Home »Reviews »Film Reviews» Movie Review Daddy

Movie Review : ડેડી

divyabhaskar.com | Sep 08, 2017, 14:30 PM IST

 • Movie Review : ડેડી, film reviews news in gujarati
  Critics Rating
  • Genre: પોલિટિકલ ક્રાઈમ ડ્રામા
  • Director: અશિમ અહલુવાલિયા
  • Plot: ડિરેક્ટર આશિમ અહલુવાલિયાની ફિલ્મ ‘ડેડી’ રીલિઝ થઈ ગઈ છે.
રેટિંગઃ
2/5
સ્ટારકાસ્ટ
અર્જુન રામપાલ, ઐશ્વર્યા રાજેશ, આનંદ ઈન્ગલે, નિશિકાંત કામત, રાજેશ શ્રીંગારપુરે
ડિરેક્ટર
અશિમ અહલુવાલિયા
સંગીતઃ
સાજિદ-વાજિદ
પ્રોડ્યુસરઃ
અર્જુન રામપાલ અને રુત્વિજ પટેલ
જોનર
પોલિટિકલ ક્રાઈમ ડ્રામા
 
 
ડિરેક્ટર આશિમ અહલુવાલિયાની ફિલ્મ ‘ડેડી’ રીલિઝ થઈ ગઈ છે.  આ ફિલ્મ એક જાણીતા ગેંગસ્ટરમાંથી પોલિટિશિયન બનેલા અરુણ ગવળી પર આધારીત છે. ફિલ્મમાં અરુણ ગવળીનો રોલ અર્જુન રામપાલે કર્યો છે. જોકે, ફિલ્મની વાર્તામાં કઈં નવુ જોવા નથી મળ્યુ અને એક ગેંગસ્ટરની  વાર્તાને ફરી એક વાર મોટા પડદા પર બતાવવામાં આવી છે.
 
વાર્તા
 
મુંબઈના ગેંગસ્ટર જેને લોકો ‘ડેડી’ના નામથી ઓળખે છે તે અરુણ ગવળીના જીવન પર બની છે ફિલ્મ ‘ડેડી’. ફિલ્મની શરૂઆત એક એમએલએના મર્ડરથી શરૂ થાય છે. જેના ગુનામાં ડેડી એટલે કે અરુણ ગવળી(અર્જુન રામપાલ)ની ધરપકડ કરવામાં આવે છે. મર્ડરના ગુનામાં ગવળીને જેલ મોકલવામાં આવે છે. જેલમાં તે પોતાની વાર્તા સંભળાવે છે. કહાની ફ્લેશબેક 70ના દશકથી શરૂ થાય છે. ગવળી મુંબઈની એક ચાલમાં રહે છે. જે મજદુર મિલમાં કામ કરે છે. પરંતુ ગરીબી અને પરિસ્થિત તેને સામન્ય માણસ રહેવા નથી દેતી. બે મિત્રો બાબુ(આનંદ ઈન્ગલે) અને રામા(રાજેશ શ્રીંગારપુરે)ની સાથે મળીને તે ગેન્ગ બનાવે છે અને જુગાર, મટકા રમવા લાગે છે. એક દિવસ તેના હાથથી મર્ડર થઈ જાય છે. આ રીતે તે અનેક મર્ડર કરે છે અને ગવળી અંડરવર્લ્ડનો એક જાણીતો ચહેરો બની જાય છે. આ ગેન્ગ મુંબઈ પર રાજ કરે છે. આ જ કારણ છે કે ગવળીને દાઉદ ઈબ્રાહિમનો દુશ્મન માનવામાં આવે છે. ફિલ્મમાં દાઉદનો રોલને મકસૂદ(ફરહાન અખ્તર) નામ આપવામાં આવ્યુ છે. ગવળીનો પીછો કરતો એક લાલચુ અને અતિ મહત્વકાંક્ષી પોલીસ વાળા વિજયકર નિતિન(નિશિકાંત)ને પણ બતાવવામાં આવ્યો છે. ગવળી એક મુસ્લિમ છોકરી ઝુબૈદા(ઐશ્વર્યા રાજેશ) સાથે લગ્ન કરે છે. ગેંગસ્ટર, ખૂન કરવુ, જેલમા જવુ, હિંસા કરવી અને દબાવ બનાવવામાં સફળ રહેલા અરુણનો લોકો કેમ ડેડી સમજવા લાગે છે. લોકો કેમ તેની રોબિનહુડનું નામ આપે છે? કેમ તેને બન્ને ધર્મના લોકોનો સપોર્ટ મળે છે? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
 
ડિરેક્શન
 
ફિલ્મનું ડિરેક્શન સારુ છે અને ડિરેક્ટર અશિમ અહલુવાલિયાએ ગેંગસ્ટરની વાર્તાને પડદા પર ખૂબ જ સરસ રીતે બતાવી છે. ફિલ્મનું શૂટિંગ સારુ છે. લોકેશન અને સિનેમેટ્રોગાફી પણ સારી છે. પરંતુ કેવી રીતે ગવળી લોકોનો મસીહા બન્યો, કોર્ટ કેસ, ડોનનો રોલ (મકસૂદ) સારી રીતે બતાવવામાં ડિરેક્ટર અસફળ રહ્યા છે. ફિલ્મમાં કઈં નવુ બતાવામાં નથી આવ્યુ. ફિલ્મ જોતા સમયે તમને લાગશે કે તમે પહેલા પણ આ પ્રકારની ફિલ્મ જોઈ ચૂક્યા છો. વાર્તા દર્શાવવાની રીત પણ બકવાસ છે જેન વધુ સારી રીત બતાવી શકાય તેમ હતુ. ફિલ્મ ક્યારે ફ્લેશબેકમાં છે અને ક્યારે રિયલમાં તે જોવા વાળાને કન્ફ્યૂઝ કરે છે.
 
એક્ટિંગ
 
અર્જુન રામપાલે અરુણ ગવળીનો રોલ ખૂબ સારી રીતે કર્યો છે. ફિલ્મમાં અરુણ ગવળી જેવો દેખાવવા માટે તેના નાક અને માથમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. અર્જુનનો અવાજ અને તેની ડાયલોગ ડિલિવર સારી છે. નિશિકાંત કામત પોલીસ ઓફિસરનો રોલ ખૂબ સારી રીતે નિભાવ્યો છે. બીજી તરફ, ફરહાન અખ્તર મકસૂદના રોલમાં ક્યાંકને ક્યાંક ફીટ નથી બેસી રહ્યો.
 
મ્યૂઝિક
 
ફિલ્મનું મ્યૂઝિક ઠીક છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક વધુ સારુ થઈ શકે તેમ હતુ. ગણપતિનું સોન્ગ સારુ છે. એક ગીત ‘ઈદ મુબારક..’ અરુણ ગવળી(અર્જુન) અને તેની પત્ની આશા ગવળી(ઐશ્વર્યા રાજેશ)પર ફિલ્માવવામાં આવ્યુ છે.
 
જોવાય કે નહીં
 
જો તમને ક્રાઈમ, ગેંગસ્ટાર પર આધારીત ફિલ્મ જોવી પસંદ છે અને તમે અર્જુન રામપાલના ફેન છો તો ફિલ્મ જોવાય.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Movie Review Daddy
(Read News in Gujarati from Divya Bhaskar)

  Next Article

  Recommended