Home »Music »Music Reviews» Krishan Kumar Has A Lounge In Goa

'અચ્છા સિલા દિયા...' ફૅંમ કિશન કુમાર યાદ છે?, જાણો અત્યારે ક્યાં છે ને શું કરે છે

divyabhaskar.com | Apr 19, 2017, 00:03 AM IST

મુંબઈઃ બોલિવૂડ ડિરેક્ટર તથા ટી સીરિઝના માલિક ગુલશન કુમાર પર તેમનો દિકરો ભૂષણ કુમાર ફિલ્મ 'મોગુલ' બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મેઈલ લીડ કરી રહ્યો છે. ગુલશન કુમારની વાત આવે એટલે તેના ભાઈ કિશન કુમારની વાત યાદ આવી જાય. 'બેવફા સનમ'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરનાર કિશન કુમારની આ ફિલ્મ હિટ રહી હતી. આ ફિલ્મનું સંગીત અતાઉલ્લા ખાને આપ્યું હતું. 

ફિલ્મના આ ગીત થયાં હતાં લોકપ્રિયઃ
'બેવફા સનમ'ના 'અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા...' તથા 'ઈશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાયે..' જેવા ગીતો આજે પણ ચાહકોને યાદ છે. આ ગીતોને કારણે જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. 

એક્ટિંગ નહોતી આવડતીઃ
કિશન કુમારને એક્ટિંગ બિલકુલ આવડતી નહોતી. જેથી કિશન કુમારને અન્ય ફિલ્મ્સ મળી નહીં. કિશન કુમારે પહેલાં ભાઈ ગુલશન કુમારની સાથે ટી-સીરિઝ કંપની સંભાળી હતી. 

હવે ભત્રીજા સાથે કરે છે કામઃ
કિશન કુમાર ભાઈના મોત બાદ ભત્રીજા ભૂષણ કુમાર સાથે ટી-સીરીઝ કંપનીને સંભાળી રહ્યો છે. ટી સીરિઝ હવે ફિલ્મ પ્રોડ્યુસ પણ કરે છે. તેથી જ કિશન કુમારનું નામ પ્રોડ્યુસર તરીકે આવે છે.

ગોવામાં ચલાવે છે લોન્જઃ 
કિશન કુમાર ગોવાના સાયોલિમમાં ટેસો નામની એક લોન્જ પણ ચલાવે છે. 

એક્ટ્રેસ સાથે કર્યાં લગ્નઃ
કિશન કુમારે એક્ટ્રેસ તથા સિંગર તાન્યા સિંહ સાથે લગ્ન કર્યાં છે. આ બંનેની મુલાકાત 'આજા મેરી જાન'ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં કિશન હિરો હતો અને તાન્યા હિરોઈન હતી. સેટ પર શૂટિંગ કરતાં-કરતાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં અને પછી બંનેએ લગ્ન કરી લીધા હતાં. બંનેને દીકરી તિશા પણ છે.

મેચ ફિક્સિંગમાં ઉછળ્યું હતું નામઃ
કિશન કુમારનું નામ ક્રિકેટ મેચ ફિક્સિંગમાં પણ આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દિલ્હી પોલીસે કોર્ટમાં જે ચાર્જશીટ રજૂ કરી હતી, તેમાં કિશન કુમારનું પણ નામ હતું. જોકે, પછી આગળ શું કાર્યવાહી થઈ તે વાત બહાર આવી નહોતી. 

સાળો-સસરા છે એક્ટરઃ
કિશન કુમારનો સાળો સની સિંહ(પાઠશાલા) એક્ટર છે. જ્યારે સસરા અજીત સિંહ મ્યૂઝિક ડિરેક્ટર તથા એક્ટર છે. જ્યારે સાળી સંયુક્તા સિંહ પણ એક્ટ્રેસ છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કિશન કુમારના પરિવારની ખાસ તસવીરો.....)
(Music Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: krishan kumar has a lounge in goa
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended