Home »Reviews »Film Reviews» Salman Khans Tubelight Is Directed By Kabir Khan

Movie Review: ટ્યૂબલાઈટ

divyabhaskar.com | Jun 23, 2017, 10:24 AM IST

 • Movie Review: ટ્યૂબલાઈટ, film reviews news in gujarati
  Critics Rating
  • Genre: વોર ડ્રામા
  • Director: કબિર ખાન
  • Plot: ભારત-ચીન યુદ્ધના બેકડ્રોપ પર 60ના દશકાની સ્ટોરી દર્શાવવાનો પ્રયાસ કરાયો છે.
કબીર ખાન અને સલમાન ખાનની ત્રીજી ફિલ્મ છે, આ પહેલાં બન્નેએ ‘ટાઇગર’ અને ‘બજરંગી ભાઇજાન’ જેવી ફિલ્મ્સ બનાવી, જેણે બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો હતો. ભારત-ચીન વોરના બેક ડ્રોપ પર બનેલી ફિલ્મ કેવી છે, તે જાણીએ....
 
ફિલ્મ રિવ્યૂઃ
ટ્યૂબલાઈટ
રેટિંગઃ
3/5
સ્ટારકાસ્ટઃ
સલમાન ખાન, ઝૂ ઝૂ, માટીન, સોહિલ ખાન
ડિરેક્ટરઃ
કબિર ખાન
પ્રોડ્યુસરઃ
સલમાન ખાન 
સંગીતઃ
પ્રિતમ
પ્રકારઃ
વોર ડ્રામા
 
વાર્તાઃ

આ ફિલ્મની વાર્તા  બે ભાઇઓ ભરત સિંહ બિષ્ટ( સોહિલ ખાન) અને લક્ષ્મણ સિંહ બિષ્ટ(સલમાન ખાન)ની છે. જન્મના સમયે આ બન્નેના માતા-પિતાનું મોત થઇ ગયું હતું, જેના કારણે આ બન્ને સાથે-સાથે મોટા થયા છે અને એક બીજાને ખુબ જ પ્રેમ કરે છે. મોટો હોવાના કારણે ભરતને આર્મી તરફથી યુદ્ધ લડવા માટે બહાર જવું પડે છે. બીજી તરફ લક્ષ્મમ દુઃખી થઇ જાય છે, તે નથી ઇચ્છતો કે તેનો ભાઇ યુદ્ધ લડવા જાય, પરંતુ અમુક સમય પછી પણ જ્યારે ભરત ઘરે પરત નથી ફરતો તો લક્ષ્મણ તેને શોધવા નીકળી પડે છે. લક્ષ્મણમાં છોકરમત હોય છે, જેના કારણે તેની અડોશ-પાડોશના લોકો તેને ટ્યૂબલાઇટ કહીને બોલાવે છે. લક્ષ્મણ જ્યારે પોતાના ભાઇની શોધમાં નીકળે છે, તો તેને આ પ્રવાસ દરમિયાન અનેક લોકો સાથે થાય છે, જેમાં બાળપણથી તેનો સાથ આપી રહેલા બન્ને ખાન(ઓમ પુરી), બાળ કલાકાર માટીન સાથે અનેક લોકોની એન્ટ્રી થાય છે. વાર્તામાં ત્યારે વળાંક આવે છે, જ્યારે ઇન્ટરવલ બાદ લક્ષ્મણને અનેક બાબતોનો અહેસાસ થાય છે, પરંતુ તેને અંદરથી વિશ્વાસ હોય છેકે તે પોતાના ભાઇને પરત લાવશે, શું આ કામમાં લક્ષ્મણ થાય છે કે નહીં, તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
 
 
 
ડિરેક્શનઃ
 
ફિલ્મનું ડિરેક્શન શાનદાર છે અને સિનેમેટોગ્રાફી, લોકેશન્સ પણ વાર્તા પ્રમાણે યોગ્ય અને શ્રેષ્ઠ છે કારણ કે કબીર ખાન હંમેશાથી જ વર્જિન લોકેશન પર શૂટિંગ કરવા માટે જાણીતા છે, જેના કારણે ફિલ્માંકન દરમિયાન વાર્તા ઘણી સારી લાગે છે. કેમેરા વર્ક અને સાથે જ વાર્તાનો ફ્લો પણ સારો છે.
 
આમ તો ફિલ્મની વાર્તા તેના ટ્રેલરમાં જ દર્શાવી દેવામાં આવી હતી, જેના કારણે ઘણી ભાવુકતાપૂર્ણ આ વાર્તા છે, જોકે સલમાન ખાનના ટિપિકલ અંદાજથી ઘણી અલગ છે. સલમાન ખાનની મસાલા ફિલ્મો જેવી આ ફિલ્મ નથી, જેના કારણે કદાચ આ ફિલ્મ એક ખાસ વર્ગને પસંદ ન પણ પડે. ફિલ્મમાં ઘણી બધી ઇવેન્ટ્સ અલગ-અલગ ટાઇમ પર થતી રહે છે, જેમની વચ્ચેનું સામંજસ્ય અને ફ્રી ફ્લો જોવા મળતો નથી અને ઘણી વિખરાયેલી વાર્તા જોવા મળે છે. ફિલ્મની સ્કિપ્ટ વધુ સારી થઇ શકતી હતી. સમાચારો અનુસાર 50 કરતા વધુ દેશોમાં આ ફિલ્મ અંદાજે 5500 સ્ક્રીનમાં રિલીઝ થવાની છે.
 
સ્ટારકાસ્ટનું પરફોર્મન્સઃ
સલમાન ખાને આ ફિલ્મમાં ઘણો જ ઉમદા અભિનય કર્યો છે અને આ તેની કારકિર્દીની સર્વોત્તમ ફિલ્મોમાની એક કહી શકાય છે, તેના ચહેરાનું ભોળપણ અને તેની આંખોમાં પાણી અનેકની આંખોને નમ કરી શકે છે, સલમાન ખાન ઉપરાંત જાણીતા કલાકાર ઓમ પુરી જે હવે આપણી વચ્ચે નથી, તેમનું કામ પણ ઘણું જ રસપ્રદ છે આ સાથે જ ચાઇલ્ડ આર્ટિસ્ટ માટીને પણ શાનદાર કામ કર્યું છે. મૂળ ચીનની અભિનેત્રી જૂ જૂનું કામ પણ વખાણવાલાયક છે. મોહમ્મદ જીશાન અયૂબે સરાહનીય કામ કર્યું છે અને શાહરૂખ ખાનનો કેમિયો પણ પરફેક્ટ સમયે આવે છે, જે સરપ્રાઇઝ આપીને જતો રહે છે.
 
ફિલ્મનું મ્યૂઝિકઃ
ફિલ્મનું સંગીત સારું છે અને ગીતોની એક વિશેષતા એ પણ છેકે એ દરમિયાન ફિલ્મની સ્ટોરી પણ આગળ વધતી રહે છે અને એ પણ ખબર પડે છેકે શા માટે સલમાન ખાનને ફિલ્મમાં લોકો તેને ટ્યૂબલાઇટ કેમ કહે છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે.
 
જોવી કે નહીંઃ
સલમાન ખાનના મોટા ચાહક છો તો એક વાર આ ફિલ્મ જરૂરથી જોઇ શકો છો.
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Salman khans Tubelight Is Directed by Kabir Khan
(Read News in Gujarati from Divya Bhaskar)

  Next Article

  Recommended