Home »Reviews »Film Reviews» Mukti Bhawan Movie Review

એક્સપર્ટ પાસેથી જાણો 'મુક્તિભવન'નો રિવ્યૂ

divyabhaskar.com | Apr 09, 2017, 16:42 PM IST

  • એક્સપર્ટ પાસેથી જાણો 'મુક્તિભવન'નો રિવ્યૂ,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: કોમેડી ડ્રામા
    • Director: શુભાશિષ ભુતૈની
    • Plot: 'મુક્તિભવન' એક ગંભીર મુદ્દાને હાસ્યની મદદ વડે સમજાવતી ફિલ્મ છે.
'મુક્તિભવન' રીલિઝ થઇ ગઇ છે. આ પર ફેમસ ક્રિટિક અનુપમા ચોપરા પાસેથી divyabhaskar.comએ જાણ્યું કે કેવી છે આ ફિલ્મ...
 
સ્ટારકાસ્ટઃ આદિલ હુસૈન, લલિત બહેલ, ગિતાંજલિ કુલકર્ણા, પાલોમી ઘોષ
 
ડિરેક્શન
ફિલ્મ 'મુક્તિભવન'માં બનારસના ઘાટ પર સળગતા શબ, માન્યતાઓ વચ્ચે ડિરેક્ટર શુભાશિષ હાસ્ય શોધી લાવ્યા છે. તેણે ફિલ્મની સ્ટોરીમાં ખુબ જ જોખીતોળીને દર્શાવ્યું છે કે 'મુક્તિભવન'માં એક જકડી રાખતી સ્ટોરી છે જે આજની ફિલ્મ્સમાં ભાગ્યે જ જોવા મળે છે.
જો તમને ભારી પ્લોટનો હાઇ વોલ્ટેજ ડ્રામા પસંદ છે તો 'મુક્તિભવન' તમને જકડીને રાખશે. ફિલ્મમાં આમ તો ખાસ કંઇ થતું નથી પરંતુ સ્ટોરીને સારી રીતે બતાવીને ટ્વિસ્ટ સોલિડ આપવામાં આવ્યું છે. જે તમને ફિલ્મમાં જકડી રાખે છે. 'મુક્તિભવન'નું પર્ફોર્મન્સ દમદાર છે.
 
સ્ટોરી
ફિલ્મમાં એક ઘરડો વ્યક્તિ દયાનંદ કુમાર (લલિત બહલ)ને લાગે છે કે તેનો અંતિમ સમય નજીક આવી ગયો છે. તે બનારસની એક લોજ 'મુક્તિભવન'માં મરવા ઇચ્છે છે. જ્યાં તેના પિતાનું અવસાન થયું હતું. દયાનો દીકરો રાજીવ (આદિલ હુસૈન) થોડો વિચિત્ર હોય છે. જેની પાસે કોઇ ઓપ્શન હોતો નથી અને તે પિતાને કંપની આપે છે. આથી પિતા અને દીકરો એક હોટલમાં રૂમ મેટ્સ બની જાય છે અને મૃત્યુની રાહ જોવે છે. રાજીવ પોતાની કામની ડેડલાઇન્સ અંગે ખૂબ પરેશાન હોય છે. તો દયા ખૂબ લાપરવાહ અને ડિમાન્ડિંગ હોય છે. જોકે, બન્ને સાથે સમય પસાર કરતાં તેઓ એકબીજાની નજીક આવે છે. લાઇફ અને ઘર અંગે તેમની અંડરસ્ટેન્ડિંગ ખૂબ સારી રહે છે. ગિતાંજલી કુલકર્ણીએ રાજીવની પત્નીનો રોલ કર્યો છે. તો પાલોમી ઘોટે તેની સ્પિરિચ્યુઅલ દીકરીનો રોલ કર્યો છે. બન્નેએ એક મિડલ ક્લાસને સારી રીતે રિપ્રેઝન્ટ કર્યો છે.
 
રેટિંગ
ફિલ્મમાં બનારસ અને ડેથ બિઝનેસને લઇને કંઇપણ સામાન્ય નથી પરંતુ શુભાશિષે આ પર કોઇ કમેન્ટ કરવી સારી નથી ગણી. તેણે માત્ર એક કટ્ટરપંથી, જીવન અને સંબંધોને દર્દ સાથે પ્રસ્તુત કર્યું છે. માસ્ટર સ્ટ્રોક એ છે કે આ ફિલ્મને તેણે કોમેડી એંગલથી બનાવી છે. આથી જ્યારે દયાનંદ બીમાર થઇ જાય છે અને ભજન કરીને મૃત્યુની રાહ જુએ છે. આ સીનમાં તે કહે છે કે,'કૃપા કરીને સુરમાં ગાતા રહો' આ એક એવી ફિલ્મ છે. જેમાં હસતાં હસતાં મૃત્યુ વિશે જાણકારી મળે છે. હું સાડા ત્રણ સ્ટાર આપું છું
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mukti Bhawan Movie Review
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended