Home »Reviews »Film Reviews» Begum Jaan Is Drama Film Directed By Srijit Mukherji

Movie Review: બેગમ જાન

divyabhaskar.com | Apr 13, 2017, 18:42 PM IST

  • Movie Review: બેગમ જાન,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: પીરિયડ ડ્રામા
    • Director: સૃજીત મુખર્જી
    • Plot: આ ફિલ્મમાં વર્ષ 1947માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલાની સ્ટોરી બતાવવાની કોશિશ કરાઇ છે.
ટ્રેલરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આખરે 'બેગમ જાન'માં શું વાત કહેવાની કોશિશ કરવામાં આવી છે. કેવી બની છે આ ફિલ્મ આવો જાણીએ..
 
ફિલ્મ રિવ્યૂઃ
બેગમ જાન
રેટિંગઃ3.5/5
સ્ટારકાસ્ટઃવિદ્યા બાલન, ઇલા અરૂણ, ગૌહર ખાન, પિતોબાશ ત્રિપાઠી, પલ્લવી શારદા, સુમિત નિઝાવન, આશીષ વિદ્યાર્થી, રજિત કપૂર, નસીરૂદ્દિન શાહ
ડિરેક્ટરઃ
સૃજીત મુખર્જી
નિર્માતાઃ
વિશેષ ફિલ્મ્સ
સંગીતઃ
અનુ મલિક, ખૈયામ
પ્રકારઃ
પીરિયડ ડ્રામા
 
વાર્તાઃ
આ સ્ટોરી તે સમયની છે જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો અને તે સમયે ભારત અને પાકિસ્તાનને અલગ કરનાર એક રેડક્લિફ લાઇન બનાવવામાં આવી હતી. આ દરમિયાન આ લાઇન એખ બેગમ જાન (વિદ્યા બાલન)ના વેશ્યાલય વચ્ચોવચ્ચ આવતી હતી. ઓફિસર્સ બેગમ જાનને આ વેશ્યાલય છોડીને જવાનું કહે છે. પરંતુ બેગમજાન આ હુકમનું પાલન કરતી નથી. પછી સ્ટોરીમાં સરકારી તંત્રનું દબાણ અને અનેક ષડયંત્ર બતાવવામાં આવે છે. બેગમ જાન સાથે આ વેશ્યાલયમાં અન્ય 10 મહિલાઓ અને 2 પુરૂષો હોય છે. આમ તો બેગમ જાન અને આ 12 લોકોના સંઘર્ષની વાત કહેવામાં આવી છે. આ સાથે જ ફિલ્મમાં આજના મોટા મુદ્દા તરફ પણ ધ્યાન આપવામાં આવ્યું છે. જે તમને વિચારવા પર મજબૂર કરે છે
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન સારૂ છે અને સિનેમેટોગ્રાફી પણ સારી છે. ડ્રોન કેમેરાથી લીધેલા શોટ્સ, ડાયલોગ્સ પણ કમાલના છે. ગોળીબારી સાથે જ આગના સીન પણ સારા છે. ફિલ્મની સ્ટોરીના હિસાબે સ્ક્રિનપ્લે હજુ સારો બનાવી શકાયો હોત. આ સાથે જ એડિટીંગમાં પણ ક્યાંક કચાશ જોવા મળે છે. આમ તો ફિલ્મમાં અનેક કેરેક્ટર્સ છે. જેના કારણે કેટલાક સારા કેરેક્ટર્સ પર તમે ધ્યાન આપી શકતા નથી. આ કેરેક્ટર્સને હજુ વધારે સારા બનાવી શકાયા હોત.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
ફિલ્મનું કાસ્ટિંગ કમાલનું છે. વિવેક મુશ્રાન, ચંકી પાંડે, રાજેશ શર્મા, રજિત કપૂર, આશીષ વિદ્યાર્થી, પલ્લવી શારદા, ઇલા અરૂણ જેવા સ્ટાર્સનું કામ સહજ છે. તો પિતોબાશ ત્રિપાઠી અને ગૌહર ખાન તમને સરપ્રાઇઝ કરે છે. સુમિત નિઝાવન અને વિવેક મુશ્રાનનું કામ પણ વખાણવા લાયક છે. બેગમ જાન તરીકે વિદ્યા બાલન, તેનું રૂપ અને અવાજ તમારા કાનમાં ગુંજે છે. વિદ્યાએ પોતાનો રોલ સારી રીતે કર્યો છે. નસીરૂદ્દિન શાહનો નાનો પણ સારો રોલ છે. અમિતાભ બચ્ચને નેરેટર તરીકે અવાજ આપ્યો છે તેમજ અન્ય કલાકારનું કામ પણ સારૂ છે.
 
સંગીતઃ
ફિલ્મનું મ્યૂઝિક સારૂ છે. આશા ભોસલેનું ગાયેલું ગીત 'પ્રેમ મેં તોહરે', અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલનું ગીત 'વો સુબહ' સ્ટોરી સાથે મેચ થાય છે. બાકી અન્ય ગીતો ફિલ્મની ઝડપને ધીમી કરે છે. આ ફિલ્મમાં 'બાબુલ મોરા નૈહર' નામનું લોકગીત પણ કમાલનું છે.
 
ફિલ્મ જોવી કે નહી.? :
આ ફિલ્મ સમગ્ર પરિવાર સાથે અને ખાસ તો ઘરની મહિલા સભ્યોએ જરૂર જોવી જોઇએ. આ એક અલગ જ પ્રકારનું સિનેમા છે. જે આંખો ખોલવાનું કામ કરે છે.

 
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Begum Jaan Is Drama Film Directed by Srijit Mukherji
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended