Home »Reviews »Film Reviews» Poster Boys Movie Reviews In Gujarati

Movie Review : પોસ્ટર બોયઝ

divyabhaskar.com | Oct 13, 2017, 12:37 PM IST

  • Movie Review : પોસ્ટર બોયઝ,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: કોમેડી ડ્રામા
    • Director: શ્રેયસ તલપડે
    • Plot: એક્ટર શ્રેયષ તલપડેએ આ ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે ફિલ્મને ડિરેક્ટર પણ કરી છે
રેટિંગઃ
2/5
ડિરેક્ટર
શ્રેયસ તલપડે
સ્ટાર કાસ્ટઃ
સની દેઓલ, બોબી દેઓલ અને શ્રેયસ તલપડે
સંગીતઃ
તનિષ્ક બાગચી
પ્રોડ્યુસરઃ
સોની પિકચર્સ નેટવર્કસ
જોનર
કોમેડી ડ્રામા
 
એક્ટર શ્રેયસ તલપડેએ આ ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે ફિલ્મને ડિરેક્ટ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ‘Poshter Boyz’ની રિમેક છે. તો હિન્દીમાં કેવી બની છે આ ફિલ્મ આવો જાણીએ.
 
વાર્તા
 
ફિલ્મની વાર્તા એક ગામડામાં રહેતા ત્રણ લોકો જગાવર ચૌધરી(સની દેઓલ), વિનય શર્મા(બોબી દેઓલ) અને અર્જુન સિંહ (શ્રેયસ તલપડે)ની છે. ભુલથી આ ત્રણેયના ફોટો નસબંધીના પોસ્ટર પર લગાવી દેવામાં આવે છે. જેના કારણે ત્રણેયના જીવનમાં તોફાન મચી જાય છે, અને ગામના લોકો તેમની મર્દાનગી પર શક કરવા લાગે છે. વાત એટલી વધી જાય છે કે જગાવરની બહેનના લગ્ન તૂટી જાય છે. તેમજ વિનય અને અર્જુનની લાઈફમાં પણ તેની માઠી અસર પડે છે. વિનયની પત્ની ઘર છોડીને જતી રહે છે તો બીજી તરફ અર્જુનના લગ્ન તુટી જાય છે.  એવામાં ત્રણેય ભેગા મળીને સરકારની સામે કેસ કરવાનો નિર્ણય લે છે. ત્રણેયની લડાઈમાં અનેક મુશ્કેલીઓ અને ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવે છે. તો શુ પોસ્ટર બોયઝ પોતાની લડાઈ જીતી શકે છે. અથવા આ નસબંધીનુ પોસ્ટર તેમની લાઈફ ખરાબ કરી દે છે ? આવા અનેક સવાલોના જવાબ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
 
ડિરેક્શન
 
ફિલ્મનુ ડિરેક્શન સારુ છે. ફિલ્મમાં ક્યાંકને ક્યાંક વન લાઈનર્સ છે જે તમને હસાવે છે જોકે વાર્તામાં એટલો દમ નથી. જેનું કારણ છે કે 21મી સદીની ફિલ્મમાં 18-19મી સદીના જોક્સથી હસાવવાની કોશિશ કરવામાં આવી છે. જે વાત ટ્રેલરમાં બતાવવામાં આવી હતી તે જ વાર્તાને ફર્સ્ટ હાફમાં લંબાવીને બતાવવામાં આવી છે અને જે ખૂબ જ કાલ્પનિક છે. ફિલ્મનો સ્ક્રિનપ્લે હજી પણ સારી રીતે થઈ શકે તેમ હતો.
 
એક્ટિંગ
 
ફિલ્મમાં સની એક વાર ફરી ટિપિકલ જટના અવતારમાં જોવા મળી રહ્યો છે.જ્યારે બોબી એક હિન્દી ટીચરના રોલમાં છે જે પુરી ફિલ્મમાં શુદ્ધ હિન્દીનો ઉપયોગ કરતો જોવા મળે છે. ક્યાંકને ક્યાંક તેની વાતો પર હસુ આવશે. ડિરેક્શનની સાથે ફિલ્મમાં શ્રેયસની એક્ટિંગ પણ સામાન્ય છે. જોવા જઈ તો ત્રણેયે ફિલ્મમાં દર્શકોને ઠીકઠાક હસાવ્યા છે.
 
 
મ્યૂઝિક
 
ફિલ્મનુ મ્યૂઝિક પહેલાથી જ રીલિઝ થઈ ગયુ હતુ જે કઈં ખાસ કમાલ નહોતુ કરી શક્યુ. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ બકવાસ છે.
 
જોવાય કે નહીં
 
જો તમે સની,બોબી અને શ્રેયસના ફેન છો તો જ આ ફિલ્મ જોવાય. નહીં તો સારુ રહશે કે તમે આ ફિલ્મને ટીવી પર આવવાની રાહ જુઓ.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Poster Boys Movie Reviews in Gujarati
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended