Home » Reviews » Film Reviews» વીરે દી વેડિંગ ફિલ્મ રિવ્યૂ I Veere Di wedding Film Released

Movie Review: 4 મિત્રોના રિલેશનશિપની સમસ્યાઓનો સામનો કરવાની કહાણી છે ‘વીરે દી વેડિંગ’

Shubha Shetty Saha | Last Modified - Jun 01, 2018, 12:45 PM IST

ફિલ્મ યંગ જનરેશન માટે છે. જે ફિલ્મના પાત્રોના સંઘર્ષ અને તેમની વચ્ચે થતા સંવાદો સાથે પોતાને કનેક્ટ કરી શકે છે
  • Movie Review: 4 મિત્રોના રિલેશનશિપની સમસ્યાઓનો સામનો કરવાની કહાણી છે ‘વીરે દી વેડિંગ’
    Movie Review: 4 મિત્રોના રિલેશનશિપની સમસ્યાઓનો સામનો કરવાની કહાણી છે ‘વીરે દી વેડિંગ’
    Critics Rating
    User Rating
    • Genre: કોમેડી ડ્રામા
    • Director: શશાંક ઘોષ
    • Plot: ફિલ્મ યંગ જનરેશન માટે છે. જે ફિલ્મના પાત્રોના સંઘર્ષ અને તેમની વચ્ચે થતા સંવાદો સાથે પોતાને કનેક્ટ કરી શકે છે

    વાર્તા- 4 યુવતીઓ કાલિંદી પુરી (કરીના કપૂર), અવનિ (સોનમ કપૂર), મીરા (શિખા તલસાનિયા) અને સાક્ષી (સ્વરા ભાસ્કર) બાળપણની મિત્ર છે અને દિલ્હીના સારા પરિવારમાંથી આવે છે. ચારેય પોતાના સંબંધો સાથે જોડાયેલા મુદ્દાઓથી ઘેરાયેલી જોવા મળે છે. કાલિંદીને તેના લિવ-ઈન પાર્ટનર રિષભ (સુમિત વ્યાસ)એ લગ્ન માટે પ્રપોઝ કર્યું, પરંતુ કાલિંદી કન્ફ્યૂઝ છે કે તેના માટે લગ્ન યોગ્ય છે કે નહીં કારણ કે તે માતા-પિતા વચ્ચે ઘણા ઝઘડા જોઈ ચૂકી છે, તેને ડર છે કે તે બંધાય જશે. અવનિને લગ્ન કરવા છે પણ તેને પરફેક્ટ પાર્ટનર નથી મળતો. વીરાએ ભાગીને વિદેશી સાથે લગ્ન કરી લીધા છે, જેને કારણે તેના માતા-પિતા તેનાથી અલગ થઈ ગયા છે. સાક્ષીના છૂટાછેડા થઈ ગયા છે. આ ચારેય પોતાની સમસ્યાઓનો સામનો કેવી રીતે કરે છે તે ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.

    રિવ્યૂ- ફિલ્મ ફેમિનિસ્ટ હોવાનો દાવો નથી કરતી અને તે છે પણ નહીં. ફિલ્મની ચારેય મુખ્ય એક્ટ્રેસિસ તમામ સમયે દારૂના નશામાં અને વાતચીત દરમિયાન ગાળો બોલતી જોવા મળે છે. ડિરેક્ટર શશાંક ઘોષની સ્ટોરીના ઘણા ભાગ એન્ટરટેન કરતા જોવા મળશે. ખાસ કરીને તે પાર્ટ જેમાં પ્રિંસેસ થીમ પર એન્ગેજમેન્ટ પાર્ટી ચાલતી હોય છે. ઘોષે કાલિંદીના જીવન પર જબરદસ્ત ફોક્સ કર્યું છે. જે રિષભના પરિવારનો ભાગ બનવા સંઘર્ષ કરે છે, પણ સફળ થતી નથી. કરીનાએ કેરેક્ટરને ન્યાય આપ્યો છે. સ્વરા ભાસ્કરનો રોલ અન્યની સરખામણીએ સારો છે. તેને ડાયલોગ્સ પણ સારા મળ્યા છે અને તેણે એક્ટિંગ પણ એટલી જ સારી કરી છે. શિખાનો રોલ ઠીક છે અને સોનમ કપૂર ફિલ્મની સૌથી નબળુ પાત્ર રહી.
    - શશાંક ઘોષને સ્ટીરોટાઈપ તોડી મહિલાઓને ફિલ્મમાં અદભુત રીતે દર્શાવવા ક્રેડિટ આપવી જોઈએ. તેમના મુખ્ય પાત્રો કમજોર છે અને તેમા ખામીઓ પણ છે. પરંતુ તે અસલી છે. આ ફિલ્મની કહાણીને વધુ ઉંડાઈએ લઈ જવાની જરૂર હતી. આ ઉપરાંત ફિલ્મમાં ઘણી પ્રોડક્ટ્સનો વપરાશ પ્રમોશન માટે કરવામાં આવ્યું છે, જે સ્ટોરીની સ્પીડને સ્લો કરે છે. શાશ્વત સચદેવ અને વિશાલ મિશ્રાનું મ્યૂઝિક સ્ટોરી અનુસાર છે. ‘તારીફાં’ અને ‘ભાંગડા તા સજદા’ સોન્ગ પહેલાથી જ લોકપ્રિય થઈ ગયા છે. અન્ય સોન્ગ પણ ઠીક છે. ફિલ્મ યંગ જનરેશન માટે છે. જે ફિલ્મના પાત્રોના સંઘર્ષ અને તેમની વચ્ચે થતા સંવાદો સાથે પોતાને કનેક્ટ કરી શકે છે.

No Comment
Add Your Comments
(Film Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: વીરે દી વેડિંગ ફિલ્મ રિવ્યૂ I Veere Di wedding Film Released
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Reviews

Trending

Top