Home »Reviews »Film Reviews» Chef Movie Review In Gujarati

Movie Review : શૅફ

divyabhaskar.com | Oct 13, 2017, 11:05 AM IST

  • Movie Review : શૅફ,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: ફેમિલી ડ્રામા
    • Director: રાજા કૃષ્મા મેનન
    • Plot: ડિરેક્ટર રાજા કૃષ્મા મેનનની ‘બારહ આના’(2009) અને ‘એરલિફ્ટ’(2016) પછી 'શૅફ' ત્રીજી ફિલ્મ છે.
રેટિંગ
2.5/5
સ્ટાર કાસ્ટ
સૈફ અલી ખાન, પદ્માપ્રિયા જાનકીરમન, સ્વર કાંબલે, મિલન્દ સુમન, ચંદન રોય સાન્યાલ
ડિરેક્ટર
રાજા કૃષ્મા મેનન
મ્યૂઝિક
રધૂ દીક્ષિત, અમાલ મલિક
પ્રોડ્યૂસર
ભૂષણકુમાર, ક્રિશન કુમાર, રાજા કૃષ્ણા મેનન, વિક્રમ મલ્હોત્રા
જોનર
ફેમિલી ડ્રામા
 
ડિરેક્ટર રાજા કૃષ્મા મેનનની ‘બારહ આના’(2009) અને ‘એરલિફ્ટ’(2016) પછી શૅફ ત્રીજી ફિલ્મ છે. ત્યાર આ ફિલ્મ થિએટર્સમાં રીલિઝ થઈ ગઈ છે. કેવી બની છે ફિલ્મ આવો જાણીએ...
 
વાર્તા
 
ફિલ્મની વાર્તા દિલ્હીના ચાંદની ચોકથી શરૂ થાય છે જ્યાં રોશન કાલરા (સૈફ અલી ખાન) પોતાના પેરેન્ટ્સની સાથે રહે છે. રોશનના માતા-પિતા ઈચ્છે છે કે તે એન્જિનિયર બને પરંતુ તેને શરૂઆતથી કુકિંગમાં મન લાગેલું હતુ. આ કારણે તે એક દિવસ ઘર છોડીને જતો રહે છે અને ન્યૂયોર્કની એક હોટલમાં મોટો શૅફ બની જાય છે. શૅફ બન્યા પછી રોશનની પર્સનલ લાઈફ પર પણ ખૂબ અસર પડે છે. કોઈ કારણસર તેની પત્ની રાધા મેનન( પદ્મપ્રિયા જાનકિરમન) દિકરો અરમાનને લઈને તેનાથી અલગ થઈ જાય છે અને પાછી કરેલા(ઈન્ડિયા રહેવા જતી રહે છે) એક દિવસ રોશનની લાઈફમાં એક ટ્વિસ્ટ આવે છે અને તે જોબ છોડીને પાછો ઈન્ડિયા પત્નીની પાસે કેરલા આવી જાય છે. અહીં રોશન પોતાના દીકરા અરમાનની સાથે થોડો સમય વિતાવે છે અને હરતી-ફરતી ફૂડ ટ્રકથી બીજી વખતે શૅફ તરીકેનું કામ શરૂ કરે છે. વાર્તામાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે અને તે એક છેલ્લા નિર્ણય પર પહોંચે છે. શું છે ફિલ્મનો એન્ડ? જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
 
ડિરેક્શન
 
ફિલ્મનું ડિરેક્શન અને બેકગ્રાઉન્ડ સ્કોર સારુ છે. ફિલ્મમાં કેરલા અને ન્યૂયોર્કના રિયલ લોકેશન બતાવવામાં આવ્યા છે. જે ખૂબ આકર્ષક છે. જે રીતે ફિલ્મ પિતા-પુત્રના રિલેશનને દર્શાવે છે ત્યારે વાર્તા પર થોડું વધુ કામ કરી શકાય તેમ હતુ. આ ફિલ્મ કોઈ ટિપિકલ મસાલા ફિલ્મ નથી. આ ફિલ્મમાં ન તો કોઈ આઈટમ સોન્ગ છે અને ના તો એટલું હસાવે છે ફિલ્મ. આ વસ્તુઓ ફિલ્મને ખૂબ જ સ્લો બનાવે છે અને દર્શકોને બોર કરે છે. સાથે જ ફિલ્મનો ક્લાઈમેક્સ વધારે સારો થઈ શકે તેમ હતો.
 
એક્ટિંગ
 
સૈફ અલી ખાનને હાલ પોતાના કરિયરમાં એક હિટની જરૂર છે જે આ ફિલ્મ ક્યાંકને ક્યાંક- પૂરી કરવામાં અસફળ રહી છે. પિતા તરીકે એક્ટિંગ સારી છે. પરંતુ થોડું વધારે કામ કરી શકાય તેમ હતુ. બીજી તરફ એક્ટ્રેસ પદ્માપ્રિયા જાનકિરમનની આ પહેલી હિન્દી ફિલ્મ છે. તેણે સારુ કામ કર્યુ છે. તે ઉપરાંત સ્વર કાંબલે, ચંદન રોય સાન્યાલ અને મિલિન્દ સુમનની સાથે-સાથે બાકી સ્ટાર્સે પણ સારુ કામ કર્યુ છે.
 
મ્યૂઝિક
 
રધૂ દીક્ષિત અને અમાલ અને અમાલ મલિકે ફિલ્મ પ્રમાણે મ્યૂઝિક આપ્યું છે. જોકે, ફિલ્મમાં કોઈ એવું સોન્ગ નથી જે યાદ રહીં જાય છે.
 
જોવાય કે નહીં 
 
જો તમે એક ફેમિલી રિલેશનશિપના ઈમોશન ડ્રામાથી ભરેલી ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતા તો આ ફિલ્મને એક વખત જોઈ શકાય.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chef Movie Review in Gujarati
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended