Home »Reviews »Film Reviews» Ajay Devgn Film Baadshaho Is All Around About Love Hate And Lots Of Twist

Movie Review: બાદશાહો

divyabhaskar.com | Sep 01, 2017, 12:08 PM IST

  • Movie Review: બાદશાહો,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: પીરિયડ-એક્શન ડ્રામા
    • Director: મિલન લુથરિયા
    • Plot: 'બાદશાહો' એક પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ છે
ફિલ્મ રિવ્યૂઃબાદશાહો
રેટિંગઃ2.5/5
સ્ટાર કાસ્ટઃઅજય દેવગણ, ઈલિયાના ડિક્રૂઝ, ઈમરાન હાશ્મી, એશા ગુપ્તા, વિદ્યુત જામવાલ, સંજય મિશ્રા
સંગીતઃતનિષ્ક બાગચી, અંકિત તિવારી
પ્રોડ્યુસરઃમિલન લુથરિયા, ભૂષણ કુમાર, કિશન કુમાર
ડિરેક્ટર મિલન લુથરિયાની ફિલ્મ 'બાદશાહો' રીલિઝ થઈ રહી છે. 'કચ્ચે ધાગે', 'ચોરી ચોરી' તથા 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' પછી મિલન-અજયની આ ચોથી ફિલ્મ છે.

વાર્તાઃ
ફિલ્મની વાર્તા રાજસ્થાન તથા ઈમરજન્સી(1975)ના સમય પર આધારિત છે. ઈમરજન્સી સમયે દેશની તથા મોટાભાગે રાજ-રજવાડાઓના ખજાના જપ્ત કરવામાં આવ્યા હતાં. આ સમયે જયપુરની મહરાણી ગીતાંજલી દેવી એટલે કે ઈલિયાના ડિક્રૂઝના મહેલ પર છાપો પડે છે અને સરકાર ખજાનાને સિઝ કરી દે છે. કારણ કે આ ખજાનો કોઈ પણ જાતની નોંધણી કરાવ્યા વગર રાખવામાં આવ્યો હોય છે. ખજાનો ટ્રકમાં ભરીને દિલ્હી મોકલવાનું કામ પોલીસ અધિકારી સહર(વિદ્યુતમ જામવાલ)ને સોંપવામાં આવે છે. આ સમયે મહારાણી ગીતાંજલી પોતાના ખાસ સાથી ભવાની સિંહ (અજય દેવગણ)ને ખજાનાની વાત કહે છે. ભવાની મહારાણીની ખાસ સંજના(એશા ગુપ્તા), દલિયા(ઈમરાન હાશ્મી), તિકલા (સંજય મિશ્રા)ની સાથે ખજાનો લૂંટવાનો પ્રયાસ કરે છે. આ સમયે અનેક ડર્ટી સિક્રેટ્સ બહાર આવે છે. કેરેક્ટર્સ વચ્ચેનો પ્રેમ, વિશ્વાસઘાત, ગુસ્સો અને અનેક ટ્વિસ્ટ જોવા મળે છે. હવે ટ્રક દિલ્હી પહોંચી શકે છે? ખજાનો લૂંટાઈ જાય છે?તે જાણવા માટે તો થિયેટરમાં જવું જ પડશે. 

ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન અને સીન્સ સારા છે. જેમ કે ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના સારા રાજમહેલો તથા લોકેશનનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા નબળી છે. ફિલ્મ ઘણી જ ધીમે ચાલે છે, જેને કારણે કંટાળો આવવા લાગે છે. 

પર્ફોમન્સઃ
અજય દેવગણ તથા એશા ગુપ્તાએ દમદાર એક્ટિંગ કરી છે. ઈમરાન હાશ્મી અલગ જ અંદાજમાં જોવા મળ્યો છે. સની લિયોનનું આઈટમ સોંગ અદ્દભૂત છે. તો બાકીના કલાકારોનું કામ પણ સારું છે. 

સંગીતઃ
'મેરે રશ્કે કમર..' ઓલરેડી હિટ થઈ ચૂક્યું છે. સની લિયોનના સોંગે પણ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ફિલ્મનો બેક ગ્રાઉન્ડ સ્કોર સારો છે. 

જોવી કે નહીં:
ફિલ્મની યુએસપી અજય દેવગણ, ઈલિયાના તથા ઈમરાન હાશ્મી છે. તેમની એક્ટિંગની સાથે સાથે દમદાર ડાયલોગ પણ ગમે તેવા છે. એક વાર તો ફિલ્મ જોઈ શકાય તેમ છે. 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ajay devgn film baadshaho is all around about love hate and lots of twist
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended