Home »Reviews »Film Reviews» Salman Khan Film Tiger Zinda Hai Is A Power Packed Action Film

Movie Review: ટાઈગર જિંદા હૈં

divyabhaskar.com | Dec 22, 2017, 12:12 PM IST

  • Movie Review: ટાઈગર જિંદા હૈં,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: એક્શન ડ્રામા
    • Director: અલી અબ્બાસ ઝફર
    • Plot: ડિરેક્ટર અલી અબ્બાસની 'ટાઈગર જિંદા હૈં' રીલિઝ થઈ છે. 2012માં આવેલી 'એક થા ટાઈગર'ની સિક્વલ છે. આ ફિલ્મમાં ભરપૂર એક્શન છે
ફિલ્મ રિવ્યૂઃટાઈગર જિંદા હૈં
સ્ટાર-કાસ્ટઃસલમાન ખાન, કેટરિના કૈફ, સજ્જાદ ડેલાફ્રૂઝ, અંગદ બેદી, કુમુદ મિશ્રા, ગિરીશ કર્નાડ
સંગીતઃ વિશાલ-શેખર
નિર્માતાઃઆદિત્ય ચોપરા
રેટિંગઃ 3.5/5

વાર્તાઃ

આ ફિલ્મ પાવરપેક્ડ એક્શન તથા દેશભક્તિ પર આધારિત છે. ફિલ્મની વાર્તા 40 નર્સોને બચાવવાના મિશન પર નિકળેલા ટાઈગર(સલમાન ખાન) તથા ઝોયા (કેટરિના કૈફ) પર આધારિત છે. આ નર્સોમાં 25 ભારતીય તથા 15 પાકિસ્તાની છે. આ નર્સોનું આઈએસઆઈએ અપહરણ કર્યું હોય છે. અમેરિકા કહે છે કે જો સાત દિવસની અંદર ભારત નર્સોને છોડાવતું નથી તો તે બોમ્બ બ્લાસ્ટ કરશે. નર્સોને છોડાવવાનું કામ ભારત તથા પાકિસ્તાને સાથે કરવાનું હોય છે. આ કામ માટે ભારત તરફથી ટાઈગર તથા પાકિસ્તાન તરફથી ઝોયાની પસંદગી થઆય છે. એક્શન અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મમાં શું ટાઈગર તથા ઝોયા આઈએસઆઈની ચુંગાલમાંથી નર્સને છોડાવી શકે છે? તેમને કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે, આ બધું જાણવા માટે ફિલ્મ જોવી પડશે. 


ડિરેક્શનઃ
અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે. ફિલ્મમાં સલમાન તથા કેટરિનાના એક્શન સીન્સ મજા કરાવી દે તેવા છે. બર્ફીલા પર્વતો પર એક્શન, જંગલી જાનવરો સાથે સલમાને કરેલી લડાઈ જોવાની એક અલગ જ મજા છે. સલમાનના સંવાદો પણ સારા છે. ફિલ્મ થોડી લાંબી છે, તેને એડિટ કરીને થોડી લંબાઈ ઘટાડી શકાઈ હોત. ઓવરઓલ ફિલ્મ સારી છે. 


એક્ટિંગઃ
એક્શન સાથે સલમાન ખાન ફરી એકવાર ચાહકોની વચ્ચે છે. સલમાનનું પર્ફોમન્સ ધી બેસ્ટ છે. સલમાન તથા કેટરિનાએ જબરજસ્ત એક્શન કર્યા છે. અન્ય સ્ટાર્સે પણ પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. વિલનના રોલમાં એક્ટર સજ્જાદ ડેલાફ્રૂઝે સારો રોલ કર્યો છે. 


સંગીતઃ
ફિલ્મનું સંગીત ઘણું જ સારું છે. ગીતોની કોરિયોગ્રાફી પણ શાનદાર છે. બેક ગ્રાઉન્ડ સંગીત પણ કમાલનું છે. 'સ્વેગ સે સ્વાગત' તથા 'દિલ દિલાન ગલ્લાં' રીલિઝ પહેલાં જ હિટ થઈ ચૂક્યા છે. 


જોવી કે નહીં:
એક્શનની સાથે દેશભક્તિનો મેસેજ આપતી ફિલ્મ જોવાની પસંદ હોય તો આ ફિલ્મ એકવાર જરૂર જોવી જોઈએ. સલમાનને એક્શન કરતો જોવાની અલગ જ મજા છે. 

(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan film tiger zinda hai is a power packed action film
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended