Home »Reviews »Film Reviews» Film Bank Chor Is A Good Film

Movie Review: બેંક ચોર

divyabhaskar.com | Jun 16, 2017, 12:32 PM IST

  • Movie Review: બેંક ચોર,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: કોમેડી ડ્રામા
    • Director: બમ્પી
    • Plot: ડિરેક્ટર બમ્પી તથા પ્રોડ્યુસર આશિષ પાટિની ફિલ્મ 'બેંકચોર' રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ તથા વિવેક ઓબેરોય મહત્વની ભૂમિકામાં છે.
ફિલ્મ રિવ્યૂઃ બેંક ચોર
રેટિંગઃ3/5
સ્ટાર-કાસ્ટઃરિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય, રિયા ચક્રવર્તી
પ્રોડ્યુસરઃ આશીષ પટેલ
સંગીતઃશ્રીરામ, કૈલાશ ખેર, બાબા સહગલ, રોચક કોહલી
વાર્તાઃ
ફિલ્મની વાર્તા ચંપક(રિતેશ દેશમુખ) તથા તેના બે સાથીઓ ગેંદા તથા ગુલાબની આસ-પાસ ફરે છે. ત્રણેય બેંક લુંટવાનો પ્લાન બનાવે છે. જ્યારે તેઓ બેંકમાં લૂંટ ચલાવતા હોય છે, ત્યારે પોલીસ તથા મીડિયાને આની માહિતી મળી જાય છે અને બહાર ભીડ જમા થઈ જાય છે. સીબીઆઈ ઈન્સ્પેક્ટર અમઝદ ખાન(વિવેક ઓબેરોય)ને ચોર પકડવાનું કહેવામાં આવે છે. અંતે ચોરોએ કેમ બેંક લૂંટવાનો પ્લાન બનાવ્યો, શું અમઝદ ખાન ચોરોને પકડી શકશે, આ તમામ સવાલોના જવાબ માટે તો તમારે થિયેટર સુધી જવું જ પડશે. 

ડિરેક્શનઃ
બમ્પીએ કમાલનું ડિરેક્શન કર્યું છે. તેનો વિચાર ગજબનો છે. ફિલ્મના સંવાદો જબરજસ્ત છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી તથા એડિટિંગ પણ કાબિલે-તારીફ છે. 

એક્ટિંગઃ
રિતેશ દેશમુખે જબરજસ્ત એક્ટિંગ કરી છે. તેનો કોમિક ટાઈમિંગ કમાલનો છે. મીડિયા કર્મીના રોલમાં રિયા ચક્રવર્તીએ સારો અભિનય કર્યો છે. વિવેક હજી વધુ સારી એક્ટિંગ કરી શક્યો હોત. બાબા સેહગલે કેમિયોમાં પણ લોકોને ખુશ કરી દીધા છે.

સંગીતઃ
ફિલ્મમાં ઈન્ટરવલ સુધી એક પણ સોંગ નથી. પછી પણ ક્યારેય સોંગની જરૂર લાગતી નથી. બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. 

જોવી કે નહીં:
ફિલ્મ ખૂબ જ હસાવે છે અને એકવાર તો જોઈ શકાય તેમ છે. જોકે, મગજ લગાવવાની બિલકુલ જરૂર નથી. 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: film bank chor is a good film
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended