Home » Reviews » Film Reviews» Tumhari Sulu Movie Review In Gujarati

Movie Review : તુમ્હારી સુલુ

divyabhaskar.com | Last Modified - Nov 17, 2017, 12:57 PM IST

વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ થિએટર્સમાં રીલિઝ થઈ ગઈ છે. ‘બેગમ જાન’ પછી આ 2017માં વિદ્યા બાલનની બીજી ફિલ્મ છે
 • Movie Review : તુમ્હારી સુલુ
  Movie Review : તુમ્હારી સુલુ
  Critics Rating
  User Rating
  • Genre: કોમેડી ડ્રામા
  • Director: સુરેશ ત્રિવેણી
  • Plot: વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ થિએટર્સમાં રીલિઝ થઈ ગઈ છે. ‘બેગમ જાન’ પછી આ 2017માં વિદ્યા બાલનની બીજી ફિલ્મ છે

  વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ થિએટર્સમાં રીલિઝ થઈ ગઈ છે. ‘બેગમ જાન’ પછી આ 2017માં વિદ્યા બાલનની બીજી ફિલ્મ છે. ‘તુમ્હારી સુલુ’ને સુરેશ ત્રિવેણીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં વિદ્યાની સાથે માનવ કૌલ, નેહા ધૂપિયા અને આર.જે મલિશ્કાએ મહત્વનો રોલ કર્યો છે. આવો જાણીએ કેવી છે ફિલ્મ...

  વાર્તા

  આ વાર્તા એક મિડલ ક્લાસ લેડી સુલોચના ઉર્ફે સુલુ ( વિદ્યા બાલન)ની છે, જે પતિ અશોક દુબે (માનવ કૌલ) અને દિકરા પ્રણવની સાથે મુંબઈના વિરાર વિસ્તારમાં રહે છે. તે દરેક પ્રકારની કોમ્પિટિશનમાં પાર્ટ લે છે. પછી ભલે તે મોઢામાં ચમચી દબાવીને લિંબૂ રાખીને જવાની રેસ હોય કે પછી રેડિયો પર થતા કોન્ટેસ્ટ. તેમા વિનર બન્યા પછી અનેક પ્રકારના પ્રાઈઝ પણ તે જીતે છે. એક વખત તે પોતાનું પ્રાઈઝ લેવા માટે રેડિયો સ્ટેશન પહોંચે છે જ્યાં રેડિયો જોકીના ઓડિસન ચાલી રહ્યાં હોય છે. સુલુના મનમાં પણ આર.જે બનવાની ઈચ્છા થાય છે અને તે ઈન્ટરવ્યૂ આપવા માટે પહોંચી જાય છે. રેડિયો તરફથી તેને લેટ નાઈટ શો ‘તુમ્હારી સુલુ’ આપવામાં આવે ચે. આ શોથી સુલુ ખૂબ પોપ્યુલર થઈ જાય છે. બીજી તરફ નોકરીના કારણે તેની ફેમિલીમાં કડવાશ આવી જાય છે. પતિ દિવસમાં નોકરી કરીને ઘરે આવે છે અને પત્ની રાતમાં શો કરે છે. શો અને ફેમિલીના કારણે સુલુની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ જાય છે. આ પરિસ્થિતિમાંથી સુલુ કેવી રીતે બહાર નીકળશે? તેની લાઈફમાં કેવા-કેવા ઉતાર-ચઢાવી આવશે? આ બધા જ સવાલોના જવાબ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ડિરેકશન

  સુરેશ ત્રિવેણીએ પહેલા કેટલીક શોર્ટ ફિલ્મ બનાવી છે. પરંતુ આ ફિલ્મથી તેમણે પહેલી વખત એક ફૂલ ફ્લેશ બોલિવૂડ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ડિરેક્શન પ્રમાણે પહેલો હાફ ખૂબ જ સારો છે. લોકેશન અને કેમેરા વર્ક જોરદારનું છે. જોકે, સેકેન્ડ હાફ ખૂબ જ સાધારણ છે. તેમાં જે સ્ટોરી બતાવવામાં આવી છે, તેને વધુ સારી રીતે બતાવી શકાય તેમ હતુ. તે ઉપરાંત ક્લાઈમેક્સ પર વધુ કામ કરી શકાય તેમ હતુ. ઈન ધ એન્ડ ઈન્ટરવલ પછીનો સેકન્ડ હાફ પરફેક્ટ કરવામાં સુરેશ ત્રિવેણી ફેઈલ થયા છે.

  એક્ટિંગ

  વિદ્યા બાલને જોરદાર કામ કર્યુ છે. સુલુના રોલમાં તે એકદમ ફિટ બેસી રહી છે. એક સામાન્ય સ્ત્રીના રોલમાં તેણે એટલી સરસ રીતે કર્યો છે કે દરેક વ્યકિત તેનાથી કનેક્ટ થઈ જાય છે. વિદ્યાના પતિના રોલમાં માનવ કૌલે ખૂબ જ સારુ કામ કર્યુ છે. તેનું કામ વખાણવા લાયક છે. તે ઉપરાંત, નેહા ધુપિયા સહિત બીજા એક્ટર્સે પણ સારું કામ કર્યુ છે.

  મ્યૂઝિક

  ફિલ્મનું મ્યૂઝિક વાર્તા પ્રમાણે એક દમ ફિટ બેસે છે. ‘બન જા તૂ મેરી રાની’ અને ‘હવા હવાઈ’ સોંગ્સ પહેલાથી જ ખૂબ જ પોપ્યુલર થઈ ગયા છે. બાકી ગીતો પણ વાર્તાની સાથે ચાલે છે.

  જોવાય કે નહીં?

  જો તમે વિદ્યા બાલનની એક્ટિંગના ફેન છે તો આ ફિલ્મ તમારી માટે છે. જોકે, વાર્તા પ્રમાણે સેકેન્ડ હાફ તમને નિરાશ કરશે.

No Comment
Add Your Comments
(Film Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tumhari Sulu Movie Review In Gujarati
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Reviews

Trending

Top