ટ્સ અને ભાઈ પણ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, તાજેતરમાં રિયા અને શિવમ પ્રાગમાં વેકેશન ગાળીને પાછા ફર્યા છે.
 
રિયાએ કહ્યું લગ્ન નથી આપતા ગેરન્ટી
રિયાએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, લગ્ન કોઈપણ બાબતની ગેરન્ટી આપતા નથી. લગ્નનો અર્થ બે લોકો વચ્ચે પ્રેમ, સન્માન, પ્રમાણિકતા, સમજણ અને વિશ્વાસ કરવો એવું થાય છે. જો તમે રિલેશનશિપમાં હોય અને ખુશ રહો, હસો તથા લાઈફની ક્ષણોને યાદગાર બનાવો. તમામ લોકોને ઝિંદગી એક જ વાર મળતી હોય છે, આથી ખુશીઓ સાથે વિતાવવી જોઈએ. મેં મારી આસપાસ ઘણા લગ્ન તૂટતા જોયા છે, પણ હું મારા લગ્ન જીવનને શાનદાર રીતે જીવીશ.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ રિયા સેન અને શિવમ તિવારીના વેડિંગ રિસેપ્શનના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: riya sen-shivam tewari wedding reception held in leela palace new delhi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended