Home »Reviews »Film Reviews» Movie Review Of Lipstick Under My Burkha

Movie Review: લિપસ્ટિક અન્ડર માય બુરખા

divyabhaskar.com | Jul 19, 2017, 11:50 AM IST

  • Movie Review: લિપસ્ટિક અન્ડર માય બુરખા,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: ડ્રામા
    • Director: અલંકૃતા શ્રીવાસ્તવ
    • Plot: અલંકૃતા શ્રીવાસ્તવે ટર્નિંગ 30 બાદ આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. જે અનેક વિવાદો બાદ રીલિઝ થવા માટે તૈયાર છે.
ક્રિટિક રેટિંગ 3.5 /5
સ્ટાર કાસ્ટરત્ના પાઠક, પ્લાબિતા બોરઠાકુર, કોંકણા સેન શર્મા, સુશાંતસિંહ, વિક્રાંત મસ્સી, શશાંક અરોરા
ડિરેક્ટરઅલંકૃતા શ્રીવાસ્તવ
પ્રોડ્યુસર પ્રકાશ ઝા, એકતા કપૂર
મ્યૂઝિકજુબાંનિસા બંગશ
જોનર ડ્રામા
 
સ્ટોરી
આ સ્ટોરી બુઆ જી ઉર્ફે ઉષા(રત્ના પાઠક શાહ), લીલા (અહાના કુમાર), શિરીન(કોંકણા સેન શર્મા) અને રિહાના(પ્લાબિતા)ની છે. જે ભોપાલના એક વિસ્તારમાં રહે છે. બુઆજીને રોમેન્ટિક નવલકથાઓ વાંચવાનો શોખ છે. લીલા ફોટોગ્રાફર અર્શદ(વિક્રાંત મસ્સી)સાથે શહેર છોડીને દિલ્હી જવાનું સપનું જુએ છે. શિરીન પતિ(સુશાંત સિંહ) અને ત્રણ બાળકો સાથે એક બંધનો ભરેલું જીવન પસાર કરે છે. પરંતુ તે કોઈને કહ્યા વિના સેલ્સ વિમેનનું કામ કરે છે, તો બીજી તરફ અનેક પ્રતિબંધો હોવાછતાં રિહાના અંગ્રેજી સોંગ્સની દીવાની છે અને ઘર બહાર નીકળતા જ તે પોતાની દુનિયામાં ચાલી જાય છે અને મસ્તી મારતી રહે છે. આ ચારેય મહિલાઓના જીવનમાં ઉતાર-ચડાવ આવે છે અને અંતે ફિલ્મ ક્લાઈમેક્સ સુધી પહોંચે છે.
 
ડિરેક્શન
ફિલ્મનું ડિરેક્શન ઉમદા છે અને અલંકૃતાએ એક સામાન્ય સ્ટોરીને શાનદાર અંદાજમાં રજૂ કરી છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક અને બેકગ્રાઉન્ડ પણ કમાલનું છે. ફિલ્મની સ્ટોરી સાધારણ હોવા છતાં પ્રભાવિત કરે છે. જે લોકોની વિચારધારા બદલવા માટે સક્ષમ છે.ડાયલોગ્સ પણ જબરદસ્ત છે અને તેને સારી રીતે લખવામાં આવ્યા છે. મોહલ્લામાં શું શું થાય છે અને રોજીંદું જીવન કેવું હોય છે તે દર્શાવવામાં આવ્યું છે. ડિરેક્શન અને સ્ટોરી હિસાબે ફિલ્મ ખૂબ સરસ છે.
 
સ્ટારકાસ્ટ પર્ફોર્મન્સ
ફિલ્મના દરેક એક્ટરે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે. રત્ના પાઠક શાહની એક્ટિંગ શાનદાર છે. જે હસાવવાની સાથે સાથે તમને વિચારવા માટે પણ મજબૂર કરે છે. તો બીજી તરફ કોંકણા સેન શર્મા, અહાના કુમરા અને પ્લાબિતાએ પણ ઉત્તમ કામ કર્યું છે. સુશાંતસિંહ અને વિક્રાંત મસ્સીની એક્ટિંગ પણ ખૂબ સારી છે, જે રોલ અને સ્ટોરી મુજબ ચાલે છે. બાકીના સહ કલાકારોએ પણ પોત પોતાના ભાગે આવેલા રોલને સારી રીતે નિભાવ્યો છે.
 
ફિલ્મનું મ્યૂઝિક
ફિલ્મનું સંગીત પણ સારું છે જ્યારે બેકગ્રાઉન્ડ સ્કોર પણ છાપ છોડી જાય એવો છે.

જોવી કે નહીં
તમે જો એડલ્ટ હોય અને શાનદાર પર્ફોર્મન્સની સાથે સાથે આંખો ખોલનારી ફિલ્મ્સ જોવાનું પસંદ કરતા હોય તો આ ફિલ્મ જરૂર જોઈ શકો છો.
 
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: movie review of Lipstick Under My Burkha
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended