Home »Reviews »Film Reviews» Movie Review: Baywatch

Movie Review: 'બેવોચ'

divyabhaskar.com | Jun 02, 2017, 10:17 AM IST

 • Movie Review: 'બેવોચ', film reviews news in gujarati
  Critics Rating
  • Genre: કોમેડી ડ્રામા
  • Director: સેથ જોર્ડન
  • Plot: 'બેવોચ' સમુદ્ર અને તેની આસપાસ રહેતા લાઈફ ગાર્ડ્સની સ્ટોરી છે
ક્રિટિક રેટિંગ 2 /5
સ્ટારકાસ્ટડ્વેન જોન્સન, જેક એફ્રોન, પ્રિયંકા ચોપરા, એલેગ્જેન્ડ્રા ડડ્ડારિયો, જાન બાસ, ડેવિડ હેસેલાફ
ડિરેક્ટરસેથ જોર્ડન
પ્રોડ્યુસરઈવાન રિટમેન, માઈકલ બર્ક, ડગ્લાસ સ્વાર્ટજ
મ્યૂઝિકક્રિસ્ટફર લેનર્ટજ
જોનરકોમેડી ડ્રામા
 'બેવોચ' નામ આવતા જ તમારા મનમાં એક ઝટકે જ સુમદ્ર કિનારે સ્લો મોશનમાં દોડતા લાઈફ ગાર્ડ્સ જોવા મળે છે અને તેની સ્ટોરી રજૂ કરે છે 'બેવોચ'. કેવી બની છે આ ફિલ્મ આવો જાણીએ

સ્ટોરી
આ સ્ટોરી કેલિફોર્નિયાના સમુદ્ર કિનારાના લાઈફ ગાર્ડ્સ એટલે કે બેવોચ ટીમની છે. જેના હેડ મિચ(ડ્વેન જોન્સન) છે. જે પોતાની ટીમ સાથે સમુદ્ર કિનારે થઈ રહેલી દરેક ઘટના પર ધ્યાન રાખે છે. એકવાર કાઉન્સિલે મિચને ટીમમાં એવોર્ડ વિનિંગ મેટ બ્રાડી(જેક એફ્રાન)ની નિયુક્તિ કરી, જેનાથી મિચને વધુ ખુશી થઈ નહીં, કારણ કે મેટ પોતાના કામમાં બેજવાબદારી વર્તતો જોવા મળતો હોય છે. પરંતુ ધીમે ધીમે મેટ, મિચ અને ટીમ સાથે હળવા મળવા લાગે છે. પરંતુ બીચ પાસે ડ્રગ્સની બેગ્સ મળી આવતા સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે અને તેની શંકા બિઝનેસ વુમન વિક્ટોરિયા લીડ્સ (પ્રિયંકા ચોપરા)પર કરવામાં આવે છે. સ્ટોરીમાં અનેક વળાંકો આવે છે અને કેવી રીતે મિચ અને તેની આખી ટીમ આ રેકેટનો પર્દાફાશન કરે છે તે અંગે જાણવા માટે તમારે નજીકના સિનેમાઘર સુધી જવું પડશે.

ડિરેક્શન
ફિલ્મનું ડિરેક્શન ખૂબ જ શાનદાર છે અને સાથે જ સમુદ્ર કિનારે અને સમુદ્ર અંદર તથા આસપાસના વિસ્તારોનું શૂટિંગ માણવા લાયક છે. તેમાં પણ સિનેમેટોગ્રાફી અને કેમેરા વર્ક તો કમાલનું છે. ફાઈટ સિકવન્સ પણ શાનદારી રીતે શૂટ કરવામાં આવી છે.
 
ફિલ્મનું નબળું પાસું તેની વાર્તા છે. જે ઘસાયેલી છે અને તમને અગાઉથી જ ખબર પડી જાય છે કે, હવે શું થવાનું છે. ફિલ્મની સ્ટોરી પર ધ્યાન આપવાની જરૂર હતી, કારણ કે હોલિવૂડ ફિલ્મ્સનું એક અળગ જ ઓડિયન્સ હોય છે અને તેને ખુશ કરવું મુશ્કેલ કામ છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ ઘણો નબળો છે. જેને મજબૂત કરવાની ખૂબ જરૂર હતી.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સ
ફિલ્મનું સ્ટારકાસ્ટ ઘણી દિલચસ્પ છે. જ્યાં એક તરફ સુપર ડુપર સ્ટાર ડ્વેન જોન્સન છે તો બીજી તરફ યુવા હૈયાઓ પર રાજ કરનારા જેક એફ્રોન પણ છે. આ બન્ને એક્ટર્સે શાનદાર કામ કર્યું છે અને બન્ને વચ્ચે ઘણા રસપ્રદ સીન્સ પણ આવે છે. સાથે સાથે બાકી તમામ કલાકારોએ પણ સારું કામ કર્યું છે. તો બીજી તરફ પોતાના દેશની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની સિકવન્સ પણ ઘણી સારી છે. પરંતુ પ્રિયંકાનો વધુ ઉપયોગ થઈ શકે તેમ હતો.
 
ફિલ્મનું મ્યૂઝિક
ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર શાનદાર છે અને સ્ટોરીના ફ્લોની સાથે સાથે જાય છે.

જોવી કે નહીં
જો તમે ઉપર લખેલા એક્ટર્સના મોટા ફેન હોય તો એકવાર આ ફિલ્મ જરૂર જોઈ શકો છો.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: movie review: baywatch
(Read News in Gujarati from Divya Bhaskar)

  Next Article

  Recommended