Home » Reviews » Film Reviews» Shaadi Mein Zaroor Aana Movie Review In Gujarati

Movie Review: શાદી મેં જરૂર આના

divyabhaskar.com | Last Modified - Nov 10, 2017, 01:27 PM IST

ફિલ્મ ‘શાદી મેં જરૂર આના’ સતેન્દ્ર/સત્તુ (રાજકુમાર રાવ) અને આરતી શુક્લા (કૃતિ ખરબંદા)ની વાર્તા છે.
  • Movie Review: શાદી મેં જરૂર આના
    Movie Review: શાદી મેં જરૂર આના
    Critics Rating
    User Rating
    • Genre: ફેમિલી ડ્રામા
    • Director: રત્ના સિંહા
    • Plot: ફિલ્મ ‘શાદી મેં જરૂર આના’ સતેન્દ્ર/સત્તુ (રાજકુમાર રાવ) અને આરતી શુક્લા (કૃતિ ખરબંદા)ની વાર્તા છે.
    રેટિંગ
    2/5
    સ્ટાર કાસ્ટ
    ડિરેક્ટર
    રત્ના સિંહા
    મ્યૂઝિક
    આનંદ રાજ આનંદ અને આર્કો
    પ્રોડ્યૂસર
    વિનોદ બચ્ચન, મંજૂ બચ્ચન અને કલીમ ખાન
    જોનર
    ફેમિલી ડ્રામા
    વાર્તા
    ફિલ્મ ‘શાદી મેં જરૂર આના’ સતેન્દ્ર/સત્તુ (રાજકુમાર રાવ) અને આરતી શુક્લા (કૃતિ ખરબંદા)ની વાર્તા છે. સત્તુ ફિલ્મમાં કાલર્કનો રોલમાં છે એટલે કે તેની પાસે સરકારી નોકરી છે, બીજી તરફ આરતીએ સિવિલ સર્વિસની પરિક્ષા આપી છે. બન્ને ફેમિલીના લોકો તેમના અરેન્જ મેરેજ કરવા માંગે છે. લગ્ન માટે બન્ને એકબીજાને એક રેસ્ટોરન્ટમાં મળે છે અને બન્ને નક્કી કરે છે કે તેઓ લગ્ન કરી શકે છે. પરંતુ લગ્નના દિવસે આરતી ભાગી જાય છે. આ વાતથી સત્તૂને ખૂબ જ દુ:ખ થાય છે. જે પછી વાર્તા 5 વર્ષ આગળ વધી જાય છે.જ્યાં સત્તૂ IAS ઓફિસર અને આરતી PCS ઓફિસ ર બની જાય છે. વાર્તામાં ટ્વિસ્ટ આવે છે જ્યારે આરતી પર અનેક આરોપ લાગે છે અને સત્તૂ તેના કેસની તપાસ કરે છે. તે પછી શું થાય છે તે માટે તમારે ફિલ્મ જોવી પડશે.
    ડિરેક્શન
    ‘શાદી મેં જરૂર આના’ ફિલ્મને રત્ના સિંહાએ ડિરેકટ કરી છે. ઉલ્લેખનીય છે કે એક ડિરેક્ટર તરીકે આ તેની પહેલી ફિલ્મ છે. ફિલ્મમાં અનેક મુદ્દાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, જેમાં દહેઝ પ્રથા, છોકરીઓનો અભ્યાસ અને જોબ વગેરે. પરંતુ આ સામાજિક મુદ્દાઓ સાથે ફિલ્મ વધુ સફળ નથી થઈ. ફિલ્મના ક્લાઈમેક્સ પર વધુ કામ કરી શકાય તેમ હતુ.
    એક્ટિંગ
    ‘શાદી મેં જરૂર આના’માં રાજકુમાર રાવે જોરદાર એક્ટિંગ કરી ચે. રાજકુમાર બન્ને કેરેક્ટર(લવર અને ઓફિસર)માં જોરદાર લાગી રહ્યો છે. તેની સાથે કૃતિએ પણ સારી એક્ટિંગ કરી છે અને તે પોતાનો રોલ કરવા માટે સક્ષમ રહી છે. તેની સાથે ફિલ્મના બીજા એક્ટર્સે પણ ખૂબ જ સારી એક્ટિંગ કરી છે.
    મ્યૂઝિક
    ‘શાદી મેં જરૂર આના’ ફિલ્મનું મ્યૂઝિક ઠીક ઠાક છે. ફિલ્મનું મ્યૂઝિક વધુ સારુ થઈ શકે તેમ હતુ. ફિલ્મ રીલિઝ પહેલા મ્યૂઝિક કઈંક ખાસ કમાલ નથી કરી શક્યું. જોકે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સારુ છે.
    જોવાય કે નહીં
    જો તમે રાજકુમાર રાવ અને કૃર્તિ ખરબંદાને પસંદ કરતા હોવ તો તમે ‘શાદી મેં જરૂર આના’ ફિલ્મ જોઈ શકો છે. સમાજિક મુદ્દાઓ પર હલ્કી ફુલ્કી ફિલ્મ છે. પંરતુ ફિલ્મ તમને સરપ્રાઈઝ નહીં કરે. જોકે એક વખત જોઈ શકાય છે.
No Comment
Add Your Comments
(Film Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shaadi Mein Zaroor Aana Movie Review In Gujarati
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Reviews

Trending

Top