Home »Reviews »Film Reviews» Jab Harry Met Sejal Movie Review In Gujarati

Movie Review: જબ હેરી મેટ સેજલ

divyabhaskar.com | Aug 04, 2017, 12:42 PM IST

  • Movie Review: જબ હેરી મેટ સેજલ,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: રોમેન્ટિક કોમેડી
    • Director: ઈમ્તિયાઝ અલી
    • Plot: ટૂરિસ્ટ ગાઈડ હેરી અને ગુજરાતી છોકરીની લવ સ્ટોરી છે આ ફિલ્મ
ક્રિટિક રેટિંગ2.5/5
સ્ટાર કાસ્ટ  શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા, અરૂ કૃષ્ણાંશ વર્મા, ચંદન રોય, એવલિન શર્મા
ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી
મ્યૂઝિકપ્રીતમ, ડિપ્લો, હિતેશ સોનિક (બેક ગ્રાઉન્ડ)
પ્રોડ્યુસરગૌરી ખાન
જોનરરોમેન્ટિક કોમેડી
ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' રીલિઝ થઈ ગઈ છે. આમ તો ઈમ્તિયાઝ ડિફરન્ટ ફિલ્મ્સ માટે જાણીતો છે. પરંતુ આ ફિલ્મ કેવી છે, તે જાણીએ.
 
સ્ટોરી
આ સ્ટોરી ટૂરિસ્ટ ગાઈડ હેરી એટલે કે શાહરૂખ ખાન પર આધારિત છે અને ગુજરાતી છોકરી સેજલ(અનુષ્કા શર્મા)ની છે. સ્ટોરીની શરૂઆત યુકેથી થાય છે, જ્યાં સેજલ પોતાના ફિયાન્સ સાથે સગાઈ કરી લે છે. જ્યારે આ કપલને ભારત પાછું ફરવાનું કહેવામાં આવે છે ત્યારે સેજલની એંગજમેન્ટ રિંગ ખોવાઈ જાય છે. એવામાં સેજલ તેને શોધવા માટે અહીં જ રોકાઈ જાય છે. આ દરમિયાન તેની મુલાકાત ટૂરિસ્ટ ગાઈડ હેરી સાથે થાય છે. જેની મદદથી તે રિંગ શોધે છે, પણ આ દરમિયાન સેજલ અને હેરીને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે. જોકે સેજલ તેને વારંવાર કહે છે કે, રિંગ મળતા જ તે ચાલી જશે. એવામાં હવે સેજલને રિંગ મળે છે કે નહીં? તો પછી તે હેરી સાથે યુકેમાં જ રોકાય જાય છે? આ જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
 
ડિરેક્શન
ફિલ્મનું ડિરેક્શન સારું છે. આ સિવાય સિનેમેટોગ્રાફી અને કેમેરા વર્ક પણ સારું કરવામાં આવ્યું છે. ઈમ્તિયાઝની ફિલ્મ્સ આમ તો લાંબી હોય છે, જોકે આ ફિલ્મ ટાઈમના હિસાબે ટૂંકી છે પણ આમ છતાં બોર કરે છે. સ્ટોરીમાં કોઈ નવીનતા નથી.
 
સ્ટારકાસ્ટનું  પર્ફોર્મન્સ
ફિલ્મમાં શાહરૂખ અને અનુષ્કાએ સારી એક્ટિંગ કરી છે. સ્ટોરી બન્નેની આસપાસ ફરે છે. ફિલ્મમાં ગુજરાતી ગર્લનું કેરેક્ટર પ્લે કરી રહેલી અનુષ્કાનો ચહેરો થોડો મોટો બતાવવામાં આવ્યો છે. બાકીના તમામ સ્ટાર્સનું કામ સારું છે.
 
ફિલ્મનું મ્યૂઝિક
ફિલ્મનું મ્યૂઝિક ઠીક-ઠીક છે. સ્ક્રીન પ્લેમાં સોંગ્સનું એડિટિંક કરી શકાય તેમ હતું. બાકી બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે.
 
જોવી કે નહીં
જો તમે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માના ફેન હોય તો તમે આ ફિલ્મ જોઈ શકો છો.
 
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jab Harry Met Sejal Movie Review in Gujarati
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended