Home »Reviews »Film Reviews» Mom Is Thriller Film Directed By Ravi Udyawar

Movie Review: મોમ

divyabhaskar.com | Jul 07, 2017, 10:34 AM IST

  • Movie Review: મોમ,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: થ્રિલર ડ્રામા
    • Director: રવિ ઉદયાવર
    • Plot: એક મા અને દીકરીના જીવનમાં આવતા ઝંઝાવાતની સ્ટોરી છે 'મોમ'
અનેક વર્ષ સુધી એડ એજન્સી અને ગ્રાફિક ડિઝાઇનીંગ પછી હવે રવિ ઉદયાવરે મોમ ફિલ્મ સાથે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું છે. ઇન્ડસ્ટ્રિમાં 50 વર્ષથી વધારેનો સમય વિતાવી ચૂકેલી એકટ્રેસ શ્રીદેવીના કરિયરની આ 300મી ફિલ્મ છે. કેવી બની છે આ ફિલ્મ આવો જાણીએ...
 
ફિલ્મ રિવ્યૂઃ
મોમ
રેટિંગઃ3/5
સ્ટારકાસ્ટઃ
શ્રીદેવી, નવાઝુદ્દિન સિદ્દીકી, અક્ષય ખન્ના, અદનાન સિદ્દિકી, સજલ અલી, અભિમન્યુ સિંહ
ડિરેક્ટરઃ
રવિ ઉદયાવર
નિર્માતાઃબોની કપૂર સુનિલ મનચંદા, મુકેશ તલરેજા
સંગીતઃ
એ.આર.રહેમાન
પ્રકારઃ
થ્રિલર ડ્રામા
 
વાર્તાઃ
આ સ્ટોરી દેવકી (શ્રીદેવી)ની છે. જે એક ટીચર તરીકે કામ કરે છે અને તેની દીકરી આર્યા (સજલ અલી) પણ તેના જ ક્લાસમાં અભ્યાસ કરે છે. એક દિવસ મોહિત નામના સ્ટૂડન્ટે આર્યાને ખરાબ મેસેજ મોકલવાના કારણે ક્લાસમાં મોહિતને સજા આપી અને થોડા દિવસો પછી વેલેન્ટાઇન દિવસની પાર્ટીમાં તેનો બદલો લેવા માટે મોહિતે પોતાના દોસ્તો સાથે આર્યાનો રેપ કર્યો અને તેને ગટરમાં ફેકી દીધી. ફરિયાદ કરવા પર કોર્ટ કેસમાં મોહિતને છોડી મૂકવામાં આવે છે પરંતુ મા હોવાના કારણે આ દુષ્કર્મનો બદલો લેવા માટે દેવકી હવે ડિટેક્ટિવ ડીકે (નવાઝુદ્દિન સિદ્દીકી)ની મદદ લે છે પોલીસ ઓફિસર ફ્રાન્સિસ (અક્ષય ખન્ના) પણ અલગ અવતારમાં જોવા મળે છે. સ્ટોરીમાં અનેક નવા વળાંક આવે છે અને આખરે ટિપિકલ અંદાજમાં પૂરી થાય છે.
 
ડિરેક્શનઃ
પહેલીવાર ફિલ્મને ડિરેક્ટ કરી રહેલા રવિ ઉદયાવરનું કામ સારૂ છે. તેમણે સારી રીતે ડિરેક્શન કર્યું છે. આ સાથે જ ક્રમબદ્ધ બનતી ઘટનાઓની સિનેમેટોગ્રાફી પણ સારી છે.
 
ફિલ્મની સ્ટોરી નબળી છે. તેમાં નવી કોઇ વાત નથી. જેની પર વધારે કામ કરવાની જરૂર હતી. આ એવી સ્ટોરી છે. જેનો અંદાજો લગાવવો ખૂબ જ સરળ છે. જોકે, ટ્રેલરના કારણે કશું જ ખ્યાલ આવતો નહોતો પરંતુ જેવી રીતે ફિલ્મ આગળ વધે છે. તમારા મગજમાં એ સવાલ આવતો રહે છે. કે આ પ્રકારની ફિલ્મ તો અનેકવાર જોઇ ચૂક્યા છે. સ્ટોરી પર વધુ કામ કરવાની જરૂર હતી.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
સજલ અલીએ દીકરીના રોલમાં સારૂ કામ કર્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ અને સ્ટાઇલ લાજવાબ છે. તે ગંભીર હોવાની સાથે હસાવે પણ છે. તેની સ્ટાઇલ જ એવી છે. જે તમને આગળ પણ યાદ રહેશે. અક્ષય ખન્ના ફરી એકવાર સહજ અવતારમાં જોવા મળે છે. શ્રીદેવીનું પર્ફોર્મન્સ ખુબ સારૂ છે. એક મોમ તરીકે તેની એક્ટિંગ જોરદાર છે. જે તમારી આંખોમાં આંસુ પણ લાવી શકે છે. અભિમન્યુ સિંહનું કામ પણ સારૂ છે. એક્ટિંગની દ્રષ્ટિએ ફિલ્મ ઉત્તમ છે.
 
સંગીતઃ
ફિલ્મનું સંગીત ઠીકઠાક છે. ગીતને વધારે સારા બનાવી શકાયા હોત. બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે.
 
ફિલ્મ જોવી કે નહી.? :
શ્રીદેવી અને નવાઝુદ્દિનના પર્ફોર્મન્સ માટે એકવાર જરૂર જોવી જોઇએ.
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mom is Thriller film directed by Ravi Udyawar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended