Home »Reviews »Film Reviews» Indu Sarkar Movie Review: Indu Sarkar Film Based On Emergency

Movie Review: ઈંદુ સરકાર

divyabhaskar.com | Jul 28, 2017, 16:52 PM IST

  • Movie Review: ઈંદુ સરકાર,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: પોલિટિકલ ડ્રામા
    • Director: મધુર ભંડારકર
    • Plot: વર્ષ 1975-77માં દેશમાં લાગેલી કટોકટી દરમિયાન થયેલી વિવિધ ઘટનાઓ પર આધારિત છે આ ફિલ્મ
ફિલ્મ રિવ્યૂઃઈંદુ સરકાર
રેટિંગઃ3.5/5
સ્ટાર-કાસ્ટઃકીર્તિ કુલ્હારી, તોતા રોય ચૌધરી, નીલ નીતિન મુકેશ, અનુપમ ખેર, સુપ્રિયા વિનોદ
પ્રોડ્યુસરઃમધુર ભંડારકર
સંગીતઃઅનુ મલિક
નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર મધુર ભંડરાકરની છેલ્લી કેટલીક ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નથી. આ વખતે મધુરે ઈમરજન્સીને લઈ ફિલ્મ બનાવી છે. 

વાર્તાઃ
આ ફિલ્મ ઈમરજન્સી દરમિયાન જ્યારે ભારતમાં હાહાકાર મચી ગયો હતો, તે ક્ષણોની વાત કરતી યુવતી ઈન્દુ(કીર્તિ કુલ્હાર)ના લગ્ન સરકારી અધિકારી નવીન સરકાર(તોતા રોય ચૌધરી) સાથે થાય છે અને લગ્ન બાદ તેનું નામ ઈંદુ સરકાર થઈ જાય છે. ઈમરજન્સીમાં લોકોને પડતી મુશ્કેલી ઈંદુને પસંદ નથી હોતી પરંતુ તેના પતિ નવીનને સરકારના કામ વધુ ગમે છે. જેને કારણે ઈંદુ તથા નવીન વચ્ચે તકરાર થતી રહે છે. આ સમયે ઈંદુ કેટલાંક સંગઠનો સાથે મળીને સરકારની યોજનાના વિરોધમાં કામ કરે છે. વાર્તામાં અનેક ટ્વિસ્ટ આવે છે, જ્યારે ઈંદુ, નાનાજી(અનુપમ ખેર)ની ટીમમાં સામેલ થાય છે. જ્યારે ઈમરજન્સીનો અંત થાય છે ત્યારે ઘણું જ બદલાઈ ચૂક્યું હોય છે. 

ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન ઘણું જ સારું છે. સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક તથા બેકગ્રાઉન્ડ કમાલનું છે. મધુર ભંડારકર ફરી એકવાર 'પેજ 3', 'ટ્રાફિક સિગ્નલ', 'ચાંદનીબાર' જેવા જોનરમાં જોવા મળ્યાં છે. ફિલ્મની વાર્તા જબરજસ્ત રીતે લખવામાં આવી છે. સંવાદો સારા છે. જોકે, ફિલ્મની સ્પીડ ઘણી જ ઓછી છે, જેને ઝડપી બનાવી શકાઈ હોત. જોકે, ઓછા બજેટમાં મધુરે આ ફિલ્મ સારી બનાવી છે. શૂટિંગ પણ આગવી સ્ટાઈલમાં કર્યું છે. 

એક્ટિંગઃ
ફિલ્મમાં કીર્તિ કુલ્હારીનું પર્ફોમન્સ કમાલનું છે. આ પહેલાં કીર્તિએ 'પિંક'માં બેસ્ટ અભિનય જોવા મળ્યો હતો. ફિલ્મમાં નીલ નીતિન મુકેશનો સરપ્રાઈઝિંગ રોલ છે. તો અનુપમ ખેરનું કામ સહજ છે. તોતા રોય ચૌધરીની સાથે સુપ્રિયા વિનોદે પણ સારું કામ કર્યું છે. 

સંગીતઃ 
ફિલ્મનું સંગીત સારું છે અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે. ગીતો પણ ઉમદા છે. 

ફિલ્મ જોવી કે નહીં:
મધુર ભંડારકરની ફિલ્મ્સ પસંદ હોય અને ઈમરજન્સીના સમયે શું થયું હતું, તે જાણવાની ઉત્સુકતા હોય તો બેસ્ટ પર્ફોમન્સ માટે આ ફિલ્મ મિસ કરવી જોઈએ નહીં.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indu Sarkar Movie Review: Indu Sarkar Film Based On Emergency
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended