Home » Party» મોમ શ્રીદેવીનું નામ સાંભળતા જ Emotional થઈ જાહન્વી, ભાઈએ મુશ્કેલથી સંભાળી, janhvi and khushi cried after remembered late mom sridevi

મોમ શ્રીદેવીનું નામ સાંભળતા જ Emotional થઈ જાહન્વી, ભાઈએ મુશ્કેલથી સંભાળી

divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 06:29 PM IST

જાહન્વી મોમ શ્રીદેવી અંગે પૂછાયેલા સવાલમાં એકદમ ભાવુક બની ગઈ હતી
  • મોમ શ્રીદેવીનું નામ સાંભળતા જ Emotional થઈ જાહન્વી, ભાઈએ મુશ્કેલથી સંભાળી
    મોમ શ્રીદેવીનું નામ સાંભળતા જ Emotional થઈ જાહન્વી, ભાઈએ મુશ્કેલથી સંભાળી

    મુંબઈઃ હાલમાં જ 'ધડક'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં જાહન્વી-ઈશાન, ફિલ્મ ડિરેક્ટર શશાંક ખેતાન, પ્રોડ્યુસર કરન જોહર તથા કપૂર પરિવાર હાજર રહ્યો હતો. ઈવેન્ટમાં જાહન્વી તથા ઈશાન એક પછી એક સવાલના જવાબ આપતા હતાં. જાહન્વી મોમ શ્રીદેવી અંગે પૂછાયેલા સવાલમાં એકદમ ભાવુક બની ગઈ હતી. તે થોડીકવાર માટે તો કંઈ બોલી શકે તેવી સ્થિતિમાં જ નહોતી, અંતે કરન જોહરે સ્થિતિ સંભાળી હતી.


    મોમ સાથે જોઈ હતી 'સૈરાટ'
    જાહન્વીએ કહ્યું હતું કે તેણે 'સૈરાટ' મોમ સાથે જોઈ હતી. જ્યારે તેણે આ ફિલ્મ જોઈ ત્યારે જ તેણે મોમને કહ્યું હતું કે કાશ તેને પણ આવો જ રોલ પહેલી ફિલ્મમાં મળે. 'સૈરાટ'માં રિંકુ રાજગૌરે જે કર્યું તે કોઈ કરી શકે તેમ નથી. તેને હંમેશા મોમ એક જ ટિપ્સ આપતી હતી કે સખ્ત મહેનત કરવી જોઈએ. દરેક સીનમાં અંદરથી ઈમોશન આવવા જોઈએ. તેણે તે રીતે જ ફિલ્મ કરવાનો પ્રયાસ કર્યો છે. પહેલાં દિવસે ઘણી જ મસ્તી કરી હતી. શશાંકે સેટ પર ઘર જેવું વાતાવરણ રાખ્યું હતું. શૂટિંગના પહેલાં દિવસને લઈ ઘણી જ ઉત્સાહી હતી. તે રાત્રે ઉંઘ પણ આવી નહોતી. પાપાએ કોઈ પણ ટિપ્સ આપી નથી. તેમણે બસ પ્રેમ જ આપ્યો છે.


    શરૂઆતમાં હતી નર્વસઃ
    ઈવેન્ટની શરૂઆતમાં જાહન્વી ઘણી જ નર્વસ જોવા મળી હતી. જોકે, પછી તેણે તરત જ પોતાની જાતને સંભાળીને એક પછી એક સવાલના જવાબો આપવાનું શરૂઆત કર્યું હતું. એક પત્રકારે જ્યારે જાહન્વીને સવાલ કર્યો કે તે પોતાની આ પહેલી ફિલ્મ કોને ડેડીકેટ કરવા માંગે છે? આ સવાલ સાંભળીને જાહન્વી થોડીક સેકન્ડ માટે તો ચૂપ જ રહી હતી. પછી તેણે થોડીવાર બાદ જવાબ આપ્યો કે તે મોમને ઘણી જ મિસ કરે છે. આટલું બોલતા બોલતા પણ જાહન્વી એકદમ ભાવુક બની ગઈ હતી, તેના ચહેરા પર મોમ અત્યારે સાથે ના હોવાનું દર્દ સ્પષ્ટ જોવા મળતું હતું. ત્યારબાદ જાહન્વી ચૂપ થઈ ગઈ હતી. જાહન્વીને આ રીતે ચૂપ થયેલી જોઈ કરન જોહર તથા શશાંક ખેતાન મદદે આવ્યા હતાં અને તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપવાનું શરૂ કર્યું હતું.

    મોમ શ્રીદેવીની સાડી પહેરીને દીકરી જાહન્વી ગઈ નેશનલ એવોર્ડ લેવા, લાગી Gorgeous


    બહેન રડતા જાહન્વીએ સંભાળીઃ
    ટ્રેલર લોન્ચિંગ સમયે જાહન્વીની બહેન ખુશી મોમ શ્રીદેવીને યાદ કરીને એકદમ રડવા લાગી હતી. બહેનને રડતા જોઈને જાહન્વીએ તેને સંભાળી હતી. જોકે, પછી જાહન્વી પણ ભાંગી પડી હતી. જાહન્વીને આ રીતે જોઈ ભાઈ હર્ષવર્ધન કપૂર તેને સાંત્વના આપવા આવ્યો હતો.

No Comment
Add Your Comments
(Party Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: મોમ શ્રીદેવીનું નામ સાંભળતા જ Emotional થઈ જાહન્વી, ભાઈએ મુશ્કેલથી સંભાળી, janhvi and khushi cried after remembered late mom sridevi
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Party

Trending

Top