Home »Reviews »Film Reviews» Gurgaon Movie Review In Gujarati: Pankaj Tripathi Delivers A Classy Performance

Movie Review: ગુડગાંવ

divyabhaskar.com | Aug 04, 2017, 11:23 AM IST

  • Movie Review: ગુડગાંવ,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: થ્રીલર ડ્રામા
    • Director: શંકર રમણ
    • Plot: આ ફિલ્મ હરિયાણાનીા બેકડ્રોપ પર આધારિત છે
ક્રિટિક રેટિંગ2.5 /5
સ્ટાર કાસ્ટ પંકજ ત્રિપાઠી, અક્ષય ઓબેરોય, રાગિણી ખન્ના, આમિર બશીર, શાલિની વત્સ
ડિરેક્ટરશંકર રમણ
પ્રોડ્યુસરજાર પિક્ચર્સ
મ્યૂઝિકનરેન ચંદવરકર,  બેનડિક્ટ ટેલર
જોનરથ્રીલર ડ્રામા
 
ગુડગાંવ શહેરના એક ફેમિલીની સ્ટોરી રજૂ કરતી આ ફિલ્મ કેવી બની છે, આવો જાણીએ
 
સ્ટોરી
આ સ્ટોરી કેહરી સિંહ(પંકજ ત્રિપાઠી)ના ફેમિલીની છે. જેમાં એક દીકરો નિક્કાસિંહ(અક્ષય ઓબેરોય)છે. એક દીકરી પ્રીત સિંહ(રાગિણી ખન્ના) અને કેહરી સિંહની પત્ની કર્મા દેવી(શાલિની વત્સ)રહે છે. કેહરી સિંહે જમીન મિલકતનો મોટા ભાગનો હિસ્સો પોતાની દીકરી પ્રીતના નામે કરી દીધો છે અને જ્યારે નિક્કા જીમ ખોલવા માગે છે, ત્યારે તેને પિતા તરફથી કોઈ મંજુરી મળતી નથી. આ ફેમિલીમાં કોઈને એકબીજા સાથે બનતું નથી. પરંતુ ડાઈનિંગ ટેબલ પર સાથે જ ખાય છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે નિક્કી સિંહ સટ્ટાબાજીમાં ખૂબ પૈસા હારી જાય છે અને તેને ચૂકવવા માટે તમામ પ્રકારની યુક્તિો અજમાવે છે. આ કારણે તેનો પરિવાર પ્રભાવિત થાય છે અને સ્ટોરીમાં જે ટ્વિસ્ટ આવે છે તે જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
 
ડિરેક્શન
ફિલ્મની સ્ટોરી તમને અનુરાગ કશ્યપની અમુક ફિલ્મ્સની યાદ અપાવશે, તો બીજી તરફ ડિરેક્શન, સ્ક્રીન પ્લે, કેમેરા વર્ક કમાલનું છે. સાથે જ બેકડ્રોપ પણ સારું છે. સ્ક્રીન પ્લે પર પણ ઉત્તમ કામ કરવામાં આવ્યું છે. ફિલ્મનું એડિટંગ એકદમ ચૂસ્ત છે. સ્ક્રીન પ્લેની ખાસિયત એ છે કે, તે ખાસ મુદ્દા તરફ ધ્યાન આકર્ષિત કરે છે.
ફિલ્મની સ્ટોરી આમ તો ઠીક છે, પણ તેને વધુ સારી કરી શકાય તેમ હતી. સાથે જ રોલની વચ્ચે સંવાદોનું આદાન પ્રદાન ક્લિયર નથી. જેને કારણે ક્યાંક ક્યાંક તમને કન્ફ્યુજન પણ થઈ શકે છે. એક સમય બાદ સ્ટોરી પ્રેડિક્ટેબલ થઈ જાય છે. જેને વધુ સારી રીતે રજૂ કરી શકાય હોત. ખાસ કરીને ક્લાઈમેક્સ પર સારું કામ કરી શકાયું હોત.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સ
ફિલ્મમાં પંકજ ત્રિપાઠીએ ફરી એકવાર ગજનો અભિનય કર્યો છે અને તમને અલગ અલગ રીતે એન્ટરટેનમેન્ટ કરે છે. શાલિની વત્સે પત્ની અને માનો રોલ પણ શાનદાર રીતે કર્યો છે. આમિર બશી અને રાગિણી ખન્ના પણ સરપ્રાઈઝ કરતા જોવા મળશે. અક્ષય ઓબેરોયે પણ ફિલ્મ માટે મહેનત કરી છે, જે સ્ક્રીન પર જોવા મળે છે. તો પર્ફોર્મન્સ હિસાબે ફિલ્મ એકદમ અદભૂત છે.
 
ફિલ્મનું મ્યૂઝિક
ફિલ્મનું મ્યૂઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર કમાલનો છે. જે સ્ટોરીની સાથે સાથે ચાલે છે.
 
જોવી કે નહીં
જો તમને ડાર્ક બેકડ્રોપ પર બનેલી પારિવારિક થ્રીલર પસંદ છે તો એકવાર જરૂર જોઈ શકો છે.
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gurgaon Movie Review in Gujarati: Pankaj Tripathi delivers a classy performance
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended