Home »Reviews »Film Reviews» Mubarakan Movie Review: Arjuan Kapoor Played Double Role In Film Mubarakan

Movie Review: મુબારકા

divyabhaskar.com | Jul 28, 2017, 14:45 PM IST

  • Movie Review: મુબારકા,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: રોમેન્ટિક, કોમેડી ડ્રામા
    • Director: અનીસ બઝ્મી
    • Plot: અનીસ બઝ્મીની ટિપિકલ સ્ટાઈલની આ ફિલ્મના સંવાદો ઘણાં જ હસાવે છે. ફિલ્મની વાર્તા કન્ફ્યૂઝનવાળી છે
ફિલ્મ રિવ્યૂઃમુબારકા
ક્રિટિક રેટિંગઃ3/5
સ્ટાર-કાસ્ટઃઅર્જુન કપૂર, અનિલ કપૂર, ઈલિયાના ડિક્રૂઝ, અથિયા શેટ્ટી, પવન મલ્હોત્રા
પ્રોડ્યુસરઃસીને1, એસપીએન
સંગીતઃઅમાલ મલિક, ગૌરવ-રોશીન
પોતાની ફિલ્મ્સથી હંમેશા ચાહકોને હસાવનાર ડિરેક્ટર અનીસ બઝ્મીની આ ફિલ્મમાં ભરપૂર મનોરંજન મળે છે. 

વાર્તાઃ
આ ફિલ્મ લંડનથી શરૂ થાય છે. જેમાં માર્ગ અકસ્માતમાં પતિ-પત્નીનું અવસાન થઈ જાય છે. બંને બાળકો કરણ(અર્જુન) તથા ચરણ (અર્જુન કપૂર) જીવિત રહી જાય છે. કાકા કરતાર સિંહ (અનિલ કપૂર) બંને બાળકોમાંથી કરણને લંડન રહેતી બહેન(રત્ના પાઠક) તથા ચરણને પંજાબમાં રહેતા બળદેવ(પવન મલ્હોત્રા)ને સોંપી દે છે. જ્યારે કરણ અને ચરણ મોટા થાય છે ત્યારે બંને પોત-પોતાની પ્રેમિકા હોય છે. કરણ સ્વિટીને (ઈલિયાના ડિક્રૂઝ) તો ચરણને નફિસા(નેહા શર્મા) ને પ્રેમ કરવા લાગે છે. જોકે, ચરણ જ્યારે લંડન આવે છે ત્યારે તે બિકલ(અથિયા શેટ્ટી)ને પહેલી નજરમાં પ્રેમ કરવા લાગે છે. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે, જ્યારે કરણના લગ્નના બિકલ સાથે અને ચરણના લગ્ન નફિસા સાથે નક્કી થાય છે. આ કન્ફ્યૂઝન ક્રિએટ કરવામાં અને તેને દૂર કરવામાં કરતાર સિંહનો મોટો હાથ હોય છે, જે માટે તમારે થિયેટર સુધી લાંબા થવું પડશે. 

ડિરેક્શનઃ
ફિલ્મનું લોકેશન, ડિરેક્શન ઘણું જ સારું છે. આ સાથે જ સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક તથા બેકડ્રોપ કમાલનું છે. ફિલ્મના લોકેશન આંખોને ઠંડક આપે છે. અનીસ બઝ્મીની ટિપિકલ સ્ટાઈલની આ ફિલ્મના સંવાદો ઘણાં જ હસાવે છે. ફિલ્મની વાર્તા કન્ફ્યૂઝનવાળી છે. ફિલ્મમાં કોઈ પણ જાતની વલ્ગારિટી નથી પરંતુ ફિલ્મ લાંબી છે. તેને સારી રીતે એડિટ કરી શકાઈ હોત. ફિલ્મના સંવાદો કમાલના છે. ઘણીવાર તમે હસી-હસીને લોટ-પોટ થઈ જાવ છો. ફિલ્મમાં ઈમોશનલ મોમેન્ટ્સ પણ છે. 

એક્ટિંગઃ
ફિલ્મમાં અનિલ કપૂરે કાકા તથા ભાઈ તરીકે મસ્ત અભિનય કર્યો છે. અર્જુન કપૂરે ડબલ રોલ એકદમ સહજતાથી પ્લે કર્યાં છે. રત્ના પાઠક તથા પવન મલ્હોત્રાની એક્ટિંગ ધી બેસ્ટ છે. ઈલિયાના તથા અથિયાનું કામ પણ સારું છે. તો કરન કુંદ્રા તથા નેહા શર્માનું કામ સહજ છે. 

સંગીતઃ
ફિલ્મનું સંગીત સારું છે. ગીતો પહેલેથી જ હિટ છે પરંતુ સ્ક્રિનપ્લેમાં ગીતોનું એડિટિંગ કરી શકાતું હોત. બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે. 

જોવી કે નહીં:
હસવું હોય તો આખા પરિવાર સાથે આ ફિલ્મ એક વાર તો જોવી જોઈએ. 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mubarakan Movie Review: Arjuan Kapoor Played Double Role In Film Mubarakan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended