Home »Reviews »Film Reviews» Bahen Hogi Teri Is A Good Film

Movie Review: બહન હોગી તેરી

divyabhaskar.com | Jun 08, 2017, 13:21 PM IST

  • Movie Review: બહન હોગી તેરી,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: રોમેન્ટિક કોમેડી
    • Director: અજય પન્નાલાલ
    • Plot: લખઉનની કોલોની વચ્ચે પાંગરતી પ્રેમ કથા છે 'બહન હોગી તેરી'
ફિલ્મ રિવ્યૂઃબહન હોગી તેરી
રેટિંગ3/5
સ્ટાર કાસ્ટઃરાજકુમાર રાવ, શ્રુતિ હસન, દર્શન જરીવાલા, ગૌતમ ગુલાટી, હેરી ટેંગરી, ગુલશન ગ્રોવર
પ્રોડ્યુસરઃઅમૂલ મોહન, ટોની ડિસોઝા
સંગીતઃહની સિંહ, જયદેવ કુમાર
 
રાજકુમાર રાવ તથા શ્રુતિ હસનની આ એક રોમેન્ટિક કોમેડી છે, જેને યુપીના લખનઉમાં બતાવવામાં આવી છે.

વાર્તાઃ
આ ફિલ્મ ગટ્ટુ(રાજકુમાર રાવ) તથા બિન્ની(શ્રુતિ હસન)ની છે, જે નાનપણથી જ એક કોલોનીમાં સાથે મોટા થયા હોય છે. બંનેના ઘર બાજુ-બાજુમાં હોય છે. બિન્ની મોટી થાય ત્યારે તેની કોઈ પણ છેડતી કરવાનો પ્રયાસ કરે તો તે રાખડી બાંધતી હોય છે. જોકે, ગટ્ટુ, બિન્નીને પ્રેમ કરવા લાગે છે. જોકે, પરિવારના સભ્યો આ બંનેને ભાઈ-બહેન સમજે છે. વાર્તામાં ટ્વિ્સ્ટ ત્યારે આવે છે, જ્યારે બિન્નીની સગાઈ રાહુલ(ગૌતમ ગુલાટી) સાથે થાય છે. અંતે બિન્ની ને ગટ્ટુ મળે છે કે કેમ તે માટે તો થિયટરમાં જવું પડશે.

ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન, રિયલ લોકેશન્સના શૂટિંગની સાથે કેમેરા વર્ક તથા સિનેમેટોગ્રાફી કમાલની છે. લખનઉને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ સારો છે પરંતુ સેકન્ડ હાફ ટીપીકલ રૂષિકેશ મુખર્જીની ફિલ્મ્સની જેમ કન્ફ્યૂઝનવાળી ઘણી જ ક્ષણો જોવા મળશે. સેકન્ડ હાફને વધુ સારી રીતે દર્શાવી શકાયો હોત. જોકે, સ્ટોરીને કારણે ફિલ્મ જોવાનો કંટાળો આવતો નથી. ક્લાઈમેક્સ હજી વધુ સારો થઈ શક્યો હોત.

એક્ટિંગઃ
રાજકુમારે નાનકડાં શહેરના યુવકની ભૂમિકા સારી રીતે નિભાવી છે. શ્રુતિ હસનનું કામ ઠીક છે. રાજકુમારના મિત્ર તરીકે હેરી ટેંગરીએ સારું કામ કર્યું છે. ગૌતમ ગુલાટી પણ સહજ લાગે છે. ગુલશન ગ્રોવરે ફરીવાર પોતાની હાજરી ચાહકોના મનમાં અંકિત કરે છે. દર્શન જરીવાલાને કારણે વાર્તા વધારે સારી લાગે છે. 

સંગીતઃ
ફિલ્મનું સંગીત તથા બેકગ્રાઉન્ડ ઠીક છે, જેને વધુ સારું બનાવી શકાયું હોત.

ફિલ્મ જોવી કે નહીં:
હળવી ફિલ્મ જોવી પસંદ હોય તો આ ફિલ્મ જરૂરથી જોવી.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bahen hogi teri is a good film
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended