Home »Reviews »Film Reviews» Movie Review: Trapped

Movie Review: 'ટ્રેપ્ડ'

divyabhaskar.com | Mar 16, 2017, 11:51 AM IST

 • Movie Review: 'ટ્રેપ્ડ', film reviews news in gujarati
  Critics Rating
  • Genre: થ્રીલર ડ્રામા
  • Director: વિક્રમાદિત્ય મોટવાણે
  • Plot: 2002માં હોલિવૂડમાં 'ટ્રેપ્ડ' નામની ફિલ્મ બની હતી અને હવે તે નામથી નવા આઈડિયા સાથે વિક્રમાદિત્ય મોટવાણેએ અલગ અંદાજમાં ફિલ્મ બનાવી છે.
ક્રિટિક રેટિંગ3 /5
સ્ટાર કાસ્ટરાજ કુમાર રાવ, ગીતાંજલિ થાપા
ડિરેક્ટરવિક્રમાદિત્ય મોટવાણે
પ્રોડ્યુસરફેન્ટમ
મ્યૂઝિકઅલોકાનન્દ દાસગુપ્તા
જોનરથ્રીલર ડ્રામા
 
જ્યારે પણ વિક્રમાદિત્ય મોટવાણેનો ઉલ્લેખ થાય છે, ત્યારે 'ઉડાન' અને 'લુટેરા' જેવી ફિલ્મ્સ આંખ સામે આવી જાય છે. હવે શું 'ટ્રેપ્ડ'નું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ જશે? કેવી બની છે આ ફિલ્મ
 
 
સ્ટોરી
ફિલ્મની સ્ટોરી મુંબઈ આધારિત છે, જ્યાં કંપનીમાં કામ કરતો શૌર્ય(રાજ કુમાર રાવ)પોતાની જ ઓફિસની છોકરી નૂરી(ગીતાંજલિ થાપા)ને ફોન કરીને ડેટ પર મળે છે અને બન્ને વચ્ચે પ્રેમ પાંગરે છે. આ પ્રેમને સંબંધમાં બદલવાની પહેલ પણ થાય છે. જેના માટે શૌર્યને ઘર લેવાની જરૂર પડે છે, જેથી લગ્ન બાદ તે અને નૂરી તેમાં રહી શકે. જ્યારે રિયલ એસ્ટેટ એજન્ટ શૌર્ય સાથે વાત કરે છે ત્યારે તે તેને કંઈક શંકાસ્પદ લાગે એવું ઘર બતાવે છે. એક અન્ડરકન્સ્ટ્રક્શન ઈમારતમાં બ્રોકર, શૌર્યને ઘર આપી દે છે. જ્યાં એક રાતમાં જ મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. તે ઘરમાં શૌર્ય આવ્યો તો એકલો હોય પણ વિવિધ પ્રકારની પરેશાનીઓથી તે નિઃસહાય હોવાનો અહેસાસ કરવા લાગે છે. 35માં ફ્લોર પર મળેલું એક ઘર તેના માટે મુશ્કેલીનો માચડો બની જાય છે. હવે આ ઘરથી તે પોતાને કેવી રીતે મુક્ત કરી શકશે, તેની જાણ તો સિનેમાઘરમાં ગયા બાદ જ થશે.
 
ડિરેક્શન
 
ફિલ્મનું ડિરેક્શન ઘણું સારું છે અને વિક્રમાદિત્યનું રિયલ લોકેશન શૂટ પણ ઘણું સારું છે. મુંબઈના એક એપાર્ટમેન્ટમાં 35માં ફ્લોર પર ચાલી રહેલી ગાથાને ખૂબ સારી રીતે રજૂ કરી છે. સ્ટોરી પણ કમાલની છે.
 
ફિલ્મની ગતિ ઘણી ધીમી છે અને ધીમે બધું આગળ વધે છે, જેને થોડું વધુ સારું કરી શકાય તેમ હતું. સાથે જ આ ફિલ્મમાં રેગ્યુલર મસાલા ફિલ્મ્સ વાળી વાત નથી. જેમાં સોંગ્સ, ડાન્સ અને કોમેડી જોવા મળે. આ કારણે અલગ પ્રકારનું ઓડિયન્સ આ ફિલ્મ જોવાનું પસંદ કરશે.
 
સ્ટાર કાસ્ટનું પર્ફોર્મન્સ
ફિલ્મ 102 મિનિટની છે અને આ બહુમુખી પ્રતિભા ધરાવતા એક્ટર રાજ કુમારની કારણે બાંધી રાખે છે, સાથે જ રાજ કુમારના રોલ સાથે તમે કનેક્ટ પણ કરી શકો છો. તેની અંદરનો ભય કેવી રીતે મજબૂતીથી બને છે, તેની જાણ પણ ફિલ્મની સાથે સાથે થાય છે.
 
ફિલ્મનું મ્યૂઝિક
ફિલ્મનું મ્યૂઝિક સારું છે અને ખાસ કરીને બેકગ્રાઉન્ડ સ્કોર પણ ઘણો અલગ છે, જે સમય સમયે સ્ટોરીને વધુ મજબૂત બનાવે છે.
 
જોવી કે નહીં
જો તમને પર્ફોર્મન્સ આધારિત ફિલ્મ્સ પસંદ આવે તો નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર રાજ કુમાર રાવની આ ફિલ્મ જોઈ શકો છો.
 
 
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Movie Review: Trapped
(Read News in Gujarati from Divya Bhaskar)

  Next Article

  Recommended