Home »Reviews »Film Reviews» Tiger Shroff Starrer Munna Michael Movie Review Is Here

Movie Review: મુન્ના માઈકલ

divyabhaskar.com | Jul 22, 2017, 14:03 PM IST

  • Movie Review: મુન્ના માઈકલ,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: એક્શન ડ્રામા
    • Director: શબ્બીર ખાન
    • Plot: 'હિરોપંતી''બાગી' બાદ શબ્બીર ખાને ટાઈગર સાથે આ ત્રીજી ફિલ્મ ડિરેક્ટ કરી છે.
'હિરોપંતી' તથા 'બાગી' બાદ શબ્બીર ખાને ટાઈગર સાથે આ ત્રીજી ફિલ્મ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ મુંબઈની ગલીઓમાં રહેતા ડાન્સર મુન્નાની વાર્તા છે.
ફિલ્મ રિવ્યૂઃમુન્ના માઈકલ
રેટિંગઃ1.5/5
સ્ટાર કાસ્ટઃટાઈગર શ્રોફ, નવાઝદ્દિન સિદ્દિકી, નિધી અગ્રવાલ, ચેતના પાંડે, રોનિત રોય, અમિષા પટેલ
સંગીતઃતનિષ્ક બાગચી, મિત બ્રધર્સ
પ્રોડ્યુસરઃવિકી રાજાણી, સુનીલ લુલ્લા
 
વાર્તાઃ
ફિલ્મની વાર્તા મુન્ના એટલે કે ટાઈગરની આસપાસ ફરે છે. જોકે, શરૂઆત માઈકલ એટલે કે રોનિત રોય સાથે થાય છે. તે બેક સ્ટેજ ડાન્સર છે અને ઘરડો હોવાને કારણે તેને શોમાંથી રિજેક્ટ કરવામાં આવે છે. એક દિવસ તેને કચરાના ડબ્બામાંથી મુન્ના એટલે કે ટાઈગર મળે છે. તે તેનું નામ મુન્ના માઈકલ રાખે છે. મુન્ના ડાન્સર બનવા માંગે છે. તે મુંબઈથી દિલ્હી શિફ્ટ થાય છે. હવે ફિલ્મમાં ગેંગસ્ટર મહિન્દર ફૌજી(નવાઝ)ની એન્ટ્રી થાય છે. જે ડોલી(નિધી અગ્રવાલ)ને પ્રેમ કરે છે. ડોલીને ડાન્સ પસંદ છે. એટલે તે મુન્નાની મદદથી ડાન્સ શીખે છે. જોકે, અચાનક જ ડોલી દિલ્હી છોડીને જતી રહે છે. ડોલી ક્યા જાય છે, નવાઝને મળશે કે નહીં, મુન્ના મોટો ડાન્સર બનશે કે નહીં, આ તમામ સવાલોના જવાબ માટે તમારે થિયેટરમાં જવું પડશે.

ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન સારું છે અને એક સાધારણ વાર્તાને ઘણી જ સારી રીતે રજૂ કરવામાં આવી છે. સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક સારી રીતે કરવામાં આવ્યું છે. જોકે, વાર્તામાં કંઈ જ નવીનતા નથી. ના કોઈ સરપ્રાઈઝ એલિમન્ટ છે. ફર્સ્ટ હાફમાં વાર્તા ઘણી જ લાંબી છે. ફિલ્મનું એડિટિંગ વધુ શાર્પ થઈ શકતું હતું. 

પર્ફોમન્સઃ
ફિલ્મના દરેક એક્ટરે સારી એક્ટિંગ કરી છે. ટાઈગરનો એક્શન તથા ડાન્સ અવતાર જોવા મળશે. તો નવાઝ પણ અલગ કેરેક્ટરમાં જોવા મળ્યો છે. નિધી તથા અન્ય કો-સ્ટાર્સે પણ સારું કામ કર્યું છે. 

સંગીતઃ
સંગીતમાં કંઈ જ નવીનતા નથી.

જોવી કે નહીં:
જો તમે ટાઈગર, નવાઝ તથા નિધીના ચાહક હોવ તો આ ફિલ્મ જોવાય....!
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tiger Shroff starrer Munna Michael movie review is here
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended