Home »Reviews »Film Reviews» Bollywood Film Review Of Machine

Movie Review: મશીન

divyabhaskar.com | Mar 17, 2017, 10:09 AM IST

  • Movie Review: મશીન,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: થ્રિલર
    • Director: અબ્બાસ મસ્તાન
    • Plot: ફરી વાર અબ્બાસ મસ્તાન થ્રીલર અને સસ્પેન્સનું મિક્સિંગ એવી 'મશીન' લાવ્યા છે. જે એક રોમાન્ટિક થ્રિલર ફિલ્મ છે.
અબ્બાસ મસ્તાને અક્ષય કુમાર અને શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. તાજેતરમાં જ તેણે કોમેડિયન કપિલ શર્મા સાથે એક કોમેડી ફિલ્મ પણ બનાવી છે. હવે અબ્બાસે પોતાના દીકરા મુસ્તફા સાથે ફિલ્મ 'મશીન' બનાવી છે. આવો જાણીએ કેવી બની છે ફિલ્મ...
 
ફિલ્મ રિવ્યૂઃ
મશીન
રેટિંગઃ1.5
સ્ટારકાસ્ટઃ
કિયારા અડવાણી, મુસ્તફા, દિલીપ તાહિલ, રોનિત રોય
ડિરેક્ટરઃ
અબ્બાસ મસ્તાન
નિર્માતાઃ
પેન મૂવિઝ, અબ્બાસ મસ્તાન
સંગીતઃ
તનિષ્ક બાગચી, ડોક્ટર જ્યૂસ
પ્રકારઃ
થ્રિલર
 
વાર્તાઃ
ફિલ્મની સ્ટોરી હિમાચલ પ્રદેશના કોલેજમાં અભ્યાસ કરનાર સારા (કિયારા અડવાણી) અને રંચ (મુસ્તફા)ની છે. બન્નેની મુલાકાત એક રોડસાઇડ સ્ટાઇલમાં થાય છે. આ પછી બન્નેની આંખો મળે છે, પ્રેમ થાય છે, લગ્ન થાય છે પરંતુ અબ્બાસ મસ્તાનની ફિલ્મમાં જે પણ થાય છે તે સસ્પેન્સથી ભરપૂર હોય છે. આગળની સ્ટોરીમાં દિલીપ તાહિલ અને રોનિત રોયની એન્ટ્રી થાય છે. કેટલાક ખૂનખરાબા અને રહસ્યમયી ઘટનાઓ સાથે સ્ટોરીમાં અનેક વળાંક આવે છે અને અંતે પરિણામ કેવું આવે છે. તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી જોઇશે.
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન અને લોકેશન ઉત્તમ છે. સિનેમેટોગ્રાફી પણ કમાલની છે. ફિલ્મની સ્ટોરી ખૂબ જુની છે. જે 90ના દશકના ફિલ્મ્સની યાદ અપાવે છે. ખાસ તો અબ્બાસ મસ્તાનની જ ખિલાડી અને બાજીગર જેવી ફિલ્મ્સના સિકવન્સ છે. જો તમે એકવાર સરખી જ સ્ટોરી અક્ષય કુમાર અને શાહરૂખ ખાન સાથે જોઇ છે તો બીજી વાર તે જોવી બોરિંગ લાગે છે. ખૂબ સારા લોકેશન પર સ્ટોરી અંગે કામ કરાયું હોત તો ફિલ્મ અતિઉત્તમ બની શકી હોત. લાંબા ગીત પણ ફિલ્મની મજા ખરાબ કરે છે.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
ફિલ્મથી ડેબ્યૂ કરી રહેલા મુસ્તફાનું ઠીક કાણ છે પરંતુ તેને આગળ પ્રોજેક્ટ્સ મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. કિયારા અડવાણીનું કામ સરળ છે. તેના એક્સપ્રેશન પણ જોવાલાયક છે. તો રોનિત રોય, જ્હોની લીવર, દિલીપ તાહિલ અને અન્ય સ્ટાર્સનું કામ પણ સારૂ છે.
 
સંગીતઃ
ફિલ્મનું મ્યૂઝિક સારૂ છે. ખાસ તો 'તુ ચીઝ બડી હૈ મસ્ત...મસ્ત' સારૂ લાગે છે.
 
ફિલ્મ જોવી કે નહીઃ
ડિરેક્ટર જોડી અબ્બાસ મસ્તાનના મોટા ફેન છો તો એકવાર ફિલ્મ જોઇ શકો છો.
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Film Review Of Machine
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended