Home » Reviews » Film Reviews» Akshay kumar and bhumi pednekar film toilet ek premkatha review

Movie Review: ટોઈલેટ એક પ્રેમકથા

divyabhaskar.com | Last Modified - Aug 11, 2017, 11:42 AM IST

અક્ષય કુમારની આ ફિલ્મ સામાજિક મુદ્દા પર આધારિત છે.
  • Movie Review: ટોઈલેટ એક પ્રેમકથા
    Movie Review: ટોઈલેટ એક પ્રેમકથા
    Critics Rating
    User Rating
    • Genre: સોશ્યિલ ડ્રામા
    • Director: શ્રીનારાયણ સિંહ
    • Plot: અક્ષય કુમારની આ ફિલ્મ સામાજિક મુદ્દા પર આધારિત છે.
    ફિલ્મ રિવ્યૂઃ ટોઈલેટઃ એક પ્રેમકથા
    રેટિંગઃ 2.5/5
    સ્ટાર-કાસ્ટઃ અક્ષયકુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર, સના ખાન
    પ્રોડ્યુસરઃ અલકા ભાટિયા, શીતલ ભાટિયા
    સંગીતઃ વિકી પ્રસાદ, માનસ-શિખર
    વાર્તાઃ
    આ ફિલ્મ ગામમાં રહેતા કેશવ એટલે કે અક્ષય કુમાર તથા જયા(ભૂમિ)ની છે. શરૂઆત ત્યાંથી થાય છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે અક્કી માંગલિક છે અને તેના લગ્ન પહેલાં ભેંસ સાથે કરવામાં આવે છે. તેની મુલાકાત જયા સાથે થાય છે અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગે છે. બંનેની લવસ્ટોરી આગળ વધે છે. લગ્ન બાદ જયા, કેશવના ઘરે આવે છે અને તેને ખ્યાલ આવે છે કે ઘરમાં ટોઈલેટ જ નથી. તે આ વાતથી દુઃખી છે. ટોઈલેટ ના હોવાને કારણે કેશવ પોતાની પત્નીને ક્યારેક બીજાના ઘરે તો ક્યારેક ટ્રેનમાં લઈ જાય છે. એક દિવસ થાકીને જયા ટોઈલેટ ના હોવાને કારણે ઘર છોડી દે છે અને કહે છે કે જ્યારે ઘરમાં ટોઈલેટ બનશે ત્યારે જ તે પાછી આવશે. હવે કેશવના ઘરમાં ટોઈલેટ બને છે કે નહીં અને જયા પરત આવશે કે નહીં તે માટે તો ફિલ્મ જોવી પડશે.

    ડિરેક્શનઃ
    ફિલ્મનું ડિરેક્શન સારું છે. વાર્તા ગામની છે, એટલે તમામ સીન્સ રિયલ લોકેશન પર પિક્ચરાઈઝ કરવામાં આવે છે. સ્ક્રિનપ્લેની ખાસીયત એ છે કે તે એક ખાસ મુદ્દાની તરફ તમારું ધ્યાન આકર્ષિત કરે છે. જોવા જાવ તો ડિરેક્શન, સ્ક્રિનપ્લે, કેમેરા વર્ક કમાલનું છે. સાથે જ બેકડ્રોપ પણ સારું છે.

    પર્ફોમન્સઃ
    અક્ષયની એક્ટિંગ કમાલની છે. તો ભૂમિએ પણ જયાનો રોલ સારીરીતે પ્લે કર્યો છે. વાર્તા બંનેની આસપાસ ફરે છે અને તેથી તેમના પર જ ફોક્સ રહ્યું છે. બાકીના કલાકારોનું કામ પણ સારું છે. પર્ફોમન્સના હિસાબે ફિલ્મ ઘણી જ સારી છે.

    સંગીતઃ
    ફિલ્મનું સંગીત વાર્તાની સાથે-સાથે ચાલે છે. સ્ક્રિનપ્લેમાં ગીત સારું છે. બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારું છે.

    જોવી કે નહીં:
    જો તમને રિયલ મુદ્દા પર આધારિત સોશ્યિલ ડ્રામા પસંદ હોય તો આ ફિલ્મ તમારે માટે જ છે...
No Comment
Add Your Comments
(Film Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Akshay kumar and bhumi pednekar film toilet ek premkatha review
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Reviews

Trending

Top