Home »Reviews »Film Reviews» Maatr Is Based On Violence Against Women

Movie Review: માતૃ

divyabhaskar.com | Apr 21, 2017, 10:58 AM IST

  • Movie Review: માતૃ,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: થ્રિલર ડ્રામા
    • Director: અશ્તર સૈયદ
    • Plot: છેડછાડ અને ગેંગ રેપના બદલાની સ્ટોરી છે રવિના ટંડનની ફિલ્મ 'માતૃ'
રવિના ટંડન ફરી એક વાર ફિલ્મી પડદા પર જોવા મળશે. પરંતુ આ વખતે તે મસાલેદાર ફિલ્મની જગ્યાએ સીરિયસ સિનેમા સાથે ઉંડા અને મહત્વના મુદ્દા પર આધારિત ફિલ્મમાં જોવા મળશે. આવો જાણીએ કેવી છે ફિલ્મ..... 
 
ફિલ્મ રિવ્યૂઃ
માતૃ
રેટિંગઃ3/5
સ્ટારકાસ્ટઃ
રવિના ટંડન, મધુર મિત્તલ, દિવ્યા જગદાલે, શૈલેન્દ્ર ગોયલ, અનુરાગ અરોરા, રૂષાદ રાણા
ડિરેક્ટરઃ
અશ્તર સૈયદ
નિર્માતાઃ
માઇકલ પેલીકો
સંગીતઃ
ફ્યૂઝન
પ્રકારઃથ્રિલર ડ્રામા
 
વાર્તાઃ
આ સ્ટોરી મા વિદ્યા ચૌહાણ (રવિના ટંડન) અને દીકરી ટિયા (અલીશા ખાન)ની છે. જે સ્કૂલના વાર્ષિકોત્સવમાંથી ફ્રી થઇને જ્યારે ઘરે આવતી હોય છે ત્યારે અપૂર્વ મલિક (મધુર મિત્તલ) અને તેના સાથી, મા દીકરીની ગાડી રોકીને તેમનું અપહરણ અને ગેંગરેપ કરે છે. અપૂર્વ મિનિસ્ટરનો દીકરો હોય છે જેના કારણે પોલીસ તપાસમાં આંખ આડા કાન કરતી હોય છે. આથી એક મા એટલે કે વિદ્યા ચૌહાણ અંતરમાંથી જાગી ઉઠે છે અને પાંચે આરોપીઓ સાથે એક-એક કરીને આ દુષ્કર્મનો બદલો લે છે.
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન તેમજ ડાયલોગ્સ કમાલના છે. આઉટડોર અને ઇનડોર બન્નેની ફોટોગ્રાફી પર ડિરેક્ટરે ખાસ ધ્યાન આપ્યું છે. અને રિયલ લોકેશન્સમાં કરેલા શૂટિંગના કારણે વધારે સારૂ લાગે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી રસપ્રદ છે.
ફિલ્મની સ્ટોરી ખૂબ નબળી છે. જે તમે શરૂઆતની દસ મિનિટમાં જ ઓળખી જાઓ છો. ફિલ્મનો સ્ક્રિનપ્લે વધુ સારો બનાવી શકાયો હોત. આ સાથે જ લોજીક પણ  વધુ મજબૂત બનાવી શકાયા હોત. મુદ્દો સારો છે પરંતુ લખાણ હજુ દમદાર બનાવી શકાયું હોત.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
ફિલ્મમાં રવિના ટંડન ફરીથી એકવાર 'દમન' ફિલ્મ જેવા જ અવતારમાં જોવા મળે છે. એક મા જ્યારે જીદ પર આવે છે ત્યારે દુષ્ટોનો નાશ કરવા લાગે છે. જેને રવિના ટંડને સારી રીતે કર્યો છે. રવિના હાવભાવ પણ ફિલ્મમાં ખૂબ જ દમદાર છે. મધુર મિત્તલે નેગેટિવ રોલ પણ સારી રીતે કર્યો છે. જે ખરેખર વખાણવા લાયક છે. આ સાથે જ દિવ્યા જગદાલે, અનુરાગ અરોરા, રૂષાદ રાણાએ પણ સારૂ કામ કર્યું છે.
 
સંગીતઃ
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સારૂ છે અને માત્ર એક જ ગીત અલગ-અલગ સમય પર આવતું રહે છે. જેને રાહત ફતેહ અલી ખાને પોતાનો અવાજ આપ્યો છે.
 
ફિલ્મ જોવી કે નહી.? :
આ ફિલ્મ મુદ્દા પર બનેલી છે. જો મુદ્દા આધારિત સિનેમા તમને પસંદ હોય તો એકવાર જરૂર આ ફિલ્મ જોઇ શકો છો.
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Maatr Is Based On violence against women
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended