Home »Reviews »Film Reviews» Baahubali 2: The Conclusion Is Historical Fiction Drama

Movie Review: બાહુબલી 2: ધ કન્ક્લુઝન

divyabhaskar.com | Apr 28, 2017, 12:40 PM IST

 • Movie Review: બાહુબલી 2: ધ કન્ક્લુઝન, film reviews news in gujarati
  Critics Rating
  • Genre: હિસ્ટોરિકલ ફિક્શન ડ્રામા
  • Director: એસ.એસ.રાજામૌલી
  • Plot: મહિષ્મતિનું સામ્રાજ્ય અને તેની સ્ટોરીને તમે 'બાહુબલી 1'માં જોઇ હતી અને હવે સ્ટોરીનો બીજો ભાગ રીલિઝ થઇ ચૂક્યો છે.
'બાહુબલી 1' ના અંતે આખરે દરેક લોકોના મગજમાં એક જ સવાલ હતો કે આખરે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો.? હવે આ સવાલનો જવાબ 'બાહુબલી 2'માં મળવાનો છે. અને ફિલ્મનો અંત કેવો હશે તેની પણ જાણ થશે. આવો જાણીએ કેવી બની છે આ ફિલ્મ...
 
ફિલ્મ રિવ્યૂઃ
બાહુબલી 2:  ધ કન્ક્લુઝન
રેટિંગઃ
4/5
સ્ટારકાસ્ટઃ
પ્રભાસ, રાણા દગ્ગુબાટી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, તમન્ના ભાટિયા અને સત્યરાજ
ડિરેક્ટરઃ
એસ.એસ.રાજામૌલી
નિર્માતાઃ
શોભુ યરલાગડ્ડા, પ્રસાદ દેવીનેની
સંગીતઃ
એમ.એમ.કરીમ
પ્રકારઃ
 હિસ્ટોરિકલ ફિક્શન ડ્રામા હિસ્ટોરિકલ ફિક્શન ડ્રામા
 
વાર્તાઃ
ફિલ્મની સ્ટોરી કટપ્પા (સત્યરાજ) અને શિવુડુ ઉર્ફે મહેન્દ્ર બાહુબલી (પ્રભાસ) વચ્ચે સંવાદથી થાય છે. જે દરમિયાન સ્ટોરી ફ્લેશબેકમાં જાય છે. જ્યારે મહારાણી શિવગામી (રામ્યા કૃષ્ણન) બાહુબલી (પ્રભાસ)ના રાજ્યાભિષેકની જાહેરાત કરી હતી. પરંતુ તે પહેલા બાહુબલી અને કટપ્પા દેશ ફરવા માટે નીકળે છે. આ દરમિયાન બાહુબલીની મુલાકાત રાજકુમારી દેવસેના (અનુષ્કા શેટ્ટી)થી થાય છે અને પરિસ્થિતિ અનુસાર દેવસેના અને મહારાજ અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ) એક સાથે મહિષ્મતીમાં આવે છે. પરંતુ રાજ્યાભિષેક પહેલા સિંહાસન પર ભલ્લાલ દેવ (રાણા દગ્ગુબાતી)ની નજર હોય છે. આ માટે તે કટપ્પાની મદદથી એવું કરે છે જેથી અમરેન્દ્ર બાહુબલીનું અવસાન થઇ જાય છે અને રાજ્ય પર ભલ્લાલદેવનું સામ્રાજ્ય છવાઇ જાય છે અને તે દેવસેનાને બંદી બનાવી દે છે. હવે જ્યારે મહેન્દ્ર બાહુબલીને સમગ્ર બાબતની જાણ થાય છે તો તે ફરી એકવાર મહિષ્મતિ રાજ્યને ભલ્લાલથી આઝાદ કરાવવા માટે ભરચક પ્રયાસ કરે છે અને અંતે સત્યની જ જીત થાય છે.
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન, લોકેશન્સ અને કેમેરા વર્ક કમાલનું છે. આમ તો ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગ્રીન અને બ્લુ સ્ક્રિન પર શૂટ કરાયું છે  પરંતુ વીએફએક્સ કમાલના છે. જે ખરેખર જોવાલાયક છે. ખાસ રીતે રાજામૌલીએ જે રીતે સ્ટોરી બતાવી છે તે કમાલની છે.
 
ફિલ્મની સૌથી મોટી વિશેષતા એ છે કે સ્ટોરી પહેલા પાર્ટમાં એવી જગ્યાએ પૂરી કરવામાં આવી હતી કે લોકોના મગજમાં એક જ સવાલ હતો કે આખરે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો? આ સવાલના જવાબ માટે આશરે 2 વર્ષ સુધી લોકોને રાહ જોવી પડી હતી. ફિલ્મ દરમિયાન આ સવાલનો જવાબ અત્યંત રસપ્રદ લાગે છે.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
ફિલ્મમાં પ્રભાસ અને રાણા દગ્ગુબાતીની મહેનત પડદા પર જોવા મળે છે. આ બન્ને વચ્ચે જબરજસ્ત એક્શન અને ડાયલોગ ડિલીવરી પણ ગજબની છે. તો અનુષ્કા શેટ્ટી પોતાના પર્ફોર્મન્સથી તમને સરપ્રાઇઝ કરે છે. રામ્યા કૃષ્ણને મા અને મહારાણી તરીકે લાજવાબ પર્ફોર્મન્સ આપ્યું છે. તમન્ના ભાટિયા અને સત્યરાજનું કામ પણ અફલાતુન છે. ફિલ્મના અન્ય સ્ટાર્સે પણ સારૂ કામ કર્યું છે.
 
ફિલ્મનું મ્યૂઝિકઃ
ફિલ્મનું સંગીત સ્ટોરી સાથે સાથે જ આવે છે અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક તો ફિલ્મની સ્ટોરીને ચાર ચાંદ લગાવે છે.
 
ફિલ્મ જોવી કે નહીઃ
જો તમે 'બાહુબલી 1' જોઇ છે તો એ અધૂરી સ્ટોરીને પૂરી કરવા માટે આ ફિલ્મ મિસ કરવી ના જોઇએ. આ ફિલ્મ જરૂર જોવી જોઇએ.
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Baahubali 2: The Conclusion is historical fiction drama
(Read News in Gujarati from Divya Bhaskar)

  Next Article

  Recommended