Home »Reviews »Film Reviews» Sarkar 3 Only Watch If You Are A Big Fan Of Big B

Movie Review: સરકાર 3

divyabhaskar.com | May 12, 2017, 10:52 AM IST

 • Movie Review: સરકાર 3, film reviews news in gujarati
  Critics Rating
  • Genre: પોલિટિકલ થ્રિલર ડ્રામા
  • Director: રામગોપાલ વર્મા
  • Plot: 'સરકાર' તથા 'સરકાર રાજ' પછી રામગોપાલ વર્મા ત્રીજી સીરિઝ લઈને આવ્યા છે.
ફિલ્મ રિવ્યૂઃસરકાર 3
સ્ટારકાસ્ટઃઅમિતાભ બચ્ચન, મનોજ બાજપેઈ, જેકી શ્રોફ, અમિત સાધ, યામી ગૌતમ, રોનિત રોય, રોહિણી હટ્ટંગડી
રેટિંગઃ1.5/5
પ્રોડ્યુસરઃરાહુલ મિત્રા, આનંદ પંડિત, ગોપાલ શિવરામ ડોલ્વી
સંગીતઃરવિ શંકર
મુંબઈમાં સરકારની એક અલગ દુનિયા છે, જેને ત્રીજીવાર પોતાના અંદાજમાં દર્શકોને બતાવવાનો પ્રયાસ રામગોપાલ વર્માએ કર્યો છે. 

વાર્તાઃ
ફિલ્મની વાર્તા સુભાષ નાગ્રે ઉર્ફે સરકાર(અમિતાભ બચ્ચન) તથા તેમના પરિવારની આસપાસ ફરે છે. સુભાષ નાગ્રેનો પૌત્ર ચીકુ ઉર્ફે શિવજી નાગ્રે (અમિત સાધ) ગામથી મુંબઈ દાદાની પાસે આવે છે. તેના આવવાથી સુભાષના ખાસ માણસ ગોકુલ(રોનિત રોય)ને અસર પડે છે. આ સાથે જ અનુ(યામી ગૌતમ)ની હાજરી પણ ફિલ્મને જકડી રાખે છે, જે પોતાના પિતાના હત્યારાને શોધે છે. દેશપાંડે(મનોજ બાજપેઈ)નો મહત્વનો રોલ છે અને બિઝનેસમેન વાલ્યા(જેકી શ્રોફ) પણ સરકારને બરબાદ કરવાનો પૂરો પ્રયાસ કરે છે. ફિલ્મનો એન્ડ શું છે, તે માટે તો ફિલ્મ જોવી જરૂરી છે. 

ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન, લોકેશન્સ, કેમેરા વર્ક કમાલનું છે. શૂટિંગનો એન્ગલ તથા કેમેરા એન્ગલ જબરજસ્ત છે. ફિલ્મના શૂટિંગને રિયલ રાખવાનો પ્રયાસ થયો છે. ફિલ્મની વાર્તા રેગ્યુલર છે, જેને સરળતાથી પ્રિડિક્ટ કરી શકાય છે. તેના પર હજી વધુ કામ કરવાની જરૂર હતી. આટલી સારી સ્ટારકાસ્ટની સાથે સ્ક્રિનપ્લે વધુ સારો થઈ શક્યો હોત. ફિલ્મમાં કેટલીક અટપટી વાતો છે, જેમ કે જેકી અને તેની પાગલ મહોબ્બત, અમિતાભ બચ્ચન અને તેની ચાની ચુસ્કી, સ્પેશ્યિલ એપિયરન્સમાં હર પળ સાથે રહેતો અભિષેક બચ્ચન, અચાનક મરાઠી પોલિટિશિયનના પુત્ર તરીકે અમિત સાધ પંજાબી ટોનમાં વાતે કરે છે, યામી ગૌતમ કરતાં વધુ સંવાદ તો જેકીની પ્રેમિકા તરીકે કામ કરતી એક્ટ્રેસના છે. ફિલ્મનો એક પણ સીન આગળના સીનને પૂરો કરતો નથી. સ્ક્રિનપ્લે ઘણો જ ફોર્સફૂલ હોય તેમ લાગે છે. મોટા-મોટા સિક્વન્સ એક સમય પછી કંટાળાજનક લાગે છે. 

પર્ફોમન્સઃ
બિગ બી ઉત્તમ એક્ટિંગ, સારા સંવાદો સાથે સારા લાગે છે. તેમની હાજરી દરેક ફ્રેમને મજબૂત બનાવે છે. સાથે જ ફિલ્મનું કાસ્ટિંગ જબરજસ્ત છે. દરેક પાત્રોએ પોતાના રોલ સારી રીતે પ્લે કર્યા છે. 

સંગીતઃ
ફિલ્મનું સંગીત ઠીક છે પણ બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. ગોવિંદા ગોવિંદા ગીત આખી ફિલ્મમાં આવતું રહે છે. 

ફિલ્મ જોવી કે નહીં:
અમિતાભ બચ્ચનના પર્ફોમન્સ માટે એકવાર આ ફિલ્મ ચોક્કસથી જોવી.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sarkar 3 only watch if you are a big fan of big b
(Read News in Gujarati from Divya Bhaskar)

  Next Article

  Recommended